Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 1
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
34 • આ અમૃત છે. લો, ચાખો •
द्वात्रिंशिका • દીક્ષા તો મોક્ષગામી વીરોનો માર્ગ છે. આ માર્ગ દુષ્કર છે. અહીં પ્રાશ જીવો પોતાના આત્માના
શત્રુ એવા શરીર સાથે યુદ્ધ કરે છે. આત્માને અગણિત દુઃખો આપનાર શરીરને પાળવું તે ઝેરી સાપને પાળવા સમાન તેઓ માને છે. અને તેથી શરીરનો કસ કાઢવામાં દીક્ષાર્થી ઉત્સાહિત હોય છે. (ગાથા.૧૬-૧૭) ઈન્દ્રિય અને વિષયનું આકર્ષણ જેને ખલાસ થયું નથી તેવા જીવો નિર્દોષ ગોચરી વગેરે નિમિત્તે એકલા વિચરે તો પણ તે એકલા નથી, પણ કષાયાદિથી સહિત જ છે. અને સમુદાયમાં અનેકની વચ્ચે રહેવા છતાં પણ દેહાધ્યાસથી મુક્ત સાધુ પરમાર્થથી એકલા જ = આત્મામાં જ રહેલા છે. (ગાથા.૧૯) દીક્ષાના પાંચ પ્રકારો શ્વેતામ્બરોના પંચકલ્પભાષ્ય વગેરે ગ્રન્થોમાં વર્ણવ્યા છે : પુલાક, બકુશ, કુશીલ, નિર્ગસ્થ અને સ્નાતક. દિગમ્બરોના પરમ ઉપેક્ષાભાવ સ્વરૂપ (= શ્વેતાંબરીય સ્નાતક ચારિત્ર) એક પરિણામને જ “દીક્ષા માનવાના એકાંતનું યુક્તિપુરસર ખંડન કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજ, શ્વેતાંબરીય મત મુજબના બકુશ-કુશીલ ચારિત્ર પણ કર્મનિર્જરાના લક્ષ, સંયમ-પાલનના પરિણામોદિના કારણે ભાવદીક્ષા સ્વરૂપ જ છે અને તે મુક્તિદાયક જ છે તેમ પ્રતિપાદન કરે છે.
# (૨૯) વિનય-બત્રીસી : ટૂંકસાર જ “દીક્ષા પણ વિનયગર્ભિત હોય તો જ સફળ બને. સ્વચ્છન્દતાપૂર્વકની હોય તો નહિ જ. માટે જ પૂ. ઉપાધ્યાયજી મહારાજા, વિનયબત્રીસીમાં વિનય, વિનયની વ્યુત્પત્તિ, વિનયના પ્રકારો, વિનયનું ફળ, વિનયની આવશ્યકતા, વિનયનો મહિમા અને અપવાદ-માર્ગે શિથિલાચારીનો વિનય પણ કર્તવ્ય વગેરે બાબતોનું હૃદયંગમ નિરૂપણ કરે છે.
| વિનય જ્ઞાનાવરણીય વગેરે કર્મોને દૂર કરનારો છે. મોક્ષદાયક ધર્મવૃક્ષનું તે મૂળ છે. તેના મુખ્ય પાંચ પ્રકાર છે : (૧) લોકોપચાર, (૨) અર્થવિનય, (૩) કામવિનય, (૪) ભયવિનય અને (૫) મોક્ષવિનય. તેના અવાંતર પ્રકારો ઘણાં છે.
• કેટલીક “ઝલક” જોઈએ • શક્તિ નામના દેવી શસ્ત્રનો અગ્ર ભાગ, અગ્નિ, સર્પના ક્રોધ અને સિંહના ક્રોધ કરતાં પણ ગુરુની
હીલના વધારે ભયંકર છે. માટે એકાદ ગાથા આપનારા વિદ્યાગુરુનો પણ કાયમ ‘વિનય’ કરવો
જોઈએ. (ગાથા.૯-૧૦) • વિનયથી જ સમ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે, પરિણમે છે અને વૃદ્ધિગત થાય છે. (ગાથા.૧૩).
વિનયીને આલોક-પરલોકનું સુખ મળે છે. અને અવિનયી પરમાર્થથી માત્ર દુઃખને જ પામે છે.
ગુરુનો વિનય, ભક્તિ-પૂજા વગેરે કરવાથી પોતાને પૂજ્યત્વ = ગુરુત્વ પ્રાપ્ત થાય છે. (ગાથા.૨૦) • વિનયનું ફળ સ્પર્શજ્ઞાન છે. તે સમાધિનિષ્ઠ ચિત્તમાં જન્મે છે. માટે “દશવૈકાલિક સૂત્ર” માં ચાર
પ્રકારની સમાધિ બતાવેલ છે. (૧) વિનયસમાધિ (૨) શ્રુતસમાધિ (૩) તપસમાધિ અને (૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org