Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
પરિશિષ્ટ-૭
છદ્મસ્થ-કેવળજ્ઞાનની પ્રાપ્તિ જેમને નથી થઈ તે.
જગતી-જંબૂદ્વીપ અને લવણ સમુદ્રની મર્યાદા બાંધતી દિવાલ જંબૂઢીપ-સમગ્ર મધ્યલોકના કેન્દ્રમાં આવેલ એક લાખ યોજન વિસ્તારવાળો દ્વીપ
જિનવાણી-તીર્થંકરની વાણી અથવા તે જેમાં સંગૃહિત થયેલ છે તે
આગમ
જીવ-શરીર ધરાવતો આત્મા અર્થાત્ સંસારી આત્મા
જ્યોતિષ્ઠ ચક્ર - સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે જૈન દર્શન અનુસાર મેરૂ પર્વતની આસપાસ ફરે છે તે
તનવાત-પાતળો વાયુ જે સાત નરક પૃથ્વીના આધાર સ્વરૂપ છે. તમિસા-વૈતાઢ્ય પર્વતની ગુફા
તિગિચ્છિ સરોવર-નિષધ પર્વત ઉપર આવેલ સરોવર તિર્હાલોક-મધ્યલોક જેમાં અસંખ્ય દ્વીપ, સમુદ્ર છે. તિર્યંચ પંચેન્દ્રિય-પાંચ ઇન્દ્રિય ધરાવતા પશુ-પક્ષી તીર્થંકર- જૈન પરંપરા અર્થાત્ તીર્થના સ્થાપક આદ્ય મહાપુરુષ તેઇન્દ્રિય- ત્વચા, જીહ્વા અને નાક ધરાવતા જંતુઓ
તેઉકાય-અગ્નિ સ્વરૂપ જીવો
ત્રસનાડી-ચૌદ રાજલોકનો વચ્ચેનો એક રાજલોક પ્રમાણ લાંબો પહોળો અને ચૌદ રાજલોક ઊંચો વિસ્તાર જેમાં ત્રસ અર્થાત્ હાલતા ચાલતા જીવો જ ઉત્પન્ન થાય છે
ત્રિશરાવસંપુટ-એક ઊંધું શકોરું તેના ઉપર એક ચત્તું શકોરું અને એક ઊંધું શકોરાનો આકાર
બૈરાશિક-જીવ, અજીવ અને નોજીવ એમ ત્રણ પ્રકારના પદાર્થોના અસ્તિત્વમાં માનનાર સંપ્રદાય, જે રોહગુપ્તથી શરૂ થયો.
દક્ષિણ લોકાર્ધ-સંપૂર્ણ લોકનો દક્ષિણ ભાગ
દેશપૂર્વધર-બારમા દૅષ્ટિવાદના ચૌદ પૂર્વમાંથી દશ પૂર્વનું જ્ઞાન ધરાવનાર દિગમ્બર-જૈનોનો એક સંપ્રદાય જેમાં સાધુઓ સંપૂર્ણ નગ્ન રહે છે.
169