Book Title: Dharm Pariksha Part 03
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 10
________________ 双双双双双双双双双双双双双双双双双双双双双双双双双瑟瑟瑟瑟双双双双双双双双双联双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双 છતાં સજ્જનોને લાગે કે આ રોગી કદાગ્રહી નથી. સાચી સમજણ આવશે પછી જ = સુધરી જશે. તો સજ્જનો પેલા બે વૈદ્યોની દવા લેવાની ના પાડવાને બદલે ત્રીજા સાચા વૈદ્યની દવા લેવાની ભારભરી સલાહ આપશે કે “જો પેલા બે વૈદ્યોની દવા ચાલુ જ રાખ છે તેમાં કંઈ નુકશાન નથી. પણ આ ત્રીજા વૈદ્યની દવા પણ લે, જલ્દી સારું થશે..” અને આ રોગનાશની તીવ્ર ઈચ્છાવાળો તે રોગી ત્રીજા વૈદ્યની પણ દવા શરુ કરશે. હવે સજ્જનોને જે ઝાઝી મહેનત કરવાની જરુર નહિ રહે. સાચા વૈદ્યની દવા પોતાની જોરદાર અસર હું બતાવશે, રોગીનો રોગ પૂર્વે કરતા અત્યંત ઝપાટાબંધ નાશ પામશે. મધ્યસ્થરોગી સમજી રે જશે કે “પહેલા બે વૈદ્ય અને આ વૈદ્યમાં આભ-ગાભનું અંતર છે.” પછી તો રોગી સ્વયં કે બે વૈદ્યોને છોડી સાચા વૈદ્યને જીંદગીભર માટે પકડી લેશે. અથવા તો આવા એના જ અનુભવ બાદ સજ્જનોએ માત્ર ટકોર જ કરવાની રહેશે કે “છોડી દે, પેલા વૈદ્યોને.” છે અને સુતરના તાંતણાની માફક એ બે વૈદ્ય સાથેનો સંબંધ રોગી તોડી નાંખશે. ત્રીજા વૈદ્યની શરુ થયેલી દવાએ જ આ બધું કામ કરી આપ્યું, પણ એ દવા ચાલુ છે કરાવવા માટે શરૂઆતમાં તો બે વૈદ્યોની દવા પણ મંજુર રાખવી પડી. બસ, આ જ રીતે મધ્યસ્થમિથ્યાત્વીઓને સદ્ગુરુઓ એટલું જ કહે કે “ભાઈ ! ; જ જગતના બધા દેવો પૂજનીય છે. શંકર, કૃષ્ણ, વીતરાગાદિ બધા જ પૂજ્ય છે. દરેકમાં તે તે ગુણો છે. એમ જૈન સાધુ, બૌદ્ધસાધુ...બધા વંદનીય છે...તું તારા ઈષ્ટદેવ, ગુરુ, જે ધર્મને તો માન જ. પણ એ સાથે આ બધાયને માન. બધા સરખા છે...” અને અનાભિગ્રહિક મિથ્યાત્વી આ વાતમાં લપેટાય (!) ઈષ્ટદેવાદિ ઉપરાંત # વીતરાગાદિની ભક્તિ પણ કરવા માંડે. બસ, હવે સગુરુઓની મહેનત ઘટી જાય છે. આ જે વીતરાગદેવ, જૈનસુશ્રમણ અને જૈનક્રિયાઓનો નોંધપાત્ર જબરદસ્ત મોટો લાભ તેને જે જ દેખાય. આપો આપ એને ભાન થઈ જાય કે “આ વીતરાગદેવાદિ કંચન છે, તો અન્ય દેવાદિ કથિર છે. વીતરાગદેવાદિ દૂધ છે, તો આ અન્ય દેવાદિ પાણી છે.” અને એ જ કુદેવાદિનો પોતાની મેળે કે છેવટે સગુરુઓની સચોટ ટકોરે જ ત્યાગ કરી દે. આમ અહીં તે જીવને સન્માર્ગે વાળવા માટે વિતરાગપૂજાદિ ઉપયોગી બન્યા, મુ પણ એ સાથે એની જુની કુદેવાદિની પૂજાદિને તત્કાળ પૂરતી મંજુરી આપવી પડી છે. = (૧) અજૈનોની આમ “મારા ઈષ્ટદેવ જ વંદનીય” ઈત્યાદિ માન્યતા અભિગ્રહિક નું મિથ્યાત્વ, કદાગ્રહ. 双双双双双双双双双双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅器 મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + વિવેચન સહિત છ ૯

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 186