Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
જૈન ભૂગોળ-ખગોળ ઃ એક નૂતન રજૂઆત
પ.પૂ. શાસનસમ્રાટ આ. શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મ.ના સમુદાયના પ. પૂ. આ. શ્રીવિજયનંદિઘોષસૂરિજી છેલ્લા ૪૦ વર્ષથી જૈનદર્શનનાં વૈજ્ઞાનિક પાસાનું અધ્યયન, મનન, ચિંતન કરી રહ્યા છે. તેમણે આ અંગે ઘણું સંશોધન કર્યું છે અને તે પ્રકાશિત થયું છે. આ કારણે તેઓ જૈન ધર્મના વિજ્ઞાની મુનિ તરીકે પ્રતિષ્ઠિત થયા છે.
જૈન ભૂગોળ-ખગોળ અંગે હાલની નવી પેઢીને મુંઝવતા ઘણા પ્રશ્નોના સમાધાન સ્વરૂપે જમશેદપુર-ટાટાનગરસ્થિત વિજ્ઞાની ડૉ. જીવરાજ જૈને રજૂ કરેલ એક નવી જ સમજૂતી અંગે વિચારણા કરી તેઓ પુસ્તક સ્વરૂપે રજૂ કરે છે. આ પુસ્તક જૈન ભૂગોળ-ખગોળને એક નવા જ પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે. તેનાથી આજના બુદ્ધિજીવી વર્ગની આ સંબંધી ઘણી શંકાઓ દૂર થાય છે.
વર્તમાન વિજ્ઞાન સંદર્ભે વર્તમાન યુવા પેઢી સમક્ષ જૈન ભૂગોળ-ખગોળ અંગે કોઈ નક્કર, વિજ્ઞાનસંમત, તર્કસંમત અને આગમસંમત સમાધાન આપવાની જરૂરિયાત ઊભી થઈ છે. પ્રાચીન કાળ અર્થાત્ ૨૦૦૦-૨૫૦૦ વર્ષ જૂના પૃથ્વીના નકશા ઉપલબ્ધ છે, જેમાં પૃથ્વી પરના વિભિન્ન શહેરોનાં અંતરો વગેરે અત્યારના નકશામાં જે રીતે બતાવ્યાં છે, તે જ રીતે બતાવ્યાં છે. તેથી ભગવાન મહાવીરસ્વામિએ જે કાંઈ બતાવ્યું તેની તે