________________
અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ • ૨૪૧ છે તે જ બાબતમાં બધા જ જૈનો – ત્રણે ફિરકાના જૈનો – બ્રાહ્મણોથી હારી ગયા છે. બ્રાહ્મણોએ જે કહ્યું, જે કર્યું અને જે લખ્યું તેમાં જેનો પાછા ગુલામ થયા. એક વાર જૈન દીક્ષાથી અંત્યજો પવિત્ર થતા અને એમની આભડછેટ બળી જતી. આજે એ અંત્યજો અને એમની આભડછેટ બળી જતી આજે એ અત્યંજો અને એમની આભડછેટ જૈન દીક્ષાને અપવિત્ર બનાવે છે. શું આ જૈનોની હાર નથી સૂચવતી કે પહેલાં જૈન દીક્ષામાં પવિત્રતાનો અગ્નિ હતો જેથી આત્મછેદ બળી જતી અને આજે કહેવાતી આભડછેટમાં એવો મેલ છે કે તેની સામે આજની જૈન દિક્ષા કાંઈપણ કરવાને અસમર્થ છે ? સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આજની દીક્ષામાં જો ખરે જ કાંઈ સત્ત્વ હોય તો તે આભડછેટથી ભ્રષ્ટ ન થાય, પણ ઊલટી આભડછેટને ધોઈ નાખે.
હસવા જેવી વાત તો એ છે કે ખુદ ભગવાન પાસે અસ્પૃશ્યો જાય અને પવિત્ર થાય, પણ તેમની મૂર્તિ પાસે જઈ ન શકે અથવા તેમના ધર્મ- સ્થાનોમાં જઈ ન શકે ! જો જિનમૂર્તિ, કહેવાય છે તેમ, જિન સમાન જ હોય તો જેમ જિન-તીર્થંકર પાસે અંત્યજો જતા તેમ તેમની મૂર્તિ પાસે પણ જવા જોઈએ અને જઈને પવિત્ર થઈ શકે. એટલે કાં તો “જિનમૂર્તિ જિન સરખી’ એ વાત ખોટી અને માત્ર કહેવા પૂરતી જ છે એમ ગણવું જોઈએ અને કાં તો એ વાત સાચી ઠરાવવા ખાતર તેમજ જૈન સાધુઓ બ્રાહ્મણોથી નથી હાર્યા એ બતાવવા ખતાર અંત્યજોને જૈન સંઘમાં લેવા જોઈએ અને ઓછામાં ઓછું જો તેઓ ઈચ્છે તો જૈન મંદિરમાં અને બીજા કોઈ ધર્મસ્થાનમાં તેમને જવા આવવાની છૂટ મળવી જોઈએ.
આ તો ધર્મદષ્ટિએ વાત થઈ, પણ સમાજ અને રાજકીય દૃષ્ટિએ પણ જેનો આ વસ્તુ ન વિચારે તો તેઓની આ નિર્માલ્યતા અને વિચારહીનતા છે એમ ભવિષ્યની તેમની પ્રજા સમજશે. અને જ્યારે બ્રાહ્મણધર્મી લોકો અસ્પૃશ્યતા દૂર કરશે ત્યારે જ જૈનો તેમનું અનુકરણ કરશે તો તેમાં તેમની પોતાની સાંસ્કૃતિક વિશેષતા નહિ હોય.
અત્યારે આ પ્રશ્ન માત્ર સહાનુભૂતિ પૂરતો નથી. દરેક ગૃહસ્થ કે સંસ્થાના સંચાલકે ઓછામાં ઓછું એક અંત્યજ બાળક કે એક બાળકને પોતાને ત્યાં સમભાવપૂર્વક રાખી જૈન સંસ્કૃતિનો નિર્ભય પરિચય આપવો જોઈએ.
– પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, ૧૯૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org