Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
53 ૫. વિષુવવૃત્ત ઉપર ૧૨-૧૨ કલાકના દિવસ રાત કઈ રીતે
હોય છે? | અમેરિકાથી જાપાન જનાર વિમાન પ્રશાંત મહાસાગર
ઉપરથી ઉડીને જાય છે અને વહાણ-સ્ટીમર પણ પ્રશાંત મહાસાગર ઉપરથી જાય છે તો પૃથ્વીને થાળી
જેવી ગોળ કઈ રીતે કહી શકાય ? ૭. ધ્રુવ તારો શું મેરૂ પર્વતનું શિખર છે ? ૮. શાસ્ત્રમાં બતાવેલ ગંગા-સિધુ નદીઓ ક્યાં છે?
ગંગા નદીનો પટ પ્રમાણાંગુલથી ૬૨.૫ યોજન પહોળો છે અર્થાત્ ૮ લાખ કિલોમીટર પહોળો છે,
જ્યારે વર્તમાન પૃથ્વીનો વિષુવવૃત્ત ઉપરનો ઘેરાવો
માત્ર ૫૦ હજાર કિલોમીટર છે. વિ.સં. ૨૦૬૧, મહા સુદ-૪ના દિવસે અયોધ્યાપુરમ્ તીર્થમાં પ. પૂ. આચાર્યશ્રી જિનચંદ્રસાગરસૂરિજી મ. સાથે આમાંના કેટલાક પ્રશ્નોની ચર્ચા કરી હતી. જે રીતે મને આ પ્રશ્નો મુંઝવતા હતા, તે જ રીતે તેઓને પણ આ પ્રશ્નો મુંઝવતા હતા. હું તેમને પૂછવા ઇચ્છતો હતો, તો તેઓ મારી પાસેથી સમાધાન મેળવવા ઇચ્છતા હતા. ટૂંકમાં, મારી પાસે કે તેમની પાસે આ પ્રશ્નોનું કોઈ સમાધાન હતું નહિ. આ બધા પ્રશ્નોના જવાબ આપણી પાસે નથી ત્યારે કોઈક “બાબાવાક્ય પ્રમાણે” કહી સંતોષ માને છે તો કોઈક વળી શાસ્ત્રોને કપોળકલ્પિત કહી જવાબદારીમાંથી છટકી જાય છે. પરંતુ કોઈ જ આ અંગે ગંભીરતાથી વિચારવાની વાત કરતું. નથી. તે ખરેખર ખેદજનક છે. યાદ રહે કે આપણી જૈન ભૂગોળ-ખગોળ ગમે તેટલી સાચી હોય છતાં વર્તમાનમાં તેનો કશો જ ઉપયોગ નથી કે તે પ્રમાણે