________________
૧૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ
કલ્પસૂત્રમાં અન્ય તીર્થકરોની જીવનકથાના અંશો છે, તેમજ એમાં ભગવાન મહાવીરના સાધુસંઘમાંના પ્રમુખ સ્થવિરોની યાદી પણ છે, છતાં કલ્પસૂત્રની પ્રતિષ્ઠા અને એના વાચન અને શ્રવણનો મહિમા મુખ્યપણે એમાંના ભગવાન મહાવીરના જીવનભાગને લીધે છે. ભગવાન દિગંબર, સ્થાનકવાસી અને શ્વેતાંબર એ ત્રણે ફિરકાને એકસરખી રીતે પૂજ્ય અને શ્રદ્ધેય છે, તેમ છતાં જ્યારે પજુસણ કે દશલક્ષણીનો પ્રસંગ આવે છે ત્યારે કલ્પસૂત્રનું નામ શ્વેતાંબર પરંપરામાં જેવું ઘેર ઘેર અને અબાલવૃદ્ધ દરેકને મુખે સંભળાય છે તેવું સ્થાનકવાસી કે દિગંબર ફિરકામાં સંભળાતું નથી. કલ્પસૂત્રમાંની ઘણી હકીકતો અને સ્થવિરપરંપરાને દિગંબરો ન માને તેથી તેઓ કલ્પસૂત્રને ન વાંચે કે ન સાંભળે એ સમજી શકાય તેવી બાબત છે, પણ સ્થાનકવાસીઓ, જેમને કલ્પસૂત્રમાંની એક પણ બાબત અમાન્ય નથી કે તેની સાથે વિરોધ નથી, તેઓ સુધ્ધાં કલ્પસૂત્ર પ્રત્યે એટલો આદર નથી ધરાવતા જેટલો શ્વેતાંબરો. પજુસણના દિવસોમાં એ જ કારણથી શ્વેતાંબર પરંપરામાં કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ અનિવાર્ય લેખાય છે અને તે ભારે આદર, આડંબર તેમજ નિયમપૂર્વક ચાલતું જોવાય છે, જ્યારે સ્થાનકવાસીઓમાં કલ્પસૂત્રનું વાચન-શ્રવણ પજુસણના દિવસોમાં પણ અનિવાર્ય નથી અને દેખાદેખીથી કોઈ ક્યારેક ક્યાંય વાંચે તો એની પાછળ એટલો દેખાવ, આડંબર કે ખર્ચ નથી થતો. આ રીતે આપણે જોવા જઈએ તો કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ એ વિશે જે કાંઈ વિચારવું ઘટે છે તે સામાન્ય રીતે સકલ જૈન પરંપરાને ઉદ્દેશીને વિચારવાનું પ્રાપ્ત હોવા છતાં ખરી રીતે અથવા મુખ્ય રીતે શ્વેતાંબર પરંપરાને ઉદ્દેશીને જ વિચારવાનું અત્યારે પ્રાપ્ત થાય છે.
કલ્પસૂત્રના વાચન અને શ્રવણનો ઉદ્દભવ ક્યારે, કયા સ્થાનમાં, કેવા સંજોગોમાં અને કેવી રીતે થયો એ વિશે અહીં આજે કાંઈ ચર્ચવા ઇચ્છતો નથી. આજે તો એ વાચન શ્રવણની ધારાગંગા કયા મૂળમાંથી શરૂ થઈ, કોને આધારે આજ સુધી ચાલી આવે છે તે વિશે જ સમીક્ષક દૃષ્ટિએ કાંઈક વિચારવા ધારું છું. કલ્પસૂત્રના વાચનશ્રવણના પ્રવાહનું મૂળ આધ્યાત્મિક ભક્તિ છે. અધ્યાત્મિક ભક્તિ એટલે જેણે પોતાના જીવનમાં સદ્દગુણો વિકસાવી જીવન તન્મય કર્યું હોય એવા મહાપુરુષનો આદર્શ નજર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org