________________
પ્રકરણ ૫ મું ]
છે. શિવાજી ચરિત્ર તે અનેક પ્રકારના દુશ્મનના હુમલાઓ ખમવાના હતા. જંગલી જાનવરોને લીધે પણ ખેતીને અતિ નુકસાન થતું. ભર્યા ખેતરનો પાક આ જંગલી જાનવરો ભેાંય ભેગો કરી દેતા. આ જાનવરેને લીધે ખેડૂતને ખમવું પડતું. દાદાજીએ વિચાર કર્યો કે જમીન મહેસુલની લલચાવનારી શરતો આયાથી સંખ્યાબંધ ખેડૂત દોડતા આવ્યા અને જમીન ખેડાઈ તેથી કંઈ શુક્રવાર ન વળ્યો. પકવેલા પાક ખેડૂતોની કડીમાં પડે ત્યારે જ તેની આંતરડી ઠરે અને એ મન મૂકીને ખેતી કરવા તૈયાર થાય. ખેતરમાં પકવેલે પાક કઠીમાં પડે તે પહેલાં તો ખેડૂતને વિવિધ પ્રકારની અડચણામાંથી પસાર થવું પડે છે તેનો ત્યાં સુધી બંદોબસ્ત નથી થશે અને ખેડૂત પૂરેપુરો નિર્ભય નથી બન્યું ત્યાં સુધી દેખાતી આબાદી એ ઉપલક આબાદી છે એ દાદાજીની માન્યતા હતી તેથી તેણે જંગલી જાનવરના દુખમાંથી પોતાની જાગીરના ખેડૂતોને બચાવવાને વિચાર કર્યો. આ દુખમાંથી ખેડૂતોનો છૂટકારો થશે તે જ સાચી આબાદી સધાશે એવી ખાત્રીથી દાદાજીએ જંગલી જાનવરોના નાશનું કામ હાથ ધર્યું. જંગલી જાનવરો તે જમાનામાં બહુ પસાયાં હતાં, પુષ્ટ બન્યાં હતાં અને તોફાને ચડ્યાં હતાં ને લશ્કરને નાશમાંથી બચેલા પાકનો નાશ કરવામાં બહુ ચંચળ અને ચાલાક બન્યાં હતાં. જંગલી જાનવરોના નાશ માટે દાદાજીએ નાશ કરનાર ખેડૂતને તેના પરાક્રમ મુજબ ઈનામો આપવાની પદ્ધતિ શરૂ કરી. આવી રીતે ઈનામો મળવાથી જંગલી જાનવરોને મારવાના કામને ઉત્તેજન મળ્યું અને ખેડૂતોને તેથી બેવડો ફાયદો થાય છે તેની એમને સમજણું પડી અને એ કામ એમણે ઝડપથી ચલાવ્યું. આ યોજના યશસ્વી નીવડી અને જંગલી જાનવરો તરફથી થતો ત્રાસ ઘણે દરજજો ઓછો થયો. કેટલાક હરામખોરો તૈયાર થયેલા પાકને ચોરીને અથવા લુટીને પિતાનું ગુજરાન કરવાનો ધંધે લઈ બેઠા હતા તેવા બદમાસેથી પિતાના ખેડૂતોને બચાવવા હવે દાદાજીએ કમર કસી. સૈયાદ્રિ પર્વતમાં વસનાર ભટકતા જંગલી લેકે જેઓ લૂંટફાટ અને એવાં કૃત્યથી પિતાનું ગુજરાન ચલાવતા તેવા લોકોને બોલાવી તેમને હથિઆર આપી તે વાપરવાની થેડી ઘણી તાલીમ આપી તેમને ખેડૂતના ઊભા પાક સાચવવાનું કામ સોંપ્યું. આવી રીતે જંગલી ધાડપાડુ અને લુંટાર ભટકેલ ટોળીના લેકેને કામ આપી પોતાના કબજાના મુલકના ખેડૂતોના પાકને સાચવવા માટે “પાકરક્ષકે ” ની ટુકડીએ તૈયાર કરી. આવી રીતે દાદાજીએ પૂના અને સૂપાના ખેડૂતોને નિર્ભય બનાવ્યા. આ વ્યવસ્થા અને તજવીજને પરિણામે ખેડૂતોનું દિલ ખેતીમાં ચેટયું અને પૂના અને સૂપાની જાગીરની આમદાની વધવા લાગી.
ખેડૂતને ખાતે બાકી નીકળતા પૈસે ખેડૂતની લાચાર દશાથી જ ડૂબે છે. ખેડૂત પોતે પૈસે દાબી રાખીને બદદાનતથી લેણદારને નાગો જવાબ આપે એ ભાગ્યે જ બને છે. પૈસાને અભાવે લાચાર સ્થિતિમાં આવી પડવાથી ખેડૂત પાસેનું લહેણું ડૂબી જાય છે પણ આબાદી અને સુવ્યવસ્થાને લીધે પિતે પકવેલે સુંદર પાક ખળા ઉપર થઈને કેઠીમાં પડે તો કાળે પડતું મહેસુલ બહુ રાજી થઈને ખેડૂત ભરી આપે છે એ હિંદના ખેડૂતની પરાપૂર્વથી ચાલી આવતી ખાનદાની ઇતિહાસ પ્રસિદ્ધ છે.
દાદાજીએ કરેલી વ્યવસ્થાને લીધે ખેડૂતોના પાક સહીસલામત થયા અને ખેડૂતે તાજા અને ટટાર થયા એટલે સિહાજીની જાગીરની આવક વધી. પૂના અને સંપાની સુંદર વ્યવસ્થાની વાતો આજુબાજુ કેલાઈ અને ત્યાંના ખેડૂતોને છેડવા અને તેમના પાકને નુકસાન કરવું એ સહજ વાત નથી એમ હરામખોરાને અને દુશ્મનના તે ગાળાના માણસોને પણ લાગવા માંડયું.
હિંમત, યુક્તિ અને નવી નવી યોજનાના અખતરાઓ અજમાવી દાદાજીએ પૂના અને સૂપાની જાગીરે સુધારી. આવક વધી, ઉધરાણી પતવા લાગી. આ બધી સુવ્યવસ્થા અને આબાદીના સમાચાર સિંહાને મળ્યા અને તેથી સિહાજી દાદાજી ઉપર બહુ જ ખુશી થયા. પિતાના આવા નિમકહલાલ સેવકની વ્યવસ્થા અને કાબેલિયત જોઈ સિંહાજીને અતિ સંતોષ થયો. આવા કર્મનિષ્ઠ પુરુષના કામને માટે ઈનામે તે બેવડી જવાબદારી એમને માથે નાખીને આપવામાં આવે છે એ જગતને ન્યાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com