________________
પ્રકરણ ૯ ]
છે. શિવાજી સ્ત્રિ પુરાતત્વીય અને ઐતિહાસિક શોધખોળમાં એક સર્વમાન્ય સૂત્ર એ છે કે કોઈ પણ વિષયને પંડિત, પછી તે ગમે તેટલે કેમ ન હોય, તે વિષયનાં મૂળ સાધના કરતાં વધુ પ્રમાણભૂત નહિ લેખાય. (એટલે કે તે જે વિધાને રજૂ કરે, તે વિધાન જે મૂળ વસ્તુ ઉપરથી યોજાયાં હેય તે મૂળ વસ્તુ કરતાં વિધાને વધુ પ્રમાણભૂત નહિ લેખાય.) અલબત્ત, સર જદુનાથ સરકાર જેવી વ્યક્તિ જે કઈ વિધાન રજૂ કરે, તેમાં અવશ્ય વજૂદ હોય જ પણ શિવાજીના દુવર્તન સંબંધીનું તેમનું વિધાન જે સાધન ઉપરથી તેમણે કર્યું છે તેના કરતાં વધુ પ્રમાણભૂત ભાગ્યે જ લેખાય. (એટલે કે મૂળ જ ખોટું હોય તે શાખા સાચી ક્યાંથી સંભવે?) ઈસ્કલિયટ, ગેરી અને સુરતની કાઉન્સિલના અંગ્રેજ પ્રમુખે પોતાના શેઠને લખેલા કાગળ ઉપરથી શિવાજી ઉપર જે આપ મૂકવામાં આવ્યો છે, તેને બર્નિયર, મેકસી, થી, અને કેરી તરફથી મદલ ટેકો મળતા નથી. વળી તે વખતના વલંદા ઠીવાળા જે સુરત હતા, તેમનાં જેટલાં લખાણે આપણી પાસે મેજૂદ છે તેમાંથી પણ પિતાના પાડોશી અંગ્રેજ કઠીવાળાઓએ શિવાજી ઉપર કરેલા આરોપને ટકે મળતું નથી. ઈસ્કેલિયટ અને ગેરી એ વખતે સુરત હતા અને
યલ મરચન્ટ' નામના વહાણમાંથી કેટલાક ખારવાઓને અંગ્રેજ કેઠીનું રક્ષણ કરવા મોકલવામાં આવ્યા હતા. તેમના કાગળ ઉપર દૃષ્ટિ કરવાથી પણ જોઈ શકાશે કે તેઓ જે ઘટનાનો ઉલ્લેખ કરે છે, તે ઘટના પ્રમુખે, પાદરીએ, ગેરીએ, કે લેયલ મરચન્ટના કપ્તાને જોઈ ન હતી. એન્ટનીસ્મિથ નામના કાઠીવાળા પાસેથી એમણે એ હકીકત સાંભળી હતી, એટલે એ હકીકતના સમર્થનમાં એ બધાંનાં વિધાને ભાગ્યે જ એક બીજાના પૂરક લેખાય. મિ. એન્ટનીસ્મિથ ત્રણ દિવસ સુધી મરાઠાઓના હાથમાં કેદી તરીકે રહ્યો હતો. તેની પાસેથી સાંભળેલી વાત ઉપરથી ઉપર જણાવેલા ચાર અંગ્રેજોએ શિવાજીએ ૨૬ કેદીઓના હાથ કાપી નાખ્યાની વાત લખી હતી. એ પ્રત્યેક સ્પષ્ટ રીતે લખે છે કે એન્ટનીસ્મિથના કહેવા ઉપરથી તેમણે એ લખ્યું હતું. એટલે એન્ટનીસ્મિથ સિવાય બીજી કોઈ પણ વ્યક્તિ તરફથી શિવાજીની આ કુરતા સંબંધી ટકે મળતું નથી. સર જદુનાથ સરકારનું પ્રમાણ ટૂંકમાં આ એન્ટનીની વાત ઉપર અવલંબે છે. સામાન્ય સંજોગોમાં કોઈ એક વિશ્વાસપાત્ર વ્યક્તિની હwીકત, પછી ભલે તેને કંઈકે કે તે સંબંધી બીજે કંઈ પુરા ન હોય તે પણ માની શકાય અને તે જમાનામાં હાથ, કાંડાં કાપી નાખવાની પ્રથા પ્રચલિત હતી. એટલે સર જોજી એકઝંડને કે વરંડજેન ઈલિયટ જેવી વ્યક્તિઓ તરફથી એ આરોપ મૂકવામાં આવ્યું હોત તો તે હકીકત કદાચ સંભવિત લેખાત-જે કે સંપૂર્ણ સત્ય તે નહિ જપણ એન્ટનીસ્મિથ અત્યંત શંકાસ્પદ ચારિત્રને માણસ હતો. સુરતથી ઈસ્ટ ઈન્ડિયા કંપની ઉપર ઈ. સ. ૧૬૬૫ ના માર્ચની ૩૧ મી તારીખે લખાયેલા એક પત્રમાં તેની વર્તણૂકનું નીચે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે - “આ પૃથ્વી ઉપર એના (એન્ટનીસ્મિથ ) કરતાં વધુ અધમ અને નાસ્તિક ભાગ્યે જ જન્મે હશે. બળવાખોર શિવાજી જ્યારે અહીં આવ્યો ત્યારે તે તેના હાથમાં સપડાયો અને છૂટયા પછી ( અમને ચોક્કસ પ્રમાણું મળ્યાં છે, તે મુજબ) આપની મિક્ત, ઘરબાર, નોકરો વગેરે બધાને તે તેના હાથમાં દગાથી સેંપી દેવા માંગતે હતે. બળવાખોર ઉપર મોકલવા તેણે લખેલા એક પત્રમાંથી આ મળી આવ્યું હતું............ આ અને લખતાં પણ આજે આવે એવી તેના ચારિત્રની અનેક ક્ષતિઓથી થાકી અમે તેને આપની સન્મુખ ના થવા રવાના કર્યો છે. જેને પોતાના દશબાંધવોએ આ હલકે ચીતર્યો છે. તે માણસના કથનમાં અને જેને કોઈ પણ પ્રકારને સીધો કે આડકતરેશ ટેકો નથી મળેલ તેના કથનમાં કેટલો વિશ્વાસ મૂકો?
“સુરતના લોકેનું રક્ષણ કરવાની કોઈપણ રીતે શિવાજીની નૈતિક ફરજ ન હતી. એમ છતાં લૂંટ કરવામાં તેણે અવિચારીપણું દાખવ્યું ન હતું. બર્નિયરે સુરતની પહેલી લૂંટનું નીચે પ્રમાણે વર્ણન કર્યું છે-“હાથમાં તલવાર લઈને એ ધસી આવ્યો અને લગભગ ત્રણ દિવસ સુધી લેકેને પિતાની છુપાવેિલી દલિત બતાવવા ત્રાસ પમાડતે ત્યાં રહ્યો. જે પોતાની સાથે ન લઈ જઈ શક્યા તે બધું બાળી,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com