Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
લોકની સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વ્યાખ્યા
125
પ્રમાણે મુસાફરી કરનારે લવણ સમુદ્રના કિનારે કોઈપણ જાતની દિવાલ અર્થાત્ જગતી જોઈ નથી. તેનું કારણ હવે સ્પષ્ટ છે કે આ વર્ણન સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે છે.
એક અભિપ્રાય અનુસાર આ પ્રકારના સાંખ્યિકી ભૌમિતિક આકારવાળા ભરતક્ષેત્રમાં ભૌગોલિક વિષય વસ્તુનું બતાવવું એટલે કે અધ્યારોપણ કરવું તે માત્ર પરવર્તી આચાર્યોનું કલાત્મક સર્જન માનવું અથવા અજ્ઞાનતાના કારણે આ ભૌગોલિક અધ્યારોપણ થયેલ માનવું જોઈએ.
૫. પર્વત : ભરતક્ષેત્ર સાથે સંબંધ ધરાવતા બે પર્વત છે. એક લઘુહિમવાન પર્વત જે તેની ઉત્તરે સીમા બનાવે છે અને બીજો વૈતાઢ્ય જે તેના બે ભાગ કરે છે. ઉત્તરાર્ધ અને
દક્ષિણાર્ધ. આ બે વિભાગને વૈતાઢ્ય પર્વતની બે ગુફાઓ ખંડપ્રપાતા અને તમિસ્રા જોડે છે. આ ગુફાઓ આઠ યોજન ઊંચી, ૧૨ યોજન પહોળી અને ૫૦ યોજન ઉત્તર-દક્ષિણ લાંબી છે.
જો કે આ પર્વતો સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે ભૌગોલિક પર્વતોના સામૂહિક વર્ગીકૃત ભૌમિતિક આકારમાં સમજવાના છે. વર્તમાન પૃથ્વી ઉપર આવેલ પર્વતો અને નદીઓને તેના અસલ સ્વરૂપમાં દર્શાવવું સાંખ્યિકી પદ્ધતિના વિષય તરીકે આવતું જ નથી. તેથી આ પર્વત સાંખ્યિકી પર્વત છે, વાસ્તવિક નથી. ટૂંકમાં, આ પર્વતોને
ભૌગોલિક પર્વત તરીકે લેવાના નથી.
૬. નદીઓ : લઘુહિમવાન પર્વત ઉપરના પદ્મ સરોવરમાંથી નીકળતી ગંગા અને સિન્ધુ નામની બે નદીઓ વૈતાઢ્ય પર્વતને ભેદીને અને ત્યારબાદ લવણસમુદ્રની જગતીને