________________
પ્રાસ્તાવિક
માનવી એ સામાજિક પ્રાણું છે. સમાજમાં ઉન્નત મસ્તકે જીવવા માટે તેને અનેક પ્રકારના સદ્ગુણો કેળવવા પડે છે. આ સદ્ગણે તેને જીવનદષ્ટિ આપે છે. જેમ શબ્દમાંથી કાવ્યનું સર્જન થાય છે, સ્વરમાંથી સંગીત જન્મે છે, લાકડાના ટુકડામાંથી કલાકૃતિ સર્જાય છે, તેમ સદ્ગુણમાંથી ધર્મનું સર્જન થાય છે. ધર્મ એ કઈ બહારથી ઠોકી બેસાડવાની વસ્તુ નથી, પણ એ તો મનુષ્યના અંતરમાં સતત વહેતું સદ્દગુણોનું એક ઝરણું છે. તે માનવીને ગતિશીલ બનાવે છે. સત્યના માર્ગે લઈ જાય છે, ચારિત્ર્યવાન બનાવે છે. સાચો ધર્મ ઈશ્વર પ્રત્યે સદ્ભાવ જન્માવે છે. માનવીને પોતાની ફરજનું ભાન કરાવે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધામાંથી આગળ જતાં પ્રકૃતિપૂજા, દેવપૂજા, પ્રેતપૂજા વગેરે ઉદ્દભવે છે. એ પછી તેમાં તત્ત્વજ્ઞાન અને કર્મકાંડ ઉમેરાતાં દાનનો મહિમા વધે છે.
કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ ધર્મના રંગે રંગાયેલ છે. ધર્મ એ ભારતીય સંસ્કૃતિને આત્મા છે. ભારતીય સમાજમાં ધર્મ અને સંસ્કૃતિ એવી રીતે ઓતપ્રોત થયેલાં છે કે તેમને અલગ પાડવાં મુશ્કેલ છે. ગુજરાત એ ભારતને એક ભાગ છે. એટલે ગુજરાતનું સમાજજીવન પણ ધર્મના રંગે રંગાયેલું છે. ગુજરાતમાં વેદકાળ પૂર્વે વસતી પ્રજાને પણ પોતાને સ્વતંત્ર ધર્મ હતો. તેઓને પણ પિતાની ધર્મભાવના હતી. ભારતના અન્ય પ્રદેશમાંથી આવેલી વિદેશી પ્રજાઓ જેમ ભારતીય સમાજમાં ભળી ગઈ તેમ ગુજરાતમાં પણ આવેલી વિદેશી પ્રજાએ અહીંના સમાજમાં ભળી ગઈ છે. વિદેશીઓને સમાવવામાં ગુજરાત મોખરે રહ્યું છે. આના પરિણામે અહીં ધર્મનું સ્વરૂપ બદલાતું રહ્યું. ગુજરાતના લોકોને મન ધર્મ એ કેવળ ચર્ચાનો વિષય નહિ, પણ અનુભવને વિષય બની ગયે. પરિણામે ગુજરાતની વ્યાપાર પ્રધાન પ્રજામાં સહિષ્ણુતા, ભાઈચારે, મિલનસારપણું, સમાધાનવૃત્તિ, કલહભીરુતા, ઉદાર દષ્ટિ, ઇત્યાદિ ગુણો સવિશેષ પ્રમાણમાં વિકસ્યા.
અહીં રાજઓ ધર્મના નિયમને લક્ષમાં રાખી રાજ્ય કરતા. પ્રજાનું પાલન કરતા, વિવિધ પ્રકારનાં દાન આપીને પ્રજામાં દાનનો મહિમા ટકાવી રાખવા તત્પર રહેતા. રાજાઓ વિદ્યાવ્યાસંગી હોવાથી બ્રાહ્મણ વિના મૂલ્ય વિદ્યાદાન દેવા