Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
98
શું જેન ભુગોળ-ખગોળ સાચી છે ? જ્યારથી આઇન્સ્ટાઇને સામાન્ય સાપેક્ષતા સિદ્ધાંત(General Theory of Relativity-GTR)ની શોધ કરી અને તેના આધારે બ્લેક હૉલ શોધાયાં અથવા તેની કલ્પના કરવામાં આવી ત્યારથી દ્રવ્ય (Matter) અને પ્રતિદ્રવ્ય (Anti-matter) તથા વિશ્વ (Universe) અને પ્રતિવિશ્વ(Anti-universe)ની પણ કલ્પના કરવામાં આવી. આજના વિજ્ઞાનીઓની માન્યતા પ્રમાણે આ પ્રતિવિશ્વ (Anti-universe) Anti-matterનું બનેલ છે. બ્લેકહૉલની આ તરફનું વિશ્વ આપણું સામાન્ય વિશ્વ છે અને
બ્લેક-હૉલમાંથી પસાર થઈ ગયા પછી સામેની તરફનું વિશ્વ એ પ્રતિવિશ્વ છે. જે આપણા વિશ્વ જેવું જ છે પરંતુ તે અરીસાના પ્રતિબિંબ જેવું છે. જો કે અરીસામાંનું પ્રતિબિંબ આભાસી હોય છે જ્યારે આ પ્રતિવિશ્વ (Anti-universe) વાસ્તવિક છે.
SINGULARITY
ACCRETIO,
EVENT HORIZON
SPACE-TIME CURVATUR
Singularity & Event Horizon
Singularity
Event Horizon