Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
146
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
વિશેષ પ્રકારે ચિંતન કર્યું છે અને તે દરેકના પ્રત્યુત્તર આપ્યા છે. આ માટે વાચકોને તેમનું હિન્દી પુસ્તક વાંચવાની ભલામણ કરું છું.
આ મૂળ પદ્ધતિની સમજ આમ તો વાચક ઉમાસ્વાતિ પૂર્વે જ લુપ્ત થઈ ગઈ હતી. કારણ કે વાચક ઉમાસ્વાતિએ પણ તેમના તત્ત્વાર્થ સૂત્રમાં ચોથા અધ્યાયમાં “સૂર્યાશ્ચન્દ્રમસો-ગ્રહ-નક્ષત્રપ્રકીર્ણ તારકાશ્ચ ।। મેરૂપ્રદક્ષિણા નિત્યગતો નૃલોકે ।। તત્કૃતઃ કાલવિભાગઃ ।।” કરેલી આ ત્રણ સૂત્રની રચના દ્વારા એવો નિર્દેશ પ્રાપ્ત થાય છે કે વાચક શ્રી ઉમાસ્વાતિ પૂર્વે જ લોકનું સ્વરૂપ ભૌગોલિક સ્વરૂપ તરીકે સ્થાપિત થઈ ચૂક્યું હતું. એટલું જ નહિ પરંતુ શ્વેતાંબર અને દિગંબરના બે ભાગલા પડચા તે પહેલાંથી મૂળ સાંખ્યિકી પદ્ધતિની સમજ લુપ્ત થઈ ચૂકી હતી. તે કારણથી જ દિગંબર પરંપરામાં પણ આ જ પ્રમાણે વર્ણન મળે છે. આ કારણે જ આ સમજનો સંદર્ભ શાસ્ત્રમાં કદાચ ક્યાંય મળવાની સંભાવના પણ નથી. એમ છતાં સાંખ્યિકી પદ્ધતિની આ સમજ જૈન ભૂગોળ-ખગોળના વર્તમાન ભૂગોળ-ખગોળ સાથેના વિસંવાદને દૂર કરી આપણી મૂળ ભૂગોળ-ખગોળ ઉપર દરેક શ્રાવક શ્રાવિકા તથા સાધુસાધ્વીની શ્રદ્ધાને ઢ કરશે અને નવી પેઢી તથા બુદ્ધિજીવી વર્ગના પ્રશ્નોના સમાધાન આપશે અને તે સાથે સર્વજ્ઞ એવા તીર્થંકરોની વાણી ઉપર પણ શ્રદ્ધા પેદા કરશે.
-