________________
મહત્પર્વ • ૧૨૭ સાથે સારાસારી સાચવી રાખવામાં જ દુન્યવી લાભ હોય તેની સાથે જ મુખ્યપણે ક્ષમણા લેવાય-દેવાય છે, જ્યારે ક્ષમણાનો ખરો પ્રાણ તો ગૂંગળાઈ જ જાય છે.
એ ખરો પ્રાણ એટલે જેને પોતા પ્રત્યે કાંઈક નારાજી હોય, અથવા પોતામાં જેના પ્રત્યે કાંઈક કડવી લાગણી ઊભી થઈ હોય, તેની સાથેનું અંતર મિટાવવું તે. આવું
અંતર હમેશાં દિલમાં કાયમ રહે, કદાચ વધારે પોષાયા પણ કરે, અને છતાં સર્વ જીવો પ્રત્યે મૈત્રી કેળવવાનો મૌખિક ઉપચાર ચાલુ પણ રહે એ સાંવત્સરિક પર્વની મહત્તાની હાનિ છે.
જે આ પર્વની મહત્તા સમજે અને સ્વીકારે તેને માટે પહેલી જરૂર તો એ છે કે તેણે પોતાના સંબંધો જેની જેની સાથે બગડ્યા હોય તેને તેને મળી દિલ ચોખ્ખું અને હળવું કરવું જોઈએ. પરંતુ આવી પહેલ કરે કોણ? જે કરે તે ખરો પ્રાણવાન અને સાચો જેન. પણ સામાન્ય રીતે આવી અપેક્ષા ગુરુવર્ગ પ્રત્યે જ સેવાય છે. એક રીતે તે રહ્યા ધર્મક્ષેત્રે દોરવણી આપનાર, એટલે તેમનાં વચન અને વર્તનની છાપ અનાયાસે બીજા ઉપર પડે. પણ આપણે જોઈએ છીએ કે ગુરવર્ગમાંય માત્ર પ્રથાભક્તિ છે. ભાગ્યે જ એવો કોઈ ગુરુ હશે જે આ પર્વના મહત્ત્વને સજીવ કરતો હોય.
જો આ બાબતમાં ગુરુવર્ય નવેસરથી ચેતે તો સાંવત્સરિક પર્વના મહત્ત્વની સુવાસ બીજા સમાજો ને દેશમાં પણ પ્રસરે. દિગંબરત્ન ધારણ કરનાર ભિક્ષને હવે શું બાકી રહ્યું છે કે જેને કારણે તે દિગંબર રહ્યા છતાં શ્વેતાંબર આદિ બીજા સંઘો સાથે એકરસ થઈ ન શકે? ઘરબાર છોડી અનગાર થયેલ સ્થાનકવાસી, તેરાપંથી કે શ્વેતાંબર મૂર્તિપૂજકને હવે શું સાચવવાનું છે કે જેને કારણે તે બીજા ફિરકાઓના ગુરુવર્ગ સાથે મોકળા મનથી હળીમળી ન શકે? આટલે દૂર ન જઈએ અને એક નાના વર્તુલને જ લઈ વિચારીએ તોય દીવા જેવું દેખાશે કે સાંવત્સરિક પર્વની આપણે ઠેકડી કરી રહ્યા છીએ ! એક જ ગચ્છ કે એક જ ગુરુના બે મુનિવર્ગો પણ ભાગ્યે જ અંતરથી હળેમળે છે અને ખમે-ખમાવે છે. આ કૃત્રિમતાની અસર પછી આખા સમાજ પર થાય છે અને પરિણામે પરસ્પરનું દોષદર્શન કરવાનો જ રસ પોષાય છે, જેને લીધે ગુણદષ્ટિ અને ગુણનું મૂલ્યાંકન એ લગભગ લોપાઈ જાય છે, જે એકમાત્ર સાંવત્સરિક પર્વની મહત્તાનો પ્રાણ છે.
મને લાગે છે કે સમાજમાં પર્વની પ્રથા ચાલુ છે તે દ્રવ્યરૂપે તો છે જ, પણ એમાં ભાવ-જીવ આવે તે વાંછનીય છે. એ માટેનો પ્રયત્ન એ જ પ્રભાવના છે. વરઘોડા, સરઘસ, વાજાંગાજાં ઇત્યાદિનું કોઈ સ્વતંત્ર મૂલ્ય છે જ નહિ. આ સમજણ જેટલી જલદી જાગે તેટલું વ્યક્તિ, સમાજ અને માનવતાનું હિત વધારે.
- જૈન પર્યુષણાંકી, શ્રાવણ ૨૦૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org