Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
'જૈન ભૂગોળ-ખગોળ : કેટલીક શંકાઓ અને પ્રશ્નો
ખરીદેલી. તથા તેના ટ્રસ્ટના ટ્રસ્ટી પણ હતા. આ જ કારણે
જ્યારે મારી દીક્ષા લેવાની ઈચ્છા પ્રબળ થઈ ત્યારે સંસારી પક્ષે મામાની રજા આવશ્યક હતી. આ સમયે શ્રી અભયસાગરજી મહારાજ પાલીતાણામાં સાહિત્યમંદિર ઉપાશ્રયે બિરાજમાન હતા અને હું પાલીતાણા યાત્રા કરવા ગયેલ ત્યારે મારા કહેવા થી
જ તેઓશ્રીએ મારા સંસારી મામા શ્રી રતિલાલ પાનાચંદ ગાંધીને એક પોસ્ટકાર્ડ લખીને સૂચના કરી કે તમારો ભાણેજ ચિ. નિર્મળ અહીં ચાત્રા કરવા આવેલ છે અને તેની પરમ પૂજ્ય પંન્યાસ શ્રીસૂર્યોદયવિજયજી પાસે ખંભાત મુકામે દીક્ષા લેવાની ભાવના છે. તો તમે તેને સંમતિ આપશો. આમ દીક્ષાની સંમતિ મેળવવામાં
તેઓનો અગત્યનો ફાળો હતો. તે પછી પણ અમદાવાદ, વગેરે સ્થાનોએ અવારનવાર તેમનો સંપર્ક થતો અને તેમના જ્ઞાનનો લાભ મળતો રહેતો. દીક્ષા બાદ દીક્ષાના પ્રથમ વર્ષે જ પર્યુષણામાં શ્રી કલ્પસૂત્રનાં વ્યાખ્યાન વાંચવાની જવાબદારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીવિજયનંદનસૂરીશ્વરજી મહારાજે તથા પૂજ્ય ગુરૂદેવ શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજે સોં પી. ત્યારે ગણધરવાદ માટે અધ્યાત્મયોગી પરમ પૂજ્ય મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ લિખિત “વિજ્ઞાન અને અધ્યાત્મ” પુસ્તકનું વાંચન-ચિંતન કરવાનો અવસર મળ્યો. જેમાં આત્મા, પરલોક, પુણ્ય-પાપ, કર્મ વગેરેની વૈજ્ઞાનિક વિચારણા કરવામાં આવેલ. તેમના આ પુસ્તકથી મારા જ્ઞાનમાં તો વધારો થયો જ પણ સાથે સાથે જૈનદર્શન અને આધુનિક વિજ્ઞાન અંગે તુલનાત્મક તથા સમીક્ષાત્મક લેખો લખવાની પણ પ્રેરણા પ્રાપ્ત કરી. ત્યારબાદ વડીલ ગુરૂબંધુ પરમ પૂજ્ય આચાર્યશ્રી વિજયશીલચંદ્રસૂરિજી મહારાજ પાસે સંસ્કૃત વ્યાકરણ, સિદ્ધહેમ લઘુપ્રક્રિયા અને તે