Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 222
________________ 166 પરિશિષ્ટ નં.-૭ જૈન પારિભાષિક શબ્દસૂચિ અકર્મભૂમિ-જ્યાંના મનુષ્યોમાં અસિ, મસિ અને કૃષિનો વ્યવહાર નથી તેવું ક્ષેત્ર અજીવ- જીવ-ચૈતન્યરહિત પદાર્થ અઢી દ્વીપ-મધ્યલોકમાં આવેલ જંબૂદ્વીપ, ધાતકી ખંડ અને પુષ્કરવર અર્ધ દ્વીપનો સમૂહ અધર્માસ્તિકાય-સમગ્ર લોકમાં વ્યાપ્ત જીવ અને પૌદ્ગલિક પદાર્થોને સ્થિર કરવામાં સહાયક દ્રવ્ય અધોલોક-સમભૂતલા પૃથ્વીની નીચે ૯૦૦ યોજન પછીનો ભાગ અધોલોકવાસી-અધોલોકમાં પ્રથમ નરકમાં રહેલા ભવનપતિ દેવો અનભિગ્રહિક મિથ્યાત્વ-જિનધર્મથી વિપરિત શ્રદ્ધા કરવી, અનભિલાપ્ય-વાણી દ્વારા કહી ન શકાય તે અનવસ્થા-કહી ન શકાય તેવી અચોક્કસ અવસ્થા અનાભોગિક મિથ્યાત્વ-અજ્ઞાન સ્વરૂપ મિથ્યાત્વ. અનુત્તર દેવ- ચૌદ રાજલોકમાં સૌથી ઉપર રહેલ દેવ અનેકાન્તવાદ-વિવિધ અપેક્ષાએ પદાર્થનું વર્ણન કરતી પદ્ધતિ અન્તર્કીપ-ભરતક્ષેત્રની ઉત્તરે તથા ઐરવતક્ષેત્રની દક્ષિણે આવેલ પર્વતમાં પૂર્વ-પશ્ચિમ છેડેથી લવણસમુદ્રમાં નીકળેલી બબ્બે બાહાઓ ઉપર આવેલ ૫૬ દ્વીપ અન્તર્મુહૂર્ત-એક મુહૂર્તની અંદરનો કાળ અપ્લાય-પાણી સ્વરૂપ જીવો જેમાં પાણીના અણુ પોતે જ સજીવ હોય છે. અભિગ્રહિક મિથ્યાત્વ-જિનમત ઉપર અધિક શ્રદ્ધા કરવી, અભિલાખ-વાણી દ્વારા કહી શકાય તેવા ભાવ અયોધ્યા-ભરતક્ષેત્રનું મુખ્ય નગર

Loading...

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232