________________
૧૯૪ ૭ જૈન ધર્મ અને દર્શન
સોળ વર્ષથી મોટી ઉંમરનાને અસંમત દીક્ષા સુધ્ધાં આપવાની ઘોષણા કરનારે જાણી લેવું જોઈએ કે એ સીધું વિધાન નથી; એ તો એક અચાનક બની ગયેલ અને પરિણામે શુભ નીવડેલ વિધાન છે. દાખલાના બચાવ માટે સ્વીકારેલ અપવાદમાંથી નીકળતો ફલિતાર્થ એવું વિધાન છે કે, નથી ઉત્સર્ગ તરીકે એ વિધેય અને નથી અપવાદ તરીકે એકાંત ગ્રાહ્ય. એટલે આવી છટકબારીઓના આધારે કોઈ શાસ્ત્રાર્થ કરવાનો ઉત્સાહ ધરાવતો હોય તો તે ઇચ્છે ત્યારે અને તે કહે ત્યારે દલીલપૂર્વક અને સમભાવપૂર્વક લેખિત અથવા તો વાચિક શાસ્ત્રાર્થમાં એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે ઊભો રહેવા આ લેખક તૈયાર છે.
Jain Education International
– પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો
For Private & Personal Use Only
www.jainelibrary.org