Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
26
'શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે? આર્યભટ્ટે સ્પષ્ટરૂપે કહ્યું હતું કે પૃથ્વી દડા જેવી અર્થાત્ કદમ્બના પુષ્પ જેવી ગોળ છે. જ્યારે પશ્ચિમી જગતમાં કોપરનિક્સ ૧૫મી સદીમાં સર્વપ્રથમવાર જ એ જાહેર કર્યું હતું. આ રીતે ખગોળમાં ભારતીય પ્રજા પશ્ચિમી લોકો કરતાં ઘણા વર્ષો પૂર્વે અધ્યયન કરતી હતી.
પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, તેથી દિવસ-રાત્રિ થાય છે. વર્તમાન કાળે વિમાન પૃથ્વીની ચારે તરફ પ્રદક્ષિણા કરી શકે છે. ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિભ્રમણ કરે છે, તે રીતે તે પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે.
आर्यभट्ट: गणितज्ञ और खगोलशास्त्री
NICHOLAS COPERNICUS
1473 1543
તો બૃહત્ ક્ષેત્ર સમાસના રચયિતાએ જણાવ્યું છે કે – - जह जह समये समये पुरओ संचरइ भक्खरो गयणे । तह तह इओवि नियमा जायइ रयणीय भावत्थो ।।१।।