________________
૧૦૨ • જૈન ધર્મ અને દર્શન ને ઘેરે ઘન અંધાર' એ પંક્તિની યાદ આપે છે. એ પ્રકારનાં કથનો જરા ઊંડાણથી સમજવાં જોઈએ. કવિ જ્યારે એમ કહે છે કે મેં મારું સ્વરૂપ છોડ્યું છે અને પરરૂપમાં રત થયો છું, ત્યારે શું એમ સમજવું કે કોઈ કાળે આત્મા સાવ શુદ્ધ હતો અને પછી તે જડ પાશમાં બંધાયો? જો આમ માનીએ તો મોક્ષ પુરુષાર્થની માન્યતા જ નકામી ઠરે, કેમકે પ્રયત્ન દ્વારા ક્યારેક મોક્ષ સિદ્ધ થાય અને શુદ્ધ સ્વરૂપ આવિર્ભાવ પામે, તોપણ ત્યાર બાદ કોઈ વખતે ફરી કર્મપાશ કેમ ન વળગે ? જે ન્યાયથી ભૂતકાળમાં શુદ્ધ સ્વરૂપ વિકૃત થયું તે જ ન્યાયથી મોક્ષપ્રાપ્તિ પછીના ભવિષ્યન્ કાળમાં પણ તે વિકૃત થવાનું જ. અને જો એમ બને તો મોક્ષ પ્રાપ્ત કર્યો તોય શું અને ન કર્યો તોય શું? બીજી રીતે એમ કહી શકાય કે મોક્ષપ્રાપ્તિ એટલે દેવપદની પ્રાપ્તિ. દેવો ગમે તેટલો વખત સુખસમૃદ્ધિ ભોગવે છતાં તેઓ તેથી અત થવાના. એ જ રીતે મોક્ષસ્થિતિ પણ ગમે તેટલું લાંબે ગાળે પણ છેવટે ગ્રુત થવાની. ત્યારે હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પુદ્ગલે એનો શો અર્થ, એ સમજવું રહ્યું. એ માટે નિશ્ચય અને વ્યવહારદષ્ટિ બંનેનો ઉપયોગ છે. આધ્યાત્મિક તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં મોક્ષ નામના પુરુષાર્થને જે સ્થાન મળ્યું છે તે વિચાર-વિકાસના ઇતિહાસમાં અમુક કાળે જ મળ્યું છે, નહિ કે પહેલેથી તે સનાતન જ રહ્યું હોય. જ્યારે મોક્ષની કલ્પના આવી અગર એવો કોઈને અનુભવ થયો ત્યારે મુક્ત આત્માનું અમુક સ્વરૂપ કલ્પાયું અગર અનુભવાયું અને એ જ સ્વરૂપ એનું અસલી છે અને એ સિવાયનું જે કાંઈ તેમાં ભાસે તે બધું જ આગંતુક અને પર છે, એમ મનાયું. કોઈપણ અનુભવીએ આત્માના કલ્પાયેલ શુદ્ધ સ્વરૂપમાં વિજાતીય તત્ત્વ ક્યારે ઉમેરાયું અને શા માટે ઉમેરાયું એ જાણ્યું નથી, જાણવું શક્ય પણ નથી. છતાં મોક્ષ પુરુષાર્થની કલ્પના ઉપરથી કલ્પાયેલ આત્માના શુદ્ધ સ્વરૂપને દરેક અનુભવીએ મૌલિક, વાસ્તવિક અને સ્વાભાવિક માનીને જ પોતાનું આધ્યાત્મિક પ્રસ્થાન શરૂ કર્યું છે અને જીવનમાં અનુભવાતા વિકાર-વાસનાના તત્ત્વને વિજાતીય કે વૈભાવિક માની તેને ફેંકી દેવા પુરુષાર્થ સેવ્યો છે. મોક્ષ એ જીવનનું સાધ્ય લેખાયું અને તે સ્થિતિ આદર્શ લેખાઈ. એ જ આદર્શ સ્થિતિનું સ્વરૂપ નિહાળતી દૃષ્ટિ તે નિશ્ચય અને સાધકદશામાં પર-ભાવ કે વિજાતીય સ્વરૂપથી મિશ્રિત એવી ચેતનસ્થિતિને નિરૂપતી દૃષ્ટિ તે વ્યવહાર. દેવચંદ્રજી આ બંને દૃષ્ટિઓનો આશ્રય લઈને કહે છે કે “હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પુદ્ગલે.... ખરી રીતે પહેલાં ક્યારે પણ આત્મા સંપૂર્ણપણે શુદ્ધ સ્વરૂપની વ્યક્ત દશામાં હતો જ નહિ, તેથી એમાંથી શ્રુત થવાપણું પણ હતું જ નહિ; ખરી રીતે તો તે અનાદિ કાળથી અશુદ્ધ રૂપમાં જ રમી રહ્યો હતો, પણ એ અશુદ્ધ રૂપમાંથી જે શુદ્ધ રૂપ ક્યારેક નિખરવાનું છે તેને જ નિશ્ચયદૃષ્ટિએ ભૂતકાળમાં પણ તેવું જ હતું એમ માની કવિ લૌકિક ભાષામાં વ્યવહાર દૃષ્ટિનો આશ્રય લઈ હું સ્વરૂપ નિજ છોડી રમ્યો પર પગલે એમ કહે છે. સાંખ્ય અને વેદાંત આદિ દર્શનોમાં પણ ચેતન-અચેતનના સંબંધને અનાદિ માન્યો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org