________________
ર૫ર • જૈન ધર્મ અને દર્શન દરેક પંગુ જ બની જવાનો. ત્યારે એવો કયો માર્ગ છે કે જેને આધારે દરેક માણસ એક જ સરખો અને સાચો ઉત્તર મેળવી શકે? જો આવો કોઈ એક માર્ગ ન હોય અને હોય તો કદી સૂઝી શકે તેવો ન હોય અથવા માર્ગ સૂક્યા પછી પણ અમલમાં મૂકી શકાય કે જીવનમાં કામ લાવી શકાય તેવો ન જ હોય તો પછી આજ સુધીમાં આપણી શાસ્ત્રો, ધર્મો અને ગુરુની ઉપાસના વંધ્ય છે. અને વંધ્ય ન જ હોઈ શકે એવું જો આપણું અભિમાન સાચું હોય અગર સાચું સાબિત કરવું હોય તો પ્રસ્તુત વિકટ પ્રશ્નનો એકસરખો, મતભેદ વિનાનો અને ત્રિકાલાબાધિત ઉત્તર આપી શકે તેવો માર્ગ અને તેવી કસોટી આપણે શોધવી જ રહી.
આ માર્ગ અને આ કસોટી ઘણાં સાત્વિક હૃદયમાં ફરતી હશે તેમજ રામાત્ર મહેનતથી ફરવાનો સંભવ પણ છે. માટે એનું સ્પષ્ટીકરણ કરી દરેક વાચકની બુદ્ધિસ્વતંત્રતા અને નિર્ણયશક્તિ કે વિચારસામર્થ્યને ગૂંગળાવી નાખવા ન ઇચ્છતાં દરેક સહદય વાચકને એ માર્ગ અને એ કસોટી વિચારી લેવા પ્રાર્થના છે. તેથી મા લેખ વાંચનાર દરેક એટલું જરૂર વિચારે કે ખરા જૈન અને ખરા જૈન બનવા માટે જ્યારે વિરોધી પ્રસંગે ઉપસ્થિત થાય ત્યારે શું કરવું અને તે કર્તવ્યના નિર્ણય માટે સર્વમાન્ય એક કઈ કસોટી નજરમાં રાખવી ?
- જૈનયુગ, ભાદ્રઆશ્વિન ૧૯૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org