Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture

View full book text
Previous | Next

Page 205
________________ પરિશિષ્ટ-૧ 149 જો પદાર્થ શ્યામ-ગર્તમાં પ્રવેશે તો તે ક્યારેય બહાર આવી શકતો નથી. ગણિતના આધારે એવી કલ્પના કરવામાં આવી છે કે શ્યામ-ગર્તની પેલે પાર પણ એક દુનિચા અર્થાત્ વિશ્વ છે અને તે આપણા વિશ્વ જેવું જ છે. માત્ર અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવું છે તેથી તેને પ્રતિવિશ્વ (Anti-universe) કહે છે. અલબત્ત, અરીસામાં દેખાતું આપણું કે કોઈપણ પદાર્થનું પ્રતિબિંબ આભાસી જ હોય છે. જેને અંગ્રેજીમાં વર્ચ્યુઅલ (Virtual) કહે છે. પરંતુ ભૌતિકશાસ્ત્રનું આ પ્રતિવિશ્વ આભાસી અર્થાત્ વર્ચ્યુઅલ નથી. તેનું ભૌતિક અસ્તિત્વ છે જ, એવું આજના ભૌતિકશાસ્ત્રીઓ કહે છે. આજના વિજ્ઞાનીઓની માન્યતા મુજબ પ્રતિદ્રવ્યમાંથી જ પ્રતિવિશ્વનું નિર્માણ થયેલ છે. પ્રતિદ્રવ્યમાં પ્રોટોન &ણભારવાળો હોય છે અને ઇલેક્ટ્રોન ધનભારવાળો હોય છે. અલબત્ત, આ તેમની માન્યતા છે, ગાણિતિક સત્ય છે. વાસ્તવમાં તેઓએ પણ આ પ્રકારની કલ્પના જ કરી છે. કોઈએ પ્રત્યક્ષ જોયું નથી કે અનુભવ કર્યો નથી. આગળ જણાવ્યું તે પ્રમાણે જૈન દર્શનમાં લોકના વર્ણનમાં મેરૂ પર્વતની દક્ષિણે જેવું વિશ્વ છે તેવું જ મેરૂ પર્વતની ઉત્તરે પણ છે. માત્ર તેની દિશા ભરતક્ષેત્રની દિશા કરતાં ઉલટી છે. અર્થાત અરીસામાં દેખાતા પ્રતિબિંબ જેવું જ તે વિશ્વ છે વળી જોવાની ખૂબી એ છે કે આજના ભૌતિકશાસ્ત્રીઓનું પ્રતિવિશ્વ તો માત્ર તેમની કલ્પના છે, જ્યારે જૈન દર્શનમાં દર્શાવેલ પ્રતિવિશ્વ તો વાસ્તવિક છે અને તે કેવળજ્ઞાની તીર્થકરો એ પોતાના અતીન્દ્રિય જ્ઞાનમાં પ્રત્યક્ષ અર્થાત્ આત્મપ્રત્યક્ષ રીતે જોયું છે. તેથી તે કાલ્પનિક નથી. એટલું ખાસ ધ્યાનમાં રાખવું. કેવળજ્ઞાની તીર્થકરો સમગ્ર બ્રહ્માંડમાં જેનું અસ્તિત્વ છે તેવા પદાર્થોનું જ નિરૂપણ કરે છે. જેનું કોઈ અસ્તિત્વ નથી તેવા પદાર્થોનું નિરૂપણ તેઓ ક્યારેય કરતા નથી. માટે મેરૂ પર્વતની ઉત્તરે રહેલ વિશ્વ એ પ્રતિવિશ્વ છે અને તે વાસ્તવિક છે, કાલ્પનિક નથી.

Loading...

Page Navigation
1 ... 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232