Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 226
________________ 170 પરિશિષ્ટ-૭ દીક્ષા-સંયમ અર્થાત્ પાંચ મહાવ્રતનું પાલન કરવાની પ્રતિજ્ઞા દેવલોક-દેવોનું નિવાસસ્થાન દેશના-તીર્થકર, ચૌદ પૂર્વધર અથવા દશપૂર્વધરનું પ્રવચન દેવકુરુ-મેરૂ પર્વતની દક્ષિણે આવેલ યુગલિક ક્ષેત્ર દ્વાદશાંગી-આચારાંગ વગેરે બાર અંગ સ્વરૂપ આગમનો સમૂહ ધર્માસ્તિકાય (ધર્મ)-પદાર્થ અને જીવને ગતિમાં સહાયક દ્રવ્ય ધાતકીખંડ-જંબુદ્વીપ પછીનો બીજો વલયાકાર દ્વીપ નરક-નારકના જીવોનું સ્થાન નરકાવાસ-નારકીના જીવોને રહેવાનું મકાન નવ રૈવેયક- ગ્રીવાના સ્થાને રહેલ નવ પ્રકારના દેવો નંદીશ્વર દ્વીપ-આઠમો દ્વીપ, નારીકાન્તા, નરકાન્તા-રમ્ય ક્ષેત્રમાં આવેલી બે નદીઓ નારકી-નરકના જીવો નિમ્નગા (નિમગ્ન જલા)- વૈતાઢ્ય પર્વતની ગુફાની એક નદી નિશ્ચય કાળ-પદાર્થના સૂક્ષ્મ પર્યાયમાં પરિવર્તનના કારણ સ્વરૂપ કાળ. નિષધ પર્વત-જંબુદ્વીપમાં મહાવિદેહની દક્ષિણે આવેલ એક પર્વત નીલ પર્વત-જંબુદ્વીપમાં મહાવિદેહની ઉત્તરે આવેલ એક પર્વત નોજીવ-રોહગુપ્ત સ્થાપિત કરેલ ત્રિરાશિમાંનો એક કાલ્પનિક પદાર્થ પા સરોવર-લઘુહિમવાન પર્વત ઉપર આવેલ સરોવર પંચેન્દ્રિય-પાંચ ઇન્દ્રિય- ત્વચા, જીલ્લા, નાક, ચક્ષુ અને કાન ધરાવનાર જીવ પભાસ-ભરતક્ષેત્રની દક્ષિણે લવણ સમુદ્રમાં આવેલ એક તીર્થ પરમાત્મા- તીર્થકર અથવા અરિહંત જેવા શ્રેષ્ઠ આત્મા પરલોક-મૃત્યુ બાદ જ્યાં જીવ ઉત્પન્ન થાય તે જન્મ્યા પર્યાય-પદાર્થ અથવા જીવની વિભિન્ન અવસ્થાઓ

Loading...

Page Navigation
1 ... 224 225 226 227 228 229 230 231 232