Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
64
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
મનુષ્યો શીંગડા અને પૂંછડા ધરાવે છે, તે રીતે તે વિચિત્ર આકૃતિવાળા છે. વળી તેઓ મનુષ્ય આયુષ્ય ભોગવતા હોવા છતાં પશુ જેવું જીવન જીવે છે.
ઉપર બતાવ્યું તે પ્રમાણે અઢીદ્વીપમાં પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહક્ષેત્રની ૧૬૦ વિજય, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અન્તર્રીપ મળી કુલ ૨૫૬ ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે. જો કે પાંચ મહાવિદેહની ૧૬૦ વિજયને અલગ ન ગણીએ તો ૧૦૧ ક્ષેત્રમાં મનુષ્યની વસ્તી છે.
આ જ તિÁલોકમાં સમભૂતલા પૃથ્વીથી ૭૧૦ યોજનથી ૯૦૦ ચોજનમાં ઊંચે જ્યોતિષ્મચક્ર આવેલ છે અને તેમાં રહેલ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારા મેરૂપર્વતની પ્રદક્ષિણા કરે છે. આ જ્યોતિષ્મચક્રનું વિશેષ સ્વરૂપ આગળ બતાવી દીધું છે, તેથી તેની પુનરુક્તિ કરતા નથી.
शनि
मंगल
गुरु
शुक्र
बुध
નક્ષત્ર
चंद्र
सूर्य
वारा मंडळ
જ્યોતિકચક્ર
goo
योजन
८९७ योजन
८९४ योजन
८९१ योजन
८८८ योजन
८८४ योजन
८८० योजन
८०० योजन
७९० योजन