________________
પ્રાંરણ ૧૩ મું છે. શિવાજી ચરિત્ર
૪૧૧ અને એણે શિવાજી મહારાજને સંદેશ મોકલ્યો કે “શિવાછરાજાની દક્ષિણમાં જવાની ઈચ્છા હોય તે તે ભલે જાય પણ એમણે ખેાળાધારી તરીકે પિતાના યુવરાજ સંભાજીને આ દરબારમાં રાખવો.”
આ સંદેશાથી શિવાજી મહારાજની સ્થિતિ વધારે કડી થઈ. હવે તો શિવાજી મહારાજ સામે એકજ રસ્તો ખુલ્લે રહ્યો. એમણે તે આ સંજોગોમાં પિતાના પાટવી પુત્રને ખાવા તૈયાર થવું કે મહારાષ્ટ્ર ખેવા તૈયાર થવું. આ બેમાંથી એક ઉપર જળ મૂકે જ છૂટકે હતે. આ સંદેશો તે બાદશાહના મુત્સદ્દીપણને નમૂને હતે. આ સંદેશો મેકલીને ઔરંગઝેબે શિવાજી મહારાજની સ્થિતિ કઢંગી કરી. મહારાજ હાજરજવાબી અને શાંત મગજવાળા હોવાથી એમણે અનેક કારણે બતાવી બાદશાહ સલામતે સુચવેલી શરતે દક્ષિણ જવાની ના પાડી. રામસિહે બાદશાહને શિવાજી મહારાજને આ જવાબ સંભળાવ્યો.
જયસિંહ રાજાએ આ બધી વાતો જાી ત્યારે તેને ભારે દુખ થયું. કછવા કુટુંબના શિરે મણીનું વચન જાય એ કલ્પના પણ એને અસહ્ય થઈ પડી. એણે બાદશાહને વારંવાર શિવાજીના સંબંધમાં લખ્યું પણ બાદશાહના સ્વભાવ આગળ કેાઈનું કાંઈ ચાલે એમ હતુંજ નહિ. પોતે આપેલા વચનની જવાબદારી મિરઝારાજા બરાબર જાણતા હતા. ખરા ક્ષત્રિયને તે વચન અને નાક સરખાં હોય છે અને વચન ગયું એમ માનનારા મિરઝારાજા હતા, એટલે એમણે આપેલા વચને સંબંધી પિતાના દીકરા રામસિંહને એમણે અનેક પત્ર લખી ચેતવણી આપી હતી. શિવાજી મહારાજની સહીસલામતીની હામી પોતે ભરી છે એ ધ્યાનમાં રાખી ઘટિત કરવા પિતાએ પુત્રને વારંવાર પત્ર લખ્યા હતા.
મિરઝારાજાએ ઔરંગઝેબને શિવાછરાજાને આપવામાં આવેલાં વચન પાળવાનું ઘણી વખત લખ્યું પણ બાદશાહે તેની વિનંતિ ઉપર ધ્યાન ન આપ્યું એવી એની ખાતરી થઈ ત્યારે એણે બાદશાહને એમ પણ જણાવી દીધું કે “જે શિવાજીનો વાળ વાંકે થશે તે બાદશાહ સલામતની રૂબરૂમાં હું મારા વચન ખાતર પ્રાણ ત્યાગ કરીશ.” આ સંબંધમાં ઈ. સ. ૧૬૬૬ના નવેંબર માસમાં સુરતની કાઠીવાળાઓએ વિલાયત જે લખાણ મોકલ્યું હતું તેનો સાર નીચે મુજબ છે. “ સહીસલામતીનું વચન જયસિંહ રાજાએ આપ્યાથી શિવાજી રાજા જયસિંહને સ્વાધીન થયા પણ એ બાદશાહની હજુરમાં ગયો ત્યારે તેને વાત કરવાને બાદશાહે વિચાર કર્યો છે એવી ખબર જ્યારે જયસિંહને મળી ત્યારે શિવાજીને જે મારી નાંખવામાં આવે તે બાદશાહની સામે પિતે પ્રાણ ત્યાગ કરશે એ પિતાને નિશ્ચય બાદશાહને જણાવ્યો. આ જાણ્યું એટલે બાદશાહે શિવાજીને નાશ ન કર્યો અને તેને રામસિંહના કબજામાં કેદી તરીકે સે ” (ા. તા. સં. લંડ. ૧. નં. ૧૧૪૧).
મિરઝારાજાએ શિવાજી મહારાજ માટે પિતાનું સઘળું વજન વાપરીને બાદશાહને સમજાવવાના પ્રયત્નો કર્યા. રામસિંહે પિતાથી બનતું કરવામાં જરાએ કસર ન રાખી અને શિવાજી મહારાજે પણ મીઠાશ જાળવી મહારાષ્ટ્રમાં જવા માટે બધા અખતર અજમાવ્યા. મિરઝારાજાએ જાણ્યું કે ઔરંગઝેબે પોતાના મગજમાં આ સંબંધમાં જે ધાર્યું હશે તેજ કરશે. રામસિંહની પણ ખાતરી થઈ કે બાદશાહને વિચાર કટીકાળે કાઈપણ ફેરવી શકે એમ નથી અને શિવાજી મહારાજે પોતે પણ જાણ્યું કે બાદશાહે ખરેપર વેર લેવાનો નિર્ધાર કર્યો છે એટલે હવે એને કોઈપણ મનાવી શકશે નહિ. મિરઝારાજ માટે વચનનો પ્રશ્ન હતા, રામસિંહ માટે જવાબદારીને સવાલ હ પણ શિવાજી મહારાજ માટે તે એમની પિતાની સહીસલામતીને-હયાતીન-જિંદગીનો પ્રશ્ન હતા. મહારાજે વિચાર કર્યો કે “ સીધી રીતના બધા અખતરા અજમાવી જોયા. વિનંતિ કરી છે જે શકય હતું તે બધું કર્યું છતાં બાદશાહ ધાજ કરવા ઈચ્છે છે તે હવે આપણે પણ આપણુ યુક્તિઓ અજમાવવી જોઈએ. ગમે તે ભોગે પણ અહીંથી છૂટીને મહારાષ્ટ્રમાં તે મારે જવું જ જોઈએ. ત્યાં પહોંચીને મુસલમાનોને સીધા કર્યા સિવાય હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com