Book Title: Dharmakathanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

Previous | Next

Page 15
________________ ૧૪ ખાતા ધમ કથામાં દષ્ટાંત અને રૂપક કથાઓ પણ છે. મયૂરીનાં ઈડાનું દષ્ટાંત શ્રદ્ધા અને સંશયના ફળને પ્રગટ કરે છે. (૩), બે કાચબાના ઉદાહરણથી સંયમી અને અસંયમી સાધકના પરિણુમોને ઉપસ્થિત કરવામાં આવેલ છે. (૪), તુંબડાના દષ્ટાંતથી કર્મવાદને સ્પષ્ટ કરેલ છે. (૬), ચંદ્રમાના ઉદાહરણથી આત્માની જતિની સ્થિતિ સ્પષ્ટ કરવામાં અવી છે. (૧૦), દાવદ્રવ નામના વૃક્ષના ઉદાહરણ દ્વારા આરાધક અને વિરાધકના સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવેલ છે (૧૧). આ દૃષ્ટાંત કથાઓ પરવતી કથાસાહિત્ય માટે પ્રેરણું પ્રદાન કરે છે. તેમની મૌલિકતા અસંદિગ્ધ છે. આ ગ્રન્થમાં કેટલીક રૂપક કથાઓ પણ છે. બીજ અધ્યયનનાં કથા ધન્ના સાથે વાત અને વિજય ચોરની કથા છે. આ આત્મા અને શરીર વિશેના સંબંધનું રૂપક છે (૨). સાતમા અધ્યયનનો રેહિ કથા પાંચ વ્રતની રક્ષા અને વૃદ્ધિને રૂપક દ્વારા પ્રસ્તુત કરે છે. ઉદકજત નામની કથા સંક્ષિપ્ત છે પરંતુ તેમાં જળશુલિની પ્રક્રિયા દ્વારા એક જ પદાર્થના શુભ અને અશુભ બને રૂપાને પ્રગટ કરવામાં આવ્યા છે. અનેકાન્તને સિદ્ધાંતને સમજાવવા માટે આ ઘણી જ ઉપયોગી કથા છે (૧૨). નંદીફળની કથા જે કે અર્થ કથા છે, પરંતુ આમાં રૂપકના પ્રધાનતા છે. ધર્મગુરુના ઉપદેશ પ્રત્યે શ્રદ્ધા રાખવાને સંકેત આ કથાથી તીવ્ર થયેલ છે (૧૫). સમુદ્રી અશ્વોના રૂપક દ્વારા લોભાવનાર વિષયના સ્વરૂપને સ્પષ્ટ કરવામાં આવેલ છે (૧૭). - જ્ઞાતાધર્મકથા પશુથાઓ માટે પણ ઉદ્દગમગ્રન્ય માની શકાય. આ એક જ ગ્રંથમાં હાથી, અશ્વ, સસલો, કાચબા, મોર. દેડકા, શિયાળ વગેરેને કથાઓના પાયારૂપે ચિત્રિત કરેલ છે. મેરુપ્રભ હાથોએ અહિંસાનું જે ઉદાહરણ પૂરું પાડેલું - છે, તે ભારતીય કથાસાહિત્યમાં અન્યત્ર દુર્લભ છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કંધમાં મૂળ તો ૨૦૬ સાધવીઓની કથા છે, પરંતુ તેમનાં સ્વરૂપ, નામ, ઉપદેશ વગેરે એક જેવા છે. કેવળ કોલોની કથા પૂર્ણ કથા છે. નારીસ્થાની દષ્ટિએ આ થા મહત્વપૂર્ણ છે. ઉપાસકશા– ઉપાસકદશાંગમાં મહાવીરના મુખ્ય દસ શ્રાવકેના જીવન-ચરિત્રનું