________________
૧૨૦ • જૈન ધર્મ અને દર્શન વિચારક વર્ગ વાસ્તે જે માર્ગ જોઉં છું તે નમ્રપણે જણાવી દેવા પણ ઇચ્છું છું. એનાથી વધારે સારો માર્ગ શોધી તેને અનુસરવાની સૌને સ્વતંત્રતા છે જ. - (૧) સાધુ, જાતિ કે પંડિત સામે વ્યક્તિ દ્વેષ કે તિરસ્કાર જરા પણ સેવ્યા સિવાય,
જ્યાં બુદ્ધિશૂન્ય અને શુદ્ધિવિહીન વાચન-શ્રવણની નિર્જીવ પ્રણાલી ચાલુ હોય ત્યાં નિર્ભય વિચારકોએ તેમાં રાય ભાગ ન લેવો.
(૨) બુદ્ધિના વિવિધ પ્રદેશોને સ્પર્શ કરે અગર ઐતિહાસિક અને તુલનાત્મક દૃષ્ટિએ જીવનકથા ચર્ચે અને તે પણ સીધી કે આડકતરી રીતે કોઈપણ જાતની દાન, દક્ષિણા કે ચડાવો સ્વીકારવાની વૃત્તિ વિના જ, તે સ્થળે પછી વાંચનાર સાધુ હોય, યતિ હોય કે ગૃહસ્થ હોય, આદરપૂર્વક ભાગ લેવો.
(૩) આધ્યાત્મિકતાની શુષ્ક ચર્ચામાં સામૂહિક દૃષ્ટિએ ન પડવું અને સામાન્ય રીતે જેવો સમાજનો અધિકાર દેખાય છે તે જ અધિકારને ધ્યાનમાં રાખી દંભ ન પોષાય એવી રીતે પ્રામાણિકપણે વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક અને રાષ્ટ્રીય અગર વિશ્વીય પ્રશ્નો વિશે અભ્યાસ તેમજ તટસ્થતા ભરેલી ચર્ચાઓ વાસ્તે બધી શક્ય ગોઠવણ કરવી એ પજુસણના દિવસોનો ઉપયોગ એક જ્ઞાન અને શાંતિના સાપ્તાહિક સત્ર તરીકે કરવો.
(૪) જ્યાં યોગ્ય અને નિઃસ્વાર્થ વિચારકો મેળવવાની મુશ્કેલી હોય અને છતાંય બુદ્ધિની જાગૃતિ કરવી હોય ત્યાં એ દિવસોમાં અમુક જાતનાં પુસ્તકો મેળવી તેનું જાતે અગર સામૂહિક વાચન કરવું. એવાં પુસ્તકોમાં મુખ્યપણે ધાર્મિક પર્વને અનુરૂપ જીવનકથાઓનો સમાવેશ થાય. બુદ્ધ, રામ, કૃષ્ણ, ઈસુ, અને તેમને પંથે ચાલેલા અનેક સંતોની સાચી જીવનકથાઓ વાંચવી. ભગવાન મહાવીરના વ્યાપક અને વિશુદ્ધ જીવનના ઉપાસકે જ્યાં જ્યાં વિશુદ્ધિ અને સગુણની વૃદ્ધિ દેખાય ત્યાંથી ગુણદૃષ્ટિએ તેનો અભ્યાસ કરી, ભગવાનના જીવનને અનેકાંતદષ્ટિએ જોવાની શક્તિ કેળવવી.
કોઈપણ વિચારકને કલ્પસૂત્ર કે તેના વાચન-શ્રવણ પ્રત્યે વિદ્વેષ કે અણગમો હોઈ જ ન શકે. નિર્જીવતા અને અનુપયોગિતા પ્રત્યેનો અણગમો ગમે તેટલો ખાળવા યત્ન કરીએ તોય તે પ્રગટ્યા વિના રહે જ નહિ. ખરું જીવન જૈનત્વમાં છે, તેથી જૈનત્વનો જીવન સાથે મેળ જ હોવો જોઈએ, વિરોધ નહિ. આ કારણથી ભગવાનની જીવનકથાનાં વાચન-શ્રવણ નિમિત્તે બુદ્ધિની બધી શાખાઓનો વિકાસ બનતે પ્રયત્ન કરવાનો યુવકોનો ધર્મ છે.
અરવિંદ કે યગોર, ગાંધીજી કે મશરૂવાળા જેવાના જીવનસ્પર્શી વિચારો વાંચનાર અને વિશાળ તેમજ ભવ્ય જીવંત આદર્શોમાં વિચારનાર યુવકને, એકડો ઘૂંટાવે તેવી ધૂળી નિશાળ જેવી પોષાળમાં ગોંધાઈ રહેવાનું કહેવું એ કેવળ જ્ઞાન અને અનેકાંતની ભક્તિનો પરિહાસ માત્ર છે. એક વાર વિચારકોએ નિર્ભયપણે પણ વિવેકથી પોતાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org