Book Title: Is Jain Geography Astronomy True
Author(s): Nandighoshsuri, Jivraj Jain
Publisher: Research Institute of Scientific Secrets from Indian Oriental Scripture
View full book text
________________
શું જૈન ભૂગોળ-ખગોળ સાચી છે?
(47) ચર્ચાઓ થતા જૈન ભૂગોળ ઉપર સંશોધન કરવાની ભાવના પુન:જાગૃત થઈ આવી અને આ વિષયમાં ઊંડા ઉતરતા ગયા. જૈન આગમ સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જંબૂદ્વીપપ્રજ્ઞપ્તિ આદિ ગ્રંથોનો અભ્યાસ કરતા ગયા.
આ અભ્યાસ દરમિયાન આચાર્યશ્રીએ અનુભવેલી સહુથી મોટી સમસ્યા તો આજની ભૂગોળને સાચી માનવામાં આવે તો જૈન દર્શનની ઘણી માન્યતાઓ અને સિદ્ધાંતો અંગે પુનર્વિચારણા કરવી પડે અથવા કપોળ કલ્પિત માનવી પડે. આ સમસ્યાનું સમાધાન આ ભૂગોળ-ખગોળ વિશે તેયાર કરવામાં આવેલા પુસ્તકમાં જોવા મળે છે. પૂ. આચાર્યશ્રીએ આજની પેઢીને જૈન ભૂગોળ ખગોળ સંબંધી વિજ્ઞાનસંમત, તર્કસંમત, આગમસંમત નક્કર સમાધાન આપવાનો પ્રયાસ કર્યો છે. એ આ પુસ્તકની વિશેષતા છે.
આ પુસ્તકમાં પૂ. આચાર્યશ્રીએ શાસ્ત્રીય ઉદ્ધરણો અને આધુનિક વિદ્વાનોના મતને ટાંક્યા છે. અને એ સિદ્ધ ક્યું છે કે જૈન પરંપરાનું ભૂગોળ અને ખગોળ અન્ય ભારતીય પરંપરાના ભૂગોળ અને ખગોળ કરતા વધુ વ્યવસ્થિત, ગાણિતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. એ જટિલ હોવા છતાં મૌલિક અને આદર્શરૂપ છે.
જૈન ભૂગોળ ખગોળમાં અંકિત ચિત્રોની બાબતે પણ આચાર્યશ્રી જણાવે છે કે જે ચિત્રો જૈન આગમોમાં અને અન્ય પ્રકરણ સાહિત્યમાં ચિત્રાંકિત કરાવ્યા છે અથવા કર્યા છે તે તેમની વિલક્ષણ બુદ્ધિપ્રતિભાના સૂચક છે. આ ચિત્રોમાં ક્યાંય કોઈ ત્રુટિ કે ભૂલ છે નહિ. આ પ્રકારનાં ચિત્રોના નિર્માણનો આધાર શો ? તે બાબતે પણ ચર્ચા કરી છે. અને તે અંગે ડૉ. જીવરાજ જૈનનો હવાલો આપ્યો છે. અહીં એ પ્રાચીન ચિત્રો આપ્યાં છે પરંતુ તેની વૈજ્ઞાનિક ચર્ચા બહુ જ અલ્પ કરી છે. તે અંગે વધુ ચર્ચા કે સ્પષ્ટીકરણ જરૂરી લાગે છે. તેનાથી જિજ્ઞાસુઓને ઘણો લાભ થાય તેમ છે.
વર્તમાન સમયે બ્રહ્માંડના કદ આદિ વિશે પણ ઘણા