________________
આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? - ૧૭૭ પણ ખરી રીતે સાધુઓ સાધુઓ વચ્ચેની જ લડાઈ હતી. પણ આપણે જૂના ઇતિહાસમાં આજના જેવો એક પણ દાખલો નહિ જોઈ શકીએ કે જેમાં સીધી રીતે સાધુઓ અને શ્રાવકો વચ્ચે જ લડાઈ લડાયેલી હોય. આનાં કારણોમાં ઊતરવું એ બહુ રસપ્રદ છે અને તે ઉપરથી વર્તમાન પરિસ્થિતિ સમજવામાં ભારે મદદ પણ મળે તેમ છે. સાધુઓનું દૃષ્ટિબિંદુ
જૂના વખતમાં કેળવણીનું ધોરણ સાધુઓ અને શ્રાવકો વચ્ચે આજના જેવું ભિન્ન ન હતું. ગૃહસ્થો વ્યાપારધંધા કે વ્યવહારની બાબતમાં ગમે તેટલું પાવરધાપણું મેળવે તોય ધાર્મિક શિક્ષણની બાબતમાં તેઓ સાધુઓને જ અનુસરતા. સાધુઓનું દૃષ્ટિબિંદુ એ જ ગૃહસ્થોનું દૃષ્ટિબિંદુ; સાધુઓનાં શાસ્ત્રો એ જ ગૃહસ્થોનાં અંતિમ પ્રમાણો અને સાધુઓ દ્વારા દર્શાવાતા શીખવવાના વિષયો એ જ ગૃહસ્થોની વાચનમાળા અને લાઇબ્રેરીઓ. એટલે કેળવણી અને સંસ્કારની દરેક બાબતમાં ગૃહસ્થોને સાધુઓનું જ અનુકરણ કરવાનું હોવાથી તેમનો ધર્મ હિન્દુસ્તાનની પવિત્રતા નારીની પેઠે સાધુઓના પગલે પગલે જવા-આવવાનો હતો. પતિનું તેજ એ જ પોતાનું તેજ એવી પતિવ્રતા સ્ત્રીની વ્યાખ્યા છે. તેથી એને સ્વતંત્ર પુરુષાર્થ કરવાપણું ભાગ્યે જ રહે છે. જૈન ગૃહસ્થોની પણ શિક્ષણ અને સંસ્કારિતાની બાબતમાં એ જ સ્થિતિ રહી છે. સિદ્ધસેન અને સમંતભદ્ર તાર્કિક ખરા, પણ તે સાધુપદે પહોંચ્યા પછી જ. હરિભદ્રે ને હેમચંદ્રે નવનવ સાહિત્યથી ભંડાર ભર્યા ખરા, પણ સાધુઓની નિશાળમાં દાખલ થયા પછી. યશોવિજયજીએ જૈન સાહિત્યને નવું જીવન આપ્યું ખરું, પણ તે સાધુ અભ્યાસી તરીકે. આપણે એ જૂના જમાનામાં કોઈ ગૃહસ્થને પ્રસિદ્ધ વિદ્વાન જૈન સાધુ જેટલો સમર્થ વિદ્વાન નથી જોતા. તેનું શું કારણ ? અસાધારણ પાંડિત્ય અને વિદ્વત્તા ધરાવનાર શંકરાચાર્ય અને બીજા સંન્યાસીઓના સમયમાં જ અને તેમની જ સામે તેમનાથી પણ ચડે એવા ગૃહસ્થ બ્રાહ્મણ પંડિતો વૈદિક સમાજમાં પાક્યાનો ઇતિહાસ જાણીતો છે, જ્યારે પ્રસિદ્ધ જૈન વિદ્વાન સાધુ કે આચાર્યની તોલે વિદ્વત્તાની દૃષ્ટિએ આવી શકે એવો એક પણ ગૃહસ્થ બ્રાહ્મણમાં હોય તેવી બુદ્ધિ શ્રાવકમાં ન જ સંભવે ? અથવા શું એ કારણ છે કે જ્યાં લગી શ્રાવક ગૃહસ્થ હોય ત્યાં લગી એનામાં એ જાતની બુદ્ધિ સંભવિત જ નથી, પણ જ્યારે તે સાધુવેશ ધારણ કરે છે ત્યારે જ એનામાં એકાએક એવી બુદ્ધિ ફાટી નીકળે છે ? ના, એવું કાંઈ નથી. ખરું કારણ એ છે કે ગૃહસ્થ શ્રાવક કેળવણી અને સંસ્કારના ક્ષેત્રમાં સાધુઓના ક્લાસમાં સમાન દરજ્જે શીખવા દાખલ જ નથી થયો. એણે પૂરેપૂરો એ વખત પતિવ્રતાધર્મ પાળી ભક્તિની લાજ રાખી છે, અને સાધુઓની પ્રતિષ્ઠા એકધારી પોષી છે ! તેથી એક અને સમાન ક્લાસમાં ભણતા સાધુ સાધુઓ ગચ્છભેદ કે ક્રિયાકાંડભેદ કે પદવીમોહને લીધે જ્યારે લડતા ત્યારે ગૃહસ્થો એક અગર બીજા પક્ષને વફાદારીથી અનુસરતા, પણ સીધી રીતે કોઈ ગૃહસ્થને કોઈ સાધુ સામે લડવાપણું,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org