Book Title: Dharmakathanuyoga Part 2
Author(s): Kanhaiyalal Maharaj, Dalsukh Malvania
Publisher: Agam Anuyog Prakashan

View full book text
Previous | Next

Page 14
________________ મનોરંજક છે. આ રીતે આ ગ્રંથ ઐતિહાસિક તેમ જ દાર્શનિક કથાતરોની દષ્ટિએ મહત્વપૂર્ણ છે. સ્થાનાંગસૂત્ર સ્થાનાંગસૂત્રમાં તો તેમ જ લેક સ્થિતિ આદિનું વર્ણન સંખ્યાની મુખ્યતાથી કરવામાં આવ્યું છે. તેથી આમાં કથાતત્ત્વ ન્યૂન છે. મહાપદ્મ ભાવિ તીર્થ કરની કથા આ ગ્રંથમાં ઉપલબ્ધ છે. શ્રમણી પદિલાની કથા આમાં આવેલ છે.? તથા સાત નિન્ટનું વર્ણન પણ આ ગ્રંથમાં છે. આ સામગ્રીમાં તથા કેટલીક ઉપમાઓ અને પ્રતિક્રેમાં આમાં આવેલ સ્થાબીજની શોધ કરી શકાય છે. સમવાયાંગ– સમવાયાંગ સૂત્રમાં દાર્શનિક તરવાનું નિરૂપણ સંખ્યાના કમથી કરવામાં આવેલ છે. જેમ કે- લોક એક છે, દંડ અને બંધ બે છે. શલ્ય ત્રણ છે. ચાર કષાય છે. પાંચ ક્રિયાઓ, વ્રત, સમિતિ આદિ છે. આ સાથે જ તીર્થકરે, ગણધરો, ચક્રવતીએ, વાસુદેવો વગેરે ધાર્મિક મહાનુભાવોના જીવનની કેટલીક ઘટનાઓ આ પુસ્તકમાં વર્ણિત છે. તેથી આ ગ્રંથમાં કથાતો કરતાં ચરિત્ર તરોને સમાવેશ વિશેષ છે. વ્યાખ્યા-પ્રજ્ઞપ્તિ (ભગવતી સૂત્ર)-- ભગવતીસૂત્ર વિશાળકાય પ્રખ્ય છે. એમાં સેંકડો વિષય છે. ધર્મ, દર્શન ઉપરાંત આધુનિક વિજ્ઞાન સંબંધી સામગ્રી પણ આમાં પર્યાપ્ત માત્રામાં છે. આ ગ્રન્થમાં મહાવીર સાથે વાર્તાલાપ કરનાર કેટલાક પુરુષ અને સ્ત્રીઓની કથાઓ છે. શિવરાજ ઋષિ, જમાલિ, ઉદયન રાજા, જયન્તિ અમંપાસિકા, શંખ, સોમિલ, સુદર્શન વગેરે અનેક વ્યક્તિઓના જીવનની મહત્વપૂર્ણ ઘટનાઓ આ ગ્રન્થમાં વર્ણવવામાં આવેલ છે. “સૂત્ર ૨, ૧ માં આવેલ કાત્યાયન રકંદની કથા સુંદર છે, તેની ઘટનાઓમાં રસમન્ના છે. અને આ ઘટનાએ કથાતવનું સર્જન કરવામાં પૂર્ણ સક્ષમ છે.”૫ સામાન્ય વ્યક્તિઓની કથાઓ માટે તથા મહાવીરની સાથે તેમના સંપર્કની જાણકારી માટે ભગવતીસૂત્રમાં સારી એવી સામગ્રી છે. ગોશાલક સંબંધમાં સર્વાધિક પ્રામાણિક જાણુકારી આ જ ગ્રન્થમાં છે. રાજા ચેટક અને કણિકના મહાયુદ્ધોનાં વર્ણન આમાં છે. મંગલાચરણની પરંપરાને નિર્વાહ આ જ આગમગ્રન્થમાં છે. મહામંત્ર નવકારને સર્વપ્રથમ ઉલ્લેખ આ જ અન્યમાં મળે છે. વસ્તુત: આ સભ્ય જીજ્ઞાસાઓ અને તેમના સમાધાને મળ્યા છે. આને તકાલીન સંસ્કૃતિને વિશ્વકેશ કહી શકાય.૮ જ્ઞાતાધમ કથા આગમગ્રન્થોમાં કથાતત્ત્વના અધ્યયનની દૃષ્ટિએ જ્ઞાતાધર્મકથામાં સારી એવી સામગ્રી છે. આમાં જુદા જુદા દસ્કૃતિ અને ધર્મકથાઓ છે જેના માધ્યમથી જેન તત્ત્વ દર્શનને સહજરૂપે જનમાનસ સુધી પહોંચાડવામાં આવેલ છે. જ્ઞાતાધર્મકથા આગમિક કથાઓને પ્રતિનિધિ ગ્રંથ છે. આમાં કથાઓની વિવિધતા અને પ્રૌઢતા છે. મેષકુમાર (અ. ૧) થાવચાપુત્ર (૫) મલી (૮) તથા દ્રોપદી (૧૬) ની કથાએ એતિહાસિક વાતાવરણ રજૂ કરે છે. પ્રતિબુહ રાજા, અહર્નિક વેપારો, રાજા રુકમી, સુવર્ણ કારની થા, ચિત્રકાર થા, ચોકખા પરિવ્રાજિક વગેરે થાઓ મલીની સ્થાની અવાન્તર કથાઓ છે. મૂળ કથાની સાથે અવાન્તર કથાની પરંપરાને જાણવા માટે જ્ઞાતાધર્મકથા આધારભૂત સ્ત્રોત છે. આ કથાઓ ક૯પનાપ્રધાન અને ઉદ્દેશયુક્ત છે. આ જ પ્રમાણે જિનપાલ અને જિનરક્ષિતની કથા (૯), તેટલીપુત્ર (૧૪), સુષમાની કથા (૧૮) પુંડરીક અને કંડરીકની કથા (૧૮) કલ્પના પ્રધાન કથાઓ છે. ૧. સૂત્રકૃતાંગ, સં. શ્રીચંદ સુરાણું, “સરસ', ખ્યાવર, ૧૮૮૨ ૨. સ્થાનાંગસૂત્ર, સ્થાન-૮, સૂત્ર ૬૨૫. ૩. એજન, સ્થાન , મૂત્ર ૬૨૬ ૪. સમવાયાંગ-ગુજરાતી અનુવાદ, પં. દલસુખ માલવણિયા, અમદાવાદ ૫. શાસ્ત્રી, ડે. નેમિચંદ્ર હરિભદ્ર કે પ્રાકૃત કથા સાહિત્ય પરિશિયન, વિશાલી, ૫૭, ૧. શાસ્ત્રી, દેવેન્દ્રમુનિ : જૈન આગમ સાહિત્ય-મનન મોર મીમાંસા, પૃ. ૧૨૫. ૭. ભગવતીસૂત્ર-મંગલ પદ. ૮. સિદર, ડે. જે. સી. : એ કીટીકલ સ્ટડી ઓફ ભગવતીસત્ર, વૈશાલી. , જ્ઞાનાધર્મકથા, સં, પં. શાભાચ% ભારિલ, ખ્યાવર, ૧૯૮૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 538