Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
[53] | ૩. પદાર્થની કોઈ પણ અવસ્થા સમગ્ર બ્રહ્માંડમાં ગમે ત્યાં હોય, ચાહે તે તારાઓના ગર્ભમાં હોય કે ગ્રહોના કેન્દ્રમાં હોય તેને એક સાથે કોષ્ટકમાં મૂકીને ચિત્રલિપિ દ્વારા પ્રદર્શિત કરવામાં આવે તો સરળતાથી સમજાવી શકાય છે અને તેના આધારે લોકનું ચિત્ર બનાવી શકાય છે, જે હસ્તપ્રતોમાં દર્શાવેલ ચૌદ રાજલોક જેવું બને છે.
૪. ઉપર બતાવેલ દરેક અવસ્થાવાળા પદાર્થ સીમિત અર્થાત્ મર્યાદિત છે. અને તેથી વિશ્વ અર્થાત્ બ્રહ્માંડનું પ્રમાણ પણ મર્યાદિત છે અને તે જ વાત ચૌદ રાજલોકના ચિત્ર દ્વારા દર્શાવવામાં આવી છે. આજનું વિજ્ઞાન પણ આ જ વાત દર્શાવે છે. પુદ્ગલ પદાર્થનો કુલ જથ્થો નિયત છે. તેમાં ક્યારેય વધારો કે ઘટાડો થઈ શકતો નથી કે કરી શકાતો નથી અને તેથી જ નવી ઉર્જા પણ ઉત્પન્ન કરી શકાતી નથી કે જુની ઉર્જાનો નાશ કરી શકાતો નથી. માત્ર તેનું રૂપાંતર જ થાય છે. તે રીતે પદાર્થનું માત્ર સ્વરૂપ જ બદલાય છે. (Matter and energy can be neither created nor destroyed) | ૫. અઢી દ્વીપમાં દર્શાવેલ મનુષ્યની વસ્તીવાળી જગ્યા માત્ર આપણા સૌરમંડળની જ પૃથ્વી નથી પરંતુ સમગ્ર બ્રહ્માંડમાં આવેલી મનુષ્યોની વસ્તીવાળી બધી જ પૃથ્વીઓને સંયુક્તપણે દર્શાવેલી છે. જંબુદ્વીપ પણ આ પ્રકારની ઘણી પૃથ્વીઓનો સમૂહ છે. આપણી પૃથ્વી એ તો પ્રાય: જંબૂઢીપનો એક ભાગ કે ભરતક્ષેત્રનો જ એક ભાગ હોવાની સંભાવના છે.
આ પુસ્તક વ્યાપક સ્તરે માન્ય બને તે માટે સૌપ્રથમ પ. પૂ. શાસનસમ્રાટ આ. શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના વડીલ ગચ્છનાયક વિદ્વદ્વર્ય આ. શ્રીવિજયહેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા વડીલ ગુરુબંધુ વિદ્વાન આચાર્ય શ્રી વિજયશીલચંદ્રસૂરીશ્વરજી મ.ના આશીર્વાદ મેળવ્યા છે અને તેઓએ પ્રસ્તુત પુસ્તકને સાદંત તપાસી આપેલ છે. તેરાપંથના અગ્રણી વિદ્વાન પ્રોફેસર મુનિશ્રી મહેન્દ્રકુમારજીનો અભિપ્રાય પણ પ્રાપ્ત થયો છે. તો સ્થાનકમા વિદ્વાન મુનિશ્રી પ્રમોદ મુનિજી એ સંપૂર્ણ પુસ્તક વાંચી કેટલીક ક્ષતિઓ તરફ અંગુલિનિર્દેશ કરતાં તે ક્ષતિ દૂર કરેલ છે અને તેમનો પણ