________________
ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય • ૭૧ ગયો અને ઉત્તર ન આપી શક્યો. એ જોઈ શ્રમણ ભગવાને કહ્યું કે જમાલિ મારા ઘણા છદ્મસ્થા (અસર્વજ્ઞ) શિષ્યો છે જેઓ આ પ્રશ્નોનો ઉત્તર મારી પેઠે આપી શકે છે, છતાં તેઓ તારી પેઠે પોતાને સર્વજ્ઞ નથી કહેતા.” એમ કહી શ્રમણ ભગવાને તે પ્રશ્નોનો ઉત્તર આ પ્રમાણે આપ્યો : “લોક અને જીવ શાશ્વત પણ છે; કારણ કે, તે ઉત્પન્ન કે નષ્ટ થતા નથી. તેમજ અશાશ્વત પણ છે; કારણ કે, તે બંને અનેક પરિવર્તનો પણ અનુભવે છે. શ્રમણ ભગવાનનો આ ઉત્તર માલિએ ન માન્યો અને ત્યાંથી ચાલ્યો ગયો. છૂટો પડી તેણે અનેક વર્ષ સુધી ભિક્ષુપદ પર કાયમ રહી શ્રમણ ભગવાન વિરુદ્ધ હિલચાલ કરી અને પોતાને તથા બીજા અનેકને આડે રસ્તે દોર્યા. છેવટે પંદર દિવસની સંખના (અનશન) કરી, મરી નીચ દેવલોકમાં પેદા થયો. મતભેદની બાબત
જમાલિ અને શ્રમણ ભગવાન વચ્ચે બીજી કોઈપણ બાબતમાં મતભેદ હતો કે નહિ તેનું વર્ણન મળતું નથી. માત્ર એક બાબત વિશેના મતભેદનું વર્ણન મળે છે, અને તે આ. જમાલિનું કહેવું હતું કે ધારેલું ફળ ન આવે ત્યાં સુધી તે માટે ચાલતા પ્રયત્નને સફળ ન જ કહી શકાય. શ્રી મહાવીરનું કહેવું હતું કે ધારેલું છેવટનું ફળ મળ્યા પહેલાં પણ તે માટેના ચાલુ પ્રયત્નને સફળ પણ કહી શકાય.
આ મતભેદ જે શબ્દોમાં અહીં મૂકવામાં આવ્યો છે તે શબ્દો જોકે શાસ્ત્રોમાં નથી, છતાં શાસ્ત્રોમાં વર્ણન કરેલ મતભેદનું સ્વરૂપ વ્યાવહારિક ભાષામાં આ રીતે મૂકવું સરળ ને યોગ્ય છે એમ કોઈને જણાયા વિના નહિ રહે.
મંખલિપુત્ર ગોશાલક મહાવીરની સાધક અવસ્થામાં જ તેઓ સાથે રહેલો અને છૂટો પડેલો; આવું વર્ણન જૈન ગ્રંથોમાં છે, પણ મહાવીરના ઉપદેશક જીવનમાં તેઓની આજ્ઞા અવગણી તેઓથી છૂટો પડનાર અને જુદો સંપ્રદાય ચલાવનાર તેઓના શિષ્યોમાં જમાલ જ પ્રથમ ગણાય છે. તેથી જેમ બૌદ્ધ શાસ્ત્રોમાં દેવદત્ત પ્રથમ સંઘભેદક તરીકે વર્ણવાયેલ છે તેમ જૈન શાસ્ત્રોમાં જમાલિ પ્રથમ નિલવ મનાયેલ છે.
અહીં વિચારક વાચકને સહેજે પ્રશ્ન થશે કે અહિંસામાં કે ક્ષમામાં જગદ્ગુરુ ગણાવા યોગ્ય દીર્ઘતપસ્વી મહાવીરે પોતાના ભાણેજ અને જમાઈ શિષ્યના નજીવા મતભેદની ઉપેક્ષા ન કરી; તે કરતાં જો તેઓએ આટલા નાના મતભેદને ખમી ખાધો હોત તો શું તે વધારે સારું અને ગંભીર ન ગણાય? અથવા શું તેટલા માત્ર મતભેદ ઉપરાંત સીધી રીતે વિરોધનાં અન્ય કારણો હશે? આવું માની લેવાને અત્યારે કાંઈ સાધન નથી. એટલે મહાવીરના વ્યક્તિત્વના વિચારની દૃષ્ટિએ પણ એ વિચારવું પ્રાપ્ત થાય છે કે એ મતભેદનો વિરોધ કરવામાં મહાવીરનું તાત્પર્ય શું હશે ? જો ઘણાં કારણસર આપણે એમ માની લઈએ કે મહાવીર એ ખરે જ મહાવીર, દીર્ઘતપસ્વી સહિષ્ણુ અને ક્ષમા તથા અહિંસાની પ્રત્યક્ષ મૂર્તિ હતા તો એ પણ સ્વીકારવું જોઈએ
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org