Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
143
જૈનદર્શનમાં કેટલાક વિલક્ષણ પદાર્થો અને જીવો અથવા તીર્થકરને મગજનો ઉપયોગ કરવાનો હોતો નથી. એ અવસ્થામાં મનનો કોઈ ઉપયોગ હોતો નથી. તે સત્યનો અને અરૂપી આત્માનો સીધો અનુભવ કરે છે અને તે શબ્દોમાં વ્યક્ત કરે છે. આ માટે તેઓ કોઈ ગણતરી કરતા નથી. વળી મોહનીય કર્મના અભાવમાં તેમને આ રીતે ગણતરી કરવાની કોઈ ઈચ્છા પણ થતી નથી. તેઓ માત્ર આત્માની શુદ્ધિની જ વાત કરે છે. તેઓ માત્ર પોતાના શિષ્યો દ્વારા પૂછાયેલ જીવોના પ્રકાર અને સ્થાન સંબંધી પ્રશ્નોના ઉત્તર આપે છે, એટલા પૂરતું જ લોકના સ્વરૂપનું મહત્ત્વ છે. કેવલીને મનનો ઉપયોગ ન જ હોય, એવું નથી. જ્યારે સર્વાર્થસિદ્ધ વિમાન કે અનુત્તરવાસી દેવ કેવળજ્ઞાની તીર્થંકર પરમાત્માને ત્યાં રહ્યા રહ્યા જ પ્રશ્ન પૂછે છે ત્યારે મન દ્વારા જ તે તેનો જવાબ આપે છે અને નિર્મળ અવધિજ્ઞાન ધરાવતા તે દેવ મનોવર્ગણાના પરમાણુ સમૂહને જોઈ પોતાના પ્રશ્નનો ઉત્તર મેળવી લે છે. તેથી જ્યારે કોઈ લોક સંબંધી પ્રશ્ન પૂછે ત્યારે સ્વાભાવિક જ મન કે મગજના ઉપયોગ વગર જ અથવા સહજ સ્વરૂપે તે સાંખ્યિકી પદ્ધતિમાં જ જવાબ આપે છે, તે માટે તેઓને મગજનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.
સારાંશ :
સૌપ્રથમ લોકના સ્વરૂપનું અર્ઘટન કરતા પૂર્વે પ્રાચીન કાળમાં તે સમયે પ્રચલિત બ્રહ્માંડમાં રહેલા પદાર્થોને રજૂ કરવાની પદ્ધતિને સમજવી આવશ્યક અને મહત્ત્વનું છે. અન્યથા કોઈપણ સ્થળના, પ્રદેશના કે ખંડના ચોક્કસ સ્થાન, અંતર અને માપ જે પરંપરાગત રીતે આપણને પ્રાપ્ત છે તે અનુસારે તેને પ્રસ્તુત ચાર્ટમાં વર્તમાન પૃથ્વીની સાથે સરખાવી શોધવાની મહેનત