Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
96
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? જ રહેશે. દા. ત. વીસમી સદીના મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઈન્સ્ટાઈને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંતની શોધ કરી અને તે પ્રમાણે તેણે સૂર્ય જેવા પ્રબળ દ્રવ્યમાન ધરાવતા તારાઓના ગુરુત્વાકર્ષણ બળ અને ક્ષેત્ર અંગે સંશોધન કર્યું ત્યારે તેણે સૂર્યને એક ઠંડા તારા તરીકે અને પોતાની ધરી પર પરિભ્રમણ કરતો નથી તેવું સ્વીકારીને સમીકરણો આપ્યાં, વાસ્તવમાં સૂર્ય પ્રકાશના સ્વરૂપમાં ગર્મી અને શક્તિ ઉત્સર્જિત કરે છે, તેથી તેના દ્રવ્યમાનમાં થોડો પણ ઘટાડો થાય છે. અને તેથી તેના ગુરુત્વાકર્ષણ બળ અને ક્ષેત્રમાં પણ ઘટાડો થાય છે. સૂર્યના પરિભ્રમણના કારણે કેટલો ઘટાડો થાય છે તેનું ગણિત તેના પછી સ્વાચીલ્ડ (Schwarzchild) નામના વિજ્ઞાનીએ આપ્યું. અને પ્રકાશના સ્વરૂપમાં ગર્મી અને શક્તિના ઉત્સર્જનના કારણે ઉત્પન્ન થતા ઘટાડાનું ગણિત ડૉ. પી. સી. વૈદ્ય આપ્યું. તે જ રીતે જૈન ભૂગોળ-ખગોળમાં ઉત્પન્ન થતા પ્રશ્નોનો ઉકેલ આગામી સંશોધકો આપશે એવી આશા રાખવી અસ્થાને નથી.
અમે આપ સૌને એ બતાવવા માગીએ છીએ કે આગમોમાં લોકનું જ સ્વરૂપ બતાવ્યું છે તે સંપૂર્ણપણે સાચું જ છે. તેમાં જરા પણ શંકા કરવાની જરૂર નથી. જ્યારે ભારતના મૂર્ધન્ય