Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
106
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? આગમોમાં દર્શાવેલ લોકનું સ્વરૂપ સર્વજ્ઞ પ્રણિત સાંખ્યિકી ચાર્ટરૂપે છે અને તેથી તે સત્ય જ છે. તેને અસત્ય કહી તેની આશાતના કરવી નહિ. આ ચાર્ટ પૃથ્વીના વાસ્તવિક સ્વરૂપ તરીકે અર્થાત્ ભૌગોલિક નકશા રૂપે નથી. તે વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે. જંબુદ્વીપમાં દર્શાવેલ મનુષ્યક્ષેત્ર તો આપણી નિહારિકા અને આકાશગંગા રહેલ માનવવસ્તીયુક્ત પથ્વી કેટલી છે? તેનો માત્ર નિર્દેશ કરે છે. જંબુદ્વીપના સાંખ્યિકી વર્ણનમાં પ્રાપ્ત માહિતી નીચે પ્રમાણે છે. આગમિક પરંપરા અનુસાર આપણે જૈનદર્શનમાં આપેલ લોકના ચિત્ર અંગે સાંખ્યિકી પદ્ધતિ અનુસાર વર્ણન બરાબર કરીએ છીએ પરંતુ જ્યારે તેનું અર્થઘટન કરવાનું આવે ત્યારે આપણી અજ્ઞાનતાવશ તેને ભૌગોલિક પદ્ધતિ પ્રમાણે કરીએ છીએ, જે નિતાંત ખોટું છે. તેને ભગવાન મહાવીરે દર્શાવેલ મૂળ સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણે સમજવું અને બીજાને સમજાવવું તે મિથ્યાત્વમાંથી બહાર નીકળવા બરાબર છે. આ સાંખ્યિકી પદ્ધતિ પ્રમાણેની જંબુદ્વીપની સમજ ડૉ. જીવરાજ જેને નીચે પ્રમાણે આપી છે. તેના કુલ દશ મુદ્દા છે. ૧. આકાર : (૧) જૈન ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે જંબુદ્વીપને
એક રથના પૈડાં સ્વરૂપે સરસ રીતે વિવિધ પર્વતો, નદીઓ વગેરે દ્વારા સુશોભિત કરીને એક થાળી આકારમાં દર્શાવેલ છે. અને તે વલયાકાર લવણ સમુદ્ર દ્વારા વેષ્ટિત બતાવ્યો છે. તેનો વિસ્તાર ૧ લાખ ચોજન બતાવ્યો છે. જ્યારે લવણ સમુદ્રનો વિસ્તાર બે લાખ યોજન દર્શાવ્યો છે. અને ભરત, હેમવત, હરિવર્ષ, મહાવિદેહ, દેવકુરુ, ઉત્તરકુરુ, રમ્ય, હરણ્યવત અને એરવત એમ કુલ નવ ક્ષેત્રમાં વિભાજિત કરેલ છે. વળી આ પ્રકારના ક્ષેત્રના વિભાજન માટે વિભિન્ન