________________
ભગવાન મહાવીરનો મંગળ વારસો • ૬૫ ભગવાનની આત્મૌપમ્યની દષ્ટિમાં જીવનશુદ્ધિનો પ્રશ્ન આવી જ જાય છે. અજ્ઞાત કાળથી ચેતનનો પ્રકાશ ગમે તેટલો આવૃત્ત થયો હોય-ઢંકાયેલો હોય, તેનો આર્વિભાવ ઓછો કે વત્તો હોય, છતાં શક્તિ તો એની પૂર્ણ વિકાસની–પૂર્ણ શુદ્ધિની છે જ. જો જીવતત્ત્વમાં પૂર્ણ શુદ્ધિની શક્યતા ન હોય તો આધ્યાત્મિક સાધનાનો કોઈ અર્થ રહેતો જ નથી. જે જે દેશમાં સાચા આધ્યાત્મિક અનુભવીઓ થયા છે, તેમની પ્રતીતિ એક જ પ્રકારની છે કે ચેતનતત્ત્વ મૂળે શુદ્ધ છે, વાસના અને લેપથી પૃથક છે. શુદ્ધ ચેતનતત્ત્વ ઉપર જે વાસના કે કર્મોની છાયા પડે છે તે તેનું મૂળ સ્વરૂપ નથી. મૂળ સ્વરૂપ તો એથી જુદું જ છે. આ જીવનશુદ્ધિનો સિદ્ધાંત થયો. જેને આપણે આત્મૌપગ્યની દૃષ્ટિ કહી અને જેને જીવનશુદ્ધિની દષ્ટિ કહી તેમાં વેદાંતીઓનો બ્રહ્માદ્વૈતવાદ કે બીજા તેવા કેવળાદ્વૈત અને શુદ્ધાદ્વૈત જેવા વાદો સમાઈ જાય છે, ભલે તેનો સાંપ્રદાયિક પરિભાષામાં જુદો જુદો અર્થ હોય.
જો તાત્ત્વિકરૂપે જીવનું સ્વરૂપ શુદ્ધ જ છે તો પછી આપણે એ સ્વરૂપ કેળવવા અને મેળવવા શું કરવું એ સાધના વિષયક પ્રશ્ન ઊભો થાય છે. ભગવાન મહાવીરે એ પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું છે, કે જ્યાં લગી રહેણીકરણીનું પરિવર્તન ન થાય, આત્મૌપમ્પની દષ્ટિ અને આત્મશુદ્ધિ સધાય એવો જીવનમાં ફેરફાર ન થાય, ત્યાં લગી પહેલી બે બાબતો અનુભવમાં ન આવે. રહેણીકરણીના પરિવર્તનને જૈનશૈલીમાં ચરણકરણ કહે છે. વ્યવહાર ભાષામાં એનો અર્થ એટલો જ છે કે તદન સરળ, સાદું અને નિષ્કપટ જીવન જીવવું. વ્યવહારુ જીવન એ આત્મૌપમ્યની દૃષ્ટિ કેળવવા અને આત્માની શુદ્ધિ સાધવાનું એક સાધન છે, નહિ કે એવી દ્રષ્ટિ અને શુદ્ધિના ઉપર આવરણના-માયાના પડદા વધાર્થે જવાનું. રહેણીકરણીના પરિવર્તનમાં એક જ મુખ્ય બાબત સમજવાની છે અને તે એ કે મળેલાં ધૂળ સાધનોનો ઉપયોગ એવો ન કરવો કે જેથી એમાં આપણી જાત જ ખોવાઈ જાય.
પણ ઉપરની બધી વાત સાચી હોય છતાં એ તો વિચારવાનું રહે જ છે કે આ બધું કેવી રીતે બને ? જે સમાજ, જે લોકપ્રવાહમાં આપણે રહીએ છીએ તેમાં તો આવું કશું બનતું જોવાતું નથી. શું ઈશ્વર કે દેવી એવી કોઈ શક્તિ નથી કે જે આપણો હાથ પકડે અને લોકપ્રવાહના વહેણની ઊલટી દિશામાં આપણને લઈ જાય, ઊંચે ચડાવે ? આનો ઉત્તર મહાવીર સ્વાનુભવથી આપ્યો છે. તે એ કે આ માટે પુરુષાર્થ જ આવશ્યક છે. જ્યાં લગી કોઈપણ સાધક સ્વયં પુરુષાર્થ ન કરે, વાસનાઓના દબાણ સામે ન થાય, એના આઘાત-પ્રત્યાઘાતથી ક્ષોભ ન પામતાં અડગપણે એની સામે ઝૂઝવાનું પરાક્રમ ન દાખવે ત્યાં લગી ઉપર કહેલી એક બાબત કદી સિદ્ધ ન થાય. તેથી જ તો તેમણે કહ્યું છે કે “સંગમમ વરિયમ્ અર્થાત્ સંયમ, ચરિત્ર, સાદી રહેણીકરણી એ બધા માટે પરાક્રમ કરવું. ખરી રીતે મહાવીર એ નામ નથી, વિશેષણ છે. જે આવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org