________________
૧૭. વહેમમુક્તિ
પજુસણ એ ધર્મપર્વ છે. ધર્મપર્વનો સીધો અને સરળ અર્થ તો એટલો જ છે કે જે પર્વમાં ધર્મની સમજણ દ્વારા, હોઈએ તે કરતાં કાંઈક સારી અને ચઢિયાતી ભૂમિકા પ્રાપ્ત કરવી. આ દૃષ્ટિએ વિચાર કરીએ અને પૂર્વગ્રહોથી મુક્ત થવા જેટલી હિંમત કેળવીએ તો આપણને સમજાયા સિવાય નહિ રહે કે આપણે મોટે ભાગે ધર્મપર્વને વહેમપષ્ટિનું જ પર્વ બનાવી મૂકહ્યું છે. જેનધર્મ કે બીજો કોઈપણ સાચો ધર્મ હોય તો તેને વહેમો સાથે કશી જ લેવા-દેવા હોઈ શકે નહિ. જેટલે અંશે વહેમની પુષ્ટિ કે વહેમોનું રાજ્ય તેટલે અંશે સાચા ધર્મનો અભાવ – આ વસ્તુ વિવેકી વાચકને સમજાવવાની ભાગ્યે જ જરૂર છે.
| નાનામોટા બધા જ વહેમોનું મૂળ અજ્ઞાન કે અવિદ્યામાં જ રહેલું છે, પણ અજ્ઞાન અને અવિદ્યાની ગુફા એટલી બધી મોટી તેમજ અંધકારમય છે કે સરળતાથી તેનું સ્વરૂપ સર્વસાધારણને ગમ્ય થઈ શકતું નથી. તેમ છતાં એ અજ્ઞાન જ્યારે વહેમોની સૃષ્ટિ ખડી કરે છે ત્યારે તે સીધી રીતે તેવી સૃષ્ટિ ન સરજતાં બીજી ગમ્ય થઈ શકે એવી વૃત્તિઓ દ્વારા જ સર્જે છે. એવી વૃત્તિઓમાં બે વૃત્તિઓ મુખ્ય છે : એક લોભ અને બીજો ભય. લાલચ અને ડર બને અજ્ઞાનનાં જ પરિણામો છે. ઘણાં વહેમો લાલચમૂલક છે તો બીજાં ભયમૂલક છે. અજ્ઞાનનું આવરણ ગયું ન હોય કે નબળું પડ્યું ન હોય તો તે, ન કળાય એવી રીતે ધર્મના ક્ષેત્રમાં પણ લાલચ અને ભયનાં તત્ત્વોને જન્મ આપે જ છે તેમજ તેની પુષ્ટિ પણ કરે છે. એટલું જ નહિ, પણ વધારામાં તે માણસનાં વિચારનેત્રો ઉપર એવો ગાઢ પડદો નાખે છે કે માણસ પોતે વહેમોનો ભોગ બનવા છતાં તેનાં કારણ લાલચ અને ભયને જોઈ શકતો નથી અને ઊલટું વહેમોને જ ધર્મ માની તેનાં કારણ લોભ અને ભયને પોષે જાય છે. અજ્ઞાનની ખૂબી જ એ છે કે પોતાના વિરોધી સમ્યજ્ઞાનનું સાચું સ્વરૂપ તો સમજવા ન જ દે, પણ પોતાનું સાચું સ્વરૂપ સમજતાં માણસને રોકે છે.
આવી સ્થિતિ હોવાથી પજુસણ જેવું ધર્મપર્વ, કે જે ખરી રીતે વહેમમુક્તિનું જ પર્વ બનવું જોઈએ, તે વહેમોની પુષ્ટિનું પર્વ બની રહ્યું છે અને પજુસણ પર્વની આરાધનાની આડમાં લોકો વધારે ને વધારે વહેમીલા અને વેવલા બનતા જાય છે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org