________________
વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ • ૧૩૭ ધર્મદીક્ષાનો ઉદ્દેશ જીવનની શુદ્ધિ છે, અને જીવનની શુદ્ધિ ક્યારે સિદ્ધ થાય અને પૂર્ણ શુદ્ધિ ક્યારે પ્રાપ્ત થાય એ કાંઈ નક્કી નથી. તેથી ધર્મદીક્ષા પરત્વે સમયની મર્યાદા મુકરર નથી. કાળમર્યાદાની બાબતમાં બે વાત જોવાની રહે છે : એક તો ધર્મદીક્ષા ક્યારે એટલે કઈ ઉંમરે લેવી અને બીજી વાત એ છે કે એની પૂર્ણાહુતિ કેટલે વર્ષે થાય? શરૂઆત કરવાની બાબતમાં એક મત નથી. ક્રિશ્ચિયન ધર્મમાં રોમન કેથોલિક સંપ્રદાય નાની ઉંમરનાં – છેક નાની ઉંમરનાં બાળકોને દીક્ષા આપી દેવામાં માનતો અને હજી પણ એમ ક્વચિત્ ક્વચિત્ મનાય છે. ઇસ્લામ ધર્મમાં એટલું જ બંધન છે કે ફકીરીના ઉમેદવાર ઉપર કોઈના નિર્વાહની જવાબદારી ન હોય તો તે ગમે તે ઉંમરે પણ ફકીરી ધારણ કરી શકે છે અને કોઈ વડીલોની કે બીજા તેવાની સેવા કરવાની જવાબદારી હોય તો ગમે તેટલી મોટી ઉંમરે પણ એ જવાબદારીમાંથી છટકી ફકીરી લેવાની છૂટ નથી.
આર્યદેશના જીવિત ત્રણ જૂના સંપ્રદાયોમાંથી પહેલાં બ્રાહ્મણ સંપ્રદાયને લઈ આગળ ચાલીએ. એમાં આશ્રમવ્યવસ્થા હોવાથી અહીં ચર્ચાતી ધર્મદીક્ષા, જેને સંન્યાસાશ્રમ કહી શકાય તે, ઢળતી ઉંમરે જ લેવાની પરવાનગી છે. પહેલાં પચીસ વર્ષ બ્રહ્મચર્યાશ્રમમાં જાય, પછીનાં તેટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં જાય, લગભગ પચાસ વર્ષે વાનપ્રસ્થ થવાનો વખત આવે અને છેક છેલ્લી જિદગીમાં જ તદ્દન પૂર્ણ) સંન્યાસ અથવા તો પરમહંસ પદ લેવાનું વિધાન છે. ચતુરાશ્રમધર્મી બ્રાહ્મણ સંપ્રદાયમાં બાલ્યાવસ્થામાં કે જુવાનીમાં સંન્યાસ નથી લેવાતો કે કોઈએ નથી લીધો અથવા તેવું વિધાન નથી એવું કોઈ ન સમજે; પણ એ સ્થિતિ એ સંપ્રદાયમાં માત્ર અપવાદરૂપ હોઈ સર્વસામાન્ય નથી. સામાન્ય વિધાન તો ઉંમરના છેલ્લા ભાગમાં જ પૂર્ણ સંન્યાસનું છે, જ્યારે અનાશ્રમધર્મી અથવા તો એકાશ્રમધર્મી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં તેથી ઊલટું છે. એમાં પૂર્ણસંન્યાસ કહો, અથવા બ્રહ્મચર્ય કહો, એ એક જ આશ્રમનો આદર્શ છે અને ગૃહસ્થાશ્રમ કે ત્યાર પછીની વચલી સ્થિતિ એ અપવાદરૂપ છે. તેથી બૌદ્ધ અને જૈન સંપ્રદાયમાં મુખ્ય ભાર સંન્યાસ ઉપર આપવામાં આવે છે, અને બ્રાહ્મણ સંપ્રદાયમાં એ ભાર પહેલાં તો ગૃહસ્થાશ્રમ ઉપર આપવામાં આવે છે, બ્રહ્મચર્યાશ્રમ વિશે ચતુરાશ્રમધર્મી અને એકાશ્રમધર્મી સંપ્રદાયો વચ્ચે કશો ભેદ જ નથી, કારણ કે એ બંને ફાંટાઓ બ્રહ્મચર્ય ઉપર એકસરખો ભાર આપે છે; પણ બંનેનો મતભેદ ગૃહસ્થાશ્રમમાંથી શરૂ થાય છે. એક કહે છે કે બ્રહ્મચર્યાશ્રમમાં ગમે તેટલી તૈયારી કરવામાં આવે છતાં ગૃહસ્થાશ્રમના આઘાત-પ્રત્યાઘાતોમાંથી અને વિવિધ વાસનાઓનાં ભરતીઓટમાંથી પસાર થઈ, ત્યાગની તીવ્ર અભિલાષા આવ્યા બાદ જ સંન્યાસાશ્રમમાં જવું એ સલામતી ભરેલું છે. બીજો કહે છે કે ગૃહસ્થાશ્રમના જાળામાં ફસ્યા એટલે નિચોવાઈ જવાના. તેથી બધી શક્તિઓ તાજી અને જાગતી હોય ત્યારે જ સંન્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org