Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
66
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? નીચેના એક યોજનના છઠ્ઠા ભાગમાં છે. ઉદ્ગલોકનું ઘન ફળ ૧૪૭ ઘનરજૂ છે. સમગ્ર લોકનું ઘનફળ ૩૪૩ ઘન રજૂ બતાવ્યું છે. આ છે જૈન દર્શન અનુસાર બ્રહ્માંડનું સ્વરૂપ. જ્યારે આધુનિક વિજ્ઞાન અનુસાર બ્રહ્માંડનું સ્વરૂપ આનાથી તદ્દન ભિન્ન છે. બંનેમાં કોઈ જ જાતનો મેળ મળતો ન હોવાથી જૈન પરંપરાના શ્રાવક-શ્રાવિકા તથા સાધુ-સાધ્વી તે અંગે મુંઝવણ અનુભવે છે અને નવી પેઢીના જિજ્ઞાસુ યુવાનોના પ્રશ્નોના ઉત્તર આપી શકતા નથી. વર્તમાન વિજ્ઞાન અનુસાર પૃથ્વી આપણી ગ્રહમાળાનો એક ગ્રહ જ છે, તે અન્ય મંગળ, બુધ વગેરે ગ્રહોની માફક સૂર્યની પ્રદક્ષિણા કરે છે અને તેનો કાળ આધુનિક વિજ્ઞાનની ગણતરી પ્રમાણે ૩૬૫ દિવસ અને ૧૫ ઘડી, રર પળ, પ૩ વિપળ અને ૫૧ પ્રતિવિપળ છે. અર્થાત્ ૩૬૫ દિવસ, ૬ કલાક, ૯ મિનિટ, ૯ સેકંડ અને ૩૨ પ્રતિસેકંડથી કાંઈક વધુ છે, જ્યારે જૈન ગણિત પ્રમાણે ૩૬૫ દિવસ, પ કલાક, ૪૮ મિનિટથી કાંઈક વધુ છે. જેને સ્થૂલ દૃષ્ટિએ ૩૬૫ દિવસ અને ૬ કલાક ગણવામાં આવે છે. આપણી ગ્રહમાળામાં બુધ, મંગળ, પૃથ્વી, શુક, ગુરૂ, શનિ, હર્ષલ, નેપ્યુન, પ્લેટો વગેરે ગ્રહો આવેલ છે તે બધા જ સૂર્યની પરિક્રમા કરે છે. આપણી ગ્રહમાળાનો વિસ્તાર પણ એક ત્રિલિયન અર્થાત્ ૧૦ અબજ કિલોમીટરનો છે. આપણો સૂર્ય પણ આપણી ગેલેક્સીના કેન્દ્રની આસપાસ પરિભ્રમણ કરે છે. આપણી ગ્રહમાળાની પેલે પાર અન્ય તારાઓ છે અને તેની પોતાની ગ્રહમાળા હોવાનો સંભવ છે. આપણી આકાશગંગા એક પ્રકારની ગેલેક્સી જ છે, આ સિવાય અન્ય નિહારિકાઓ પણ છે, જેમાં અબજો તારા આવેલ છે. તે પણ ઘણા પ્રકાશવર્ષનો વિસ્તાર ધરાવે છે. વળી તે અહીંથી તેટલા જ પ્રકાશવર્ષ દૂર છે. તો આપણી આકાશગંગાનો વિસ્તાર એક