Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
122
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? ગંગા નદીની પૂર્વમાં બર્મા સિંગાપુર પ્રદેશ પૂર્વ તરફના એક ખંડ તરીકે હિમાલયની (વેતાર્ચની) દક્ષિણે ગણી શકાય. અને હિમાલયની ઉત્તરે રશિયા અને ચીન વગેરે ઉત્તર તરફના ત્રણ ખંડ તરીકે ગણી શકાય. આ રીતે ભરતક્ષેત્રના છયે ખંડ માત્ર એશિયા ખંડમાં જ પૂરા થઈ જાય છે. આ અંગે પુનઃ દલીલ કરતાં તેઓ કહે છે કે મહાભારતમાં કર્ણની વિજયયાત્રાનું જે વર્ણન આવે છે તે પણ આજની ભૌગલિક સ્થિતિનું જ વર્ણન કરે છે. જ્ઞાતાધર્મકથામાં પ્રાપ્ત દ્રોપદીના સ્વયંવરમાં આવેલ રાજાઓના ર૫.૫ આર્ય દેશનો સમાવેશ આજના ભારતમાં જ થઈ જાય છે. પૌરાણિક સાહિત્યમાં પ્રાપ્ત વર્ણન પ્રમાણે શ્રી પ્રમોદ મુનિની વાત સંપૂર્ણપણે સાચી છે. પરંતુ તે સાહિત્યને તે કાળની ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે સત્ય હોવા છતાં જૈન પંરપરામાં પ્રાપ્ત આગમ સાહિત્યમાં આવતા જંબુદ્વીપ વગેરેના વર્ણન સાથે તેનો કોઈ મેળ મળતો નથી. તેથી આ વર્ણનને તથા વર્તમાન ભારત દેશને સ્થાપના ભરત તરીકે માની લઈએ અને તેમાં નિર્દિષ્ટ એતિહાસિક સ્થાનો આગમ સાહિત્યમાં પ્રાપ્ત જંબુદ્વીપ અને ભરત ક્ષેત્રના સ્થાનોનાં માત્ર નામ સાથેનું સામ્ય સ્વીકારીએ તો જ કાંઈક સમાધાન આપી શકાય અથવા પૌરાણિક સાહિત્યને જે તે કાળની એક કાલ્પનિક કથા સ્વરૂપે ગણી લેવી જોઈએ તેવું ડૉ. જીવરાજ જૈનનું માનવું છે. જેમાં એતિહાસિક અથવા વાસ્તવિક એતિહાસિક સંદર્ભ હોવાની શક્યતા ઓછી છે. આ માટે આપણને વૈજ્ઞાનિક પદ્ધતિએ ભૂસ્તરશાસ્ત્ર અનુસાર પુરાતાત્ત્વિક અવશેષો સ્વરૂપ પુરાવા પ્રાપ્ત થાય તો પૌરાણિક સાહિત્યને વાસ્તવિક સાહિત્ય તરીકે