વર્ણન છે. આ કથાઓમાં જે કે વણકે પ્રયોગ છે, તે પણ દરેક કથાનું સ્વતંત્ર મહત્વ પણ છે. વ્રતના પાવનમાં અથવા ધર્મની આરાધનામાં ઉપસ્થિત થનાર વિને, સમસ્યાઓનો સામનો સાધકે કેવી રીતે કરવો તે પ્રતિપાદિત કરવાનું જ આ કથાઓનું મુખ્ય ધ્યેય છે. કથાતોની બહુલતા ન હોવા છતાં આ કથાઓનું વર્ણન વાચકને આકર્ષિત કરે છે. સમાજ તેમજ સંસ્કૃતિ સંબંધી સામગ્રી ઉપાસકદસાઓની કથાઓમાં પર્યાપ્ત માત્રામાં છે. આ કથાઓ આજે પણ શ્રાવકધમના ઉપાસકે માટે આદર્શરૂપ બની રહી છે. પરંતુ એ શ્રાવકની સાધના પદ્ધતિ પ્રત્યે વાચકોનું આકર્ષણ કમ છે, તેમાં વર્ણવેલ સામગ્રી પ્રત્યે તેમને વિશેષ ભાવ છે, અન્નકૂદશા સૂત્ર જન્મ-મરણની પરંપરાને પોતાની સાધનાથી અંત કરનાર દશ વ્યક્તિઓની કથાઓનું આમાં વર્ણન હોવાથી આ ગ્રન્થને અન્તકૃદશાંગ કહેવામાં આવેલ છે. આ ગ્રન્થમાં વર્ણવેલ કેટલીક કથાઓને સંબંધ અરિષ્ટનેમિ અને કૃષ્ણવાસુદેવના યુગ સાથે છે. ગજસુકુમાલની કથા લૌકિક કથાને અનુરૂપ વિક સત થઈ છે. દ્વારિકાનગરીના વિનાશનું વર્ણન કથાયાત્રામાં કુતૂહલપ્રેરક છે. પ્રથના અંતિમ ત્રણ વર્ગોની કથાઓનો સંબંધ મહાવીર તથા રાજા શ્રેણિક સાથે છે. આમાં અજુન માળાની કથા તથા સુદર્શન શેઠની અવાક્તર-કથા વાંચકોનું ધ્યાન વિશેષ આકર્ષિત કરે છે. અતિમુક્તકુમારની કથા બાલકથાની ઉત્સુક્તા ધરાવે છે. આ કથાઓ સાથે રાજકીય પરિવારની વ્યક્તિઓના સંબંધ છે. સાધનાને અનુભવોનું સામાન્યીકરણ કરવામાં આ કથાઓ કંઈક અંશે સફળ થઈ છે. અનુત્તરપપાલિકાદશા– આ ગ્રન્થમાં એવા લોકોનો કય છે, કે જેમણે તપાસાધના દ્વારા અનુત્તર વિમાને (દેવલોક)ની પ્રાપ્તિ કરેલ છે." આમાં કુલ તેત્રીસ કથાઓ છે. જેમાની ત્રેવીસ કથાએ રાજકુમારનો અને દસ કથાઓ સામાન્ય પાત્રોનો છે. આમાં ધન્યકુમાર સાર્થવાહના પુત્રની કથા વિશેષ હદયમાહી છે. 1. જ્ઞાતાધર્મકથા, ગુજરાતી અનુવાદ, ભૂમિકા-ગોપાળદાસ પટેલ ૨, ઉવાસદસાઓ-સં. ડે. છગનલાલ શાસ્ત્રી, ખ્યાવર, ૧૯૮૧, ૩. ઉપાસકદશાસૂત્ર-અંગ્રેજી અનુવાદ, ડે. એ. એફ. હર્બલે, કલકત્તા ૪. અત્કૃદશા–સંપા. ડે. સાધવી દિવ્ય પ્રભા, ખ્યાવર, ૧૯૮૧. ૫. અનુત્તરપપાતિક દશા-સંપા. ડે. સાધ્વી મુક્તિપ્રભા, ખ્યાવર, ૧૯૮૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 538