________________
૧૦
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત હૃદયગત કરવાની કળા
ચાલ્યા આવતા સ્વાત્માનુભૂતિના પંથને પ્રકાશ્યો છે. આ કારણે હે ગુરુદેવ! તમારો જન્મ જગતને આત્મિક આનંદ પ્રદાન કરનારો છે. પૂજ્ય બહેનશ્રી ચંપાબહેનના કંથન અનુસાર
‘હું પરમાત્મા છું”નો નાદ ગમાંહી ગજાવાહારા, હેલ્પ્ય સકળની સ્વતંત્રતાનો સિદ્ધાંત સમજાવનારા, વીર કથિત સ્વાત્માનુભૂતિનો પંથ પ્રકાશનહારા, ગુરુજી ! મેં તમારો રે, જ્ગતને આનંદ વારો.
૨. રıcıની સંપૂર્ણતા
પોતે પોતાનાં ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ અનંતગુણોનાં પરિપૂર્ણ સામર્થ્યથી ભપુર હોય છે તેને ‘સ્વભાવની સંપૂર્ણતા' કરે છે.
આપણા આત્મસ્વભાવમાં દશય દિશાઓમાં અનંત રીતે વિસ્તરેલા આકાશના પ્રદેશોથી પણ અનંતગુણા ગુણો છે અને એક એક ગુણનું સામર્થ્ય પણ અનંત અનંત છે. અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય જેવા અનંત ગુણો અનંતાનંત સામર્થ્યથી સભર છે અને તે જ સ્વભાવની સંપૂર્ણતા છે.
આપણે જોઈ ગયા તે મુજબ દરેક દ્રવ્ય અને આપણો આત્મા સ્વતંત્ર છે. દ્રવ્યની આ સ્વતંત્રતા તેના સ્વભાવની સંપૂર્ણતાના કારણે જ છે. જો પોતે અપૂર્ણ હોય તો સ્વતંત્રતા સંભવ નહિ અને તે અપૂર્ણતા પૂરી કરવા માટે પરતંત્રતા સંભવી શકે. તેથી સ્વભાવની સંપૂર્ણતા વિના દ્રવ્યની સ્વતંત્રતા
સંભવતી નથી.
સ્વભાવની સંપૂર્ણતા વિના પર્યાયમાં સંપૂર્ણતા પ્રગટતી નથી. સ્વભાવની સંપૂર્ણતાનો સ્વીકાર કરી તે સ્વભાવનો આશ્રય કરવાથી પલટતી પર્યાય
પણ સ્વભાવ જેવી પૂર્ણ પ્રગટ થાય છે. સિદ્ધ ભગવાને આ રીતે પોતાનાં દ્રવ્યસ્વભાવ જેવી પર્યાયસ્વભાવની પૂર્ણતા પ્રગટ કરી છે. દરેક જીવ પોતાનાં સ્વભાવથી સિદ્ધ સમાન સંપૂર્ણ જ હોય છે. જો આમ ન હોય તો કોઈ આત્માનો સ્વભાવ ઓછા જ્ઞાનવાળો, કોઈ તેનાથી વધુ જ્ઞાનવાળો અને કોઈ પૂર્ણ જ્ઞાનવાળો હોઈ શકે. આ રીતે કોઈનામાં સુખ ઓછું, કોઈનામાં વધુ, કોઈનામાં પરિપૂર્ણ હોય. આ કારણે જગતમાં જેટલા જીવ હોય તે દરેક જુદા-જુદા સ્વભાવનો એટલે કે જુદી જુદી જાતિનો થઈ જાય. પરંતુ જગતમાં જાતિ અપેક્ષાએ છ દ્રવ્યો છે, અને બધાં જીવદ્રવ્યો જાતિ અપેક્ષાએ એક સમાન પ્રકારે જ છે. એક સમાન પ્રકારે સંપૂર્ણતા જ સંભવેછે, અપૂર્ણતા નહિ. પાણીથી ભરેલો અપૂર્ણ ઘડો અડધો હોય, પોણો હોય તેમ અનેક પ્રકારે સંભવ છે, પણ સંપૂર્ણ પૂરેપૂરો ભરાયેલો ઘડો તો એક જ પ્રકારે સંભવે છે. દરેક જીવ પોતાની જાતિ અપેક્ષાએ એટલે કે સ્વભાવથી એક સમાન હોવાળી પોતાનાં સ્વભાવથી એક સમાન સંપૂર્ણ જ માનવા
યોગ્ય છે.
‘હું પરમાત્મા છું' સિદ્ધાંત એમ સૂચવે છે કે પોતે પોતાની વર્તમાન પલટતી પર્યાયની અપેક્ષાએ પામર હોવા છતાં ત્રિકાળ દ્રવ્યસ્વભાવની અપેક્ષાએ પરમાત્મા છે, જે પોતાનાં પરિપૂર્ણ સામર્થ્યથી ભરપૂર હોય તે પરમાત્મા કહેવાય છે. તેથી હું પરમાત્મા છુંબો અર્થ હું પોતાનાં સ્વભાવથી પરિપૂર્ણ સામર્થ્યથી સભર છું. એટલે કે
પોતાનાં સ્વભાવની સંપૂર્ણતા છે. આ રીતે ‘હું પરમાત્મા ' સિદ્ધાંતના આધારે તેમાં સમાવેશ પામતો સિદ્ધાંત 'સ્વભાવની સંપૂર્ણતા'નો પણ છે.