________________
પ્રકરણ ૮ મું]
છે. શિવાજી ચરિત્ર પ્રબળ હિંદુ સત્તા સ્થાપી અને એ સત્તા મુસલમાની સત્તાના મૂળ ઢીલા કરશે એ ઔરંગઝેબ સમજી ગયા હતા. એને આ સમાચાર વજપાત જેવા લાગ્યા. ઔરંગઝેબ પોતે ઉત્તરના કેટલાક ગૂંચવાયેલા કકડાના ઉકેલના કામમાં ન રોકાયો હોત તો જાતે આવીને આ નવી સત્તા સ્થાપવાના સમારંભને તોડી પાડવા એનાથી બનતું કરત. મુગલે હવે મરાઠાના મુલક ઉપર ચડાઈ કરશે, હલા કરશે, છાપા મારશે. નવી સ્થપાયેલી હિંદુ સત્તાને ઢીલી કરવા કમર કસશે એવી મહારાજની ધારણા હતી એટલે એમણે દુશ્મન હલે કરે તે પહેલાં જ એના ઉપર હલ કરી થનારી લડાઈ દુશમનના મુલકમાં કરવાને નિર્ધાર કર્યો. મહારાજ રાજ્યાભિષેક સમારંભમાં ગુંથાયા હતા, છતાં આદિલશાહી, કુતુબશાહી, મુગલાઈ વગેરે સત્તાઓની હિલચાલ બહ બારીક દષ્ટિથી નિહાળી રહ્યા હતા.
ઈ. સ. ૧૬૭૪ ના ઉનાળામાં દિલેરખાનને બાદશાહે દક્ષિણથી પાછા લાવી લીધાના સમાચાર મરાઠાઓને મળ્યા ત્યારથી જ તેઓ મુગલ છાવણી ઉપર છાપ મારવાને વિચાર ચલાવી રહ્યા હતા. આ વખતે એટલે રાજ્યાભિષેક પછી ભર ચોમાસામાં મરાઠાઓએ મુગલ છાવણી ઉપર હલે કરવાનું નક્કી કર્યું અને જુલાઈ માસમાં ૨૦૦૦ મરાઠાઓએ બહાદુરખાનની છાવણ ઉપર છાપો મારવાને દેખાવ કર્યો. મુગલેએ તૈયાર થઈને બહાદુરખાનની સરદારી નીચે જ્યારે મરાઠાઓ ઉપર હમલે કર્યો ત્યારે મરાઠાઓએ ધીમે ધીમે પાછા ફરવા માંડયું. મરાઠાઓ નાસવા લાગ્યા એટલે મુગલેએ એમની પૂઠ પકડી. મરાઠાઓએ દુશ્મનોને પોતાની પીઠ ઉપર લીધા અને યુક્તિપૂર્વક જરૂર પડે ત્યાં બમણ દેખાવ કરી મુગલ લશ્કરને છાવણીથી દૂર ખેંચવા માંડયું. મરાઠાઓ બહુ જ કુનેહથી મુગલ લશ્કરને છાવણીથી ૫૦ માઈલ દૂર લડતા અને હારતા લઈ ગયા. મુગલ લશ્કરને મોટો ભાગ મરાઠાઓની પાછળ ખૂબ દર ગયો એટલે ગોઠવણ કર્યા મુજબ ૭૦૦૦ મરાઠા સિપાહીઓ સાથે શિવાજી મહારાજે મુગલેની છાવણ ઉપર અચાનક છાપો માર્યો અને મુગલ છાવણ લૂંટી. દિલ્હીના બાદશાહને નજરાણું કરવા માટે બહાદૂરખાન અતિ ઉત્તમ ઘોડી લાવ્યો હતો તે પણ શિવાજી મહારાજના કબજામાં આવી ગયા. મુગલ ખજાનાને કબજો મરાઠાઓએ લીધો. ૨૦૦ સુંદર ઘોડા અને એક કરોડ રૂપિયા મહારાજે કબજે કર્યો અને મુગલ છાવણીના તંબ, ડેરા, રાવઠીઓ વગેરે સામાન બાળી ભસ્મ કર્યો.
પિડગામની મુગલ છાવણી લુંટયા પછી મરાઠા લશ્કરની એક ટુકડી રામનગરના કેળી મુલકમાં થઈ સુરત તરફ જવા નીકળી. કેળી રાજાના ૪૨ હજાર કેળીઓ મરાઠાઓની સામે થયા. મરઠિાઓએ રસ્ત મેળવવા માટે કાળી રાજાને આશરે ૧ લાખ રૂપિયાની લાંચ આપી પણ એનું પરિણુમ મરાઠાઓને લાભકારક ન નીવડયું. આખરે મરાઠાઓનું આ લશ્કર પાછું વળ્યું અને મહારાજના લશ્કરની સાથે જોડાઈ જવા માટે ઔરંગાબાદ તરફ આવ્યું.
૧૬૭૪નું ચોમાસું પુરું થતાં જ શિવાજી મહારાજ જાતે લશ્કર લઈ ઘાટમાં થઈ ઔરંગાબાદની આસપાસનો કેટલેક મુગલ મુગક લૂંટી બાગલાણ અને ખાનદેશમાં આવ્યા. ખાનદેશમાં મહારાજે થોડા દિવસ મુકામ રાખે. એરડેલથી આસરે ૧૦ માઈલ દૂર આવેલા ધરમગામ શહેર ઉપર મરાઠાઓએ હલે કર્યો. આ ગામમાં અંગ્રેજોની કેડી હતી. મુગલ અમલદાર કતબુદ્દીનખાન પેશગીએ મરાઠાઓને સામનો કર્યો. આ અમલદારે મુગલ મુલક સાચવવાના ઘણા પ્રયત્નો કર્યા પણ મરાઠાઓના જબરા લશ્કર આગળ એનું કંઈ ચાલ્યું નહિ. મરાઠાઓની લડાઈમાં કુતુબુદ્દીન હાર્યો અને એનાં ૪૦૦ માણસે માર્યા ગયાં. મરાઠાઓના મારા આગળ એનાથી ન ટકાયું એટલે એ ધરમગામથી નાઠે અને ઔરંગાબાદ જઈને એણે આશ્રય લીધે.
૨. શિવનેરી કિલ્લે. ધરમગામ અને એની આજુબાજુના મુગલ મુલકને નાશ કરી મહારાજ નીકળ્યા અને એમણે 69
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com