Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
(26)
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? કર્યો છે. ડૉ. જીવરાજ જૈનની સૂચિત Theory અનેક વિરોધાભાસના નિરાકરણ ભણી દોરી શકે એવી છે, એવું તેઓ માને છે. આ પુસ્તકમાં જૈન ભૂગોળ-ખગોળની માહિતી આપવા ઉપરાંત, આ વિષય પ્રવેશ અર્થે જરૂરી પૃષ્ઠભૂમિ પણ રચી છે અને ડૉ. જીવરાજ જૈનનો દૃષ્ટિકોણ કઈ રીતે મદદ કરી શકે તેનું નિરૂપણ કર્યું છે. ડૉ. જીવરાજ જેને આ વિષય પર એક પુસ્તક લખ્યું છે, તેને સમજવા માટે આ. શ્રી નંદિઘોષસૂરિજીનું આ પુસ્તક માર્ગદર્શિકા(ગાઈડબુક)ની ગરજ સારશે. વિજ્ઞાન સંબંધી વિષયોને લોકભોગ્ય શૈલીમાં વાચકવર્ગ સુધી પહોંચાડવાનું કાર્ય તેઓ વર્ષોથી કરતા આવ્યા છે. તેમના દ્વારા આ એક પાયાનું કામ થઈ રહ્યું છે. આ પુસ્તક આ શ્રેણીમાં એક વધુ મણકાનો ઉમેરો કરે છે. આચાર્યશ્રીના આ શ્રમની અનુમોદના કરતાં અને આ પુસ્તકને આવકારતાં આનંદ થાય છે.
ઉપા. ભુવનચંદ્ર
તા. ૧૯-૧૦-૨૦૧૮ માંડલ