Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 681
________________ પ્રકરણ ૧૨ નું ] છે. શિવાજી ચરિત્ર ૪૩ અને નક્કી કરેલે દિવસે ખિન્નપુર ગયા. પોતાના લાવલશ્કર સાથે શિવાજી મહારાજ પૂર દમામ અને ભપકામાં બિજાપુર ગયા. આદિલશાહી સરકારે એમને સલ્તનતના રક્ષક ગણીને બહુ ભારે માન આપ્યું, આદિલશાહીને પાયામાંથી હલાવનાર, આદિલશાહીની સત્તા તાડનાર, આદિલશાહીને મદ ઉતારનાર શિવાજી મહારાજ હતા એ આ વખતે પ્રજા ભૂલી ગઈ હતી. પેાતાના વહાલા શહેરનું અને સંતનતનું જેણે રક્ષણ કર્યું તે પ્રતાપી પુરુષ શિવાજી મહારાજ હતા એ ધ્યાનમાં રાખીને એમને અંતરના વહાલથી પ્રજાએ વધાવ્યા હતા. સલ્તનતના સરદારા, અમલદારા અને જવાબદાર પુરુષોએ આ માનીતા મહેમાનને ભારે માન આપ્યું હતું. સુલતાન સિકદરે પણ શિવાજીમહારાજને માન આપ્યું અને એમણે આલિશાહી ઉપર કરેલા ઉપકારથી આખી આદિલશાહી પ્રશ્ન એમના ઉપકાર નીચે દબાયેલી છે એ જાહેર કર્યું. ત્યાર પછી નીચેની શરતાવાળી સનદ સુલતાને શ્રી. શિવાજી મહારાજને એનાયત કરી. શરત!—૧. કાપલ અને ખેલવાડીની આસપાસના મુલક શિવાજી મહારાજને સ્વાધીન કરવામાં આવે છે. ૨. દ્રાવિડ દેશમાં જે મુલક શિવાજી મહારાજે કબજે કર્યાં છે તે ઉપર આદિલશાહી કાઈપણુ પ્રકારના હક માગશે નહિ. ૩. સ્વ. સિંહાજી રાજાને આપેલી જાગીરને નુકસાન કરે એવા પ્રાંત ઉપર આદિલશાહી કોઈપણ પ્રકારની સત્તા રાખશે નહિ. ૪. જ્યારે જ્યારે પ્રસંગ આવી પડે અને જરુર જાય ત્યારે ત્યારે બન્નેએ એક બીજાને મદદ કરવી. મહારાજે સુલતાનની મહેમાની સ્વીકારી બિજાપુરી દરખાર અને બિજાપુરની પ્રજાને ખુશ કરી. ૯. શિવાજી મહારાજના સ્વગ વાસ. આવી રીતે શિવાજી મહારાજને ચારે તરફ જયજયકાર થયા. ઈ. સ. ૧૬૮૦ ના માર્ચ માસના પહેલા પખવાડિયામાં મહારાજે પોતાના નાના પુત્ર રાજારામનું લગ્ન બહુ ધામધુમથી રાયગઢ મુકામે પ્રતાપરાવ ગુજ્જરની દિકરી જોડે કર્યું. આ અતિ આનંદના પ્રસંગ પછી થેાડા જ દિવસમાં મહારાજ માંદા પડ્યા. શિવાજી મહારાજને લાગ્યું કે નવા રાજ્યની તિજોરી પૂરેપુરી તર રાખવી જોઇ એ. કર્ણાટક વગેરે મુલકામાંથી મહારાજ પુષ્કળ ધન લાવ્યા હતા પણ ધીમે ધીમે મહારાજને વિચાર મહારાષ્ટ્રમાંથી મુસલમાની સત્તાના કાંટા નરમ કરી હિંદુસ્થાનમાં મહારાષ્ટ્ર બહાર પણ હિંદુત્વ રક્ષણ માટે ચિત અંદેાખસ્ત કરવાના હતા. પેાતાની સત્તા વધાર્યા સિવાય એ કામ બને એવું નહતું. રાજસત્તાથી જ આ કામ શક્ય હતું એટલે આ કામ માટે અઢળક ધનની જરુર હતી. ધનભંડાર ખરેાબર ભર્યાં પછી હિંદુઓનાં દુખા દૂર કરવા માટે, હિંદુત્વ ઉપર થતા અત્યાચારા અને આક્રમણા અટકાવવા માટે અને પ્રજાને સુખી કરવા માટે સ્થાપન કરેલા હિંદવી સ્વરાજ્યની મર્યાદા વધારવા મહારાજના વિચાર હતા. આ કામને માટે જોઈતાં નાાં શી રીતે મેળવવાં એના મહારાજ વિચાર કરી રહ્યા હતા એટલામાં જ ખબર આવી કે દિલ્હીથી ભારે ખજાને લશ્કરી ટુકડી સાથે ઔરંગાબાદ માટે નીકળી ચૂકયા છે અને તે મજલ દડમજલ કૂચ કરતા ઔરંગાબાદ તરફ આવી રહ્યો છે. મહારાજે એ ખજાતા કબજે કરવાને વિચાર કર્યાં. મહારાજે પોતાના લશ્કરમાંથી ઘોડેસવારેની ચુટણી કરી અને સુંદરમાં સુંદર કસાયેલા યેદ્દાઓની એક ટુકડી તૈયાર કરી. દિલ્હીથી આવતા મુગલ ખજાનાની ખખરા છૂપી રીતે મેળવવાની મહારાજે બધી તજવીજ કરી હતી. ઝીણામાં ઝીણી ખાતમી મેળવીને મહારાજે એ ખજાને કબજે કરવા પોતાની ચુનંદી ટુકડી સાથે કૂચ કરી. ખાને લાવનાર મુગલ લશ્કર બેસાવધ હતું. અનુકૂળ જગ્યા જોઈને મહારાજે ખજાના ઉપર છાપા માર્યો. મુગલ લશ્કર ખેબાકળું બની ગયું. ખજાનાના રક્ષકા આ અણુધાર્યો વાંચાનક છાપાથી મુઝવણુમાં પડ્યા. મહારાજે ખાને અને લેવા સૈનિકાને હુકમ કરી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720