Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 682
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૩ મું મુગલ લશ્કર અને ખજાનાના રક્ષકો મરાઠા લશ્કર સાથે બહુ હિંમતથી લડ્યા. બંને વચ્ચે લડાઈ થઈ મહારાજે પોતે આ લડાઈમાં બહુ આગળ પડતો ભાગ લીધો હતો. આખરે મુગલે હાર્યા અને ખજાનાનો કબજો મરાઠાઓએ લીધે. આ ખજાનો તરત જ બનતી ત્વરાએ, વગર વિલંબે, પૂર ઝડપે રાયગઢ લઈ જવાની જરૂર હતી. મહારાજ લડાઈમાં થાકેલા હતા છતાં પણ એ ધારેલી ઝડપે ખજાને રાયગઢ લઈ ગયા. આ મહેનત મહારાજને ગજા ઉપરાંત થઈ પડી. એમની છાતીમાં દુખાવો શરૂ થશે અને જીર્ણ જવર પણ ચાલુ થયો. છાતીમાંથી લેહી પડવાનું શરૂ થયું. આ વખતની મહારાજની માંદગીથી સગાંવહાલાં, સ્નેહી સરદારો, નોકર ચાકર વગેરે બધાનાં મેંનાં પાણી સુકાઈ ગયાં. દરેકના મનમાં મહારાજની આ માંદગીનું રૂપ ગંભીર લાગ્યું. ઔષધ, ઉપચાર, વૈદ, હકીમ, જપ, તપ, કંઈ બાકી ન રાખ્યું પણું મહારાજની માંદગી વધવા જ લાગી. મહારાજને પણ લાગ્યું કે એમને અંત સમય સમીપ આવતો જાય છે. એમણે પોતાના વિશ્વાસુ માણસેને મળવા માટે બોલાવ્યા. મહારાજની માંદગીની ખબર સાંભળી મહારાજના ખાસ માણસો એમની પાસે આવીને હાજર થયા હતા. મહારાજને લાગ્યું કે પોતાના માણસને બોલાવીને તેમને આખરને સંદેશો આપ હવે ખાસ જરૂરનું છે. પેશ્વા મોરોપંત પિંગળે, બાલાજી આવછ ચિટણી, રાવજી સોમનાથ, સૂર્યાજી માલુસરે, પ્રહાદપંત ન્યાયાધીશ, મહાદજી નાયક, બાઇકદમ, રામચંદ્રપંત અમાત્ય વગેરે મહારાજના માનીતા અને ખાસ વિશ્વાસના જવાબદાર પુરોને મહારાજે પિતાની પાસે બોલાવ્યા અને કહ્યું “આ માંદગીમાંથી હવે હું બચીશ એવું મને લાગતું નથી. મારો અંત નજદીક આવતે મને દેખાય છે. મારા દેશની અને વહાલા ધર્મની વધુ સેવા મારા તકદીરમાં નહિ હોય એમ જ હું માનું છું. આ માંદગીમાંથી હું ઉઠીશ એવી જ કેઈએ આશા બાંધી હોય તો તે ખોટી છે. હવે એવી આશા બાંધવી એ જાણું જોઈને નિરાશાને નોતરવા જેવું છે. પ્રભુને હવે આલેકમાં મારી જરૂર નથી. મારે હાથે જગદીશે કરાવવા ધારેલું કામ પૂરું થઈ ગયું હશે એટલે મને ઘડીવાર પણ આલેકમાં રાખશે નહિ. આજે હું તમારી આગળ મારા આખરના વિચારો ઠાલવવા ઈચ્છું છું. હું હવે તમારો બધાને થોડા દિવસને મહેમાન છું. આ રાજ્યના તમે બધા છે. રાજ્ય પ્રજાનું છે અને રાજકર્તા પ્રજાને સેવક છે. રાજકર્તા જ્યારે પ્રજાને સેવક મટીને માલીકનો ફાકે મગજમાં ધરાવવા લાગે છે ત્યારે એ ધીમે ધીમે પતિત થવા લાગે છે એવી મારી માન્યતા છે. પ્રજા લાયક રાજાને માલીક ગણે એ પ્રજાનું સૌજન્ય છે પણ લાયક રાજાએ પિતાને તે પ્રજાના સેવક સમજવો. જે પ્રજા ઉપર પુત્રવત પ્રેમ રાખે છે અને પ્રજાના જાનમાલના રક્ષણની પુરેપુરી જવાબદારી પોતાને માથે રાખે છે તે જ રાજા રાજા કહેવડાવવા લાયક છે એમ હું માનું છું અને આ માન્યતા નજર સામે રાખીને જ હું વર્ચો . હિંદવી સ્વરાજ્ય સ્થાપવાનું માન મને આપવામાં આવે છે પણ હું કઈ દિવસ ભૂલ્યા નથી કે હિંદુત્વના રક્ષણ માટે પ્રજા ઉપર થતા અત્યાચારે માટે મસલમાન સત્તાના જોરથી હિંદુ પ્રજા ઉપર જુલમ ગુજારે છે તે દૂર કરવા મુસલમાન સત્તા તેડવા માટે હિંદવી સ્વરાજ્ય સ્થાપવાના વિચારમાં જેમણે મને મક્કમ કર્યો અને એ યોજના ફળીભૂત કરવાના કામમાં મારા બચપણના સાથીઓ, સ્નેહીઓ, દોસ્તો, મિત્રો, ગેઠિયાઓ વગેરેએ પોતાના વહાલા પ્રાણુ પાથર્યા છે, જેમણે હિંદુત્વ રક્ષણ માટે પોતાનું સર્વસ્વ હોડમાં મૂક્યું હતું અને જે કુટુંબે આ મુક્તિની હડતમાં ફના થઈ ગયા એ સર્વે આ સ્વરાજ્યની ઈમારતને મજબૂતી આપનારી પાયામાંની શીલાઓ છે. આ રાજ્યની તમે બધાઓએ હિંદુત્વ રક્ષણની ઉત્તમ ભાવનાથી જે સેવાઓ બજાવી છે અને કેટલાક ભાઈઓએ ભારે દુખ વેઠીને અને અડચણે ખમીને સ્વરાજ્ય માટે તપશ્ચર્યા કરી તેનું આ પરિણામ છે, તેનું જ આ ફળ છે. સ્નેહીઓ, સરદાર, સેવક, અમલદારો, સૈનિકો અને યોદ્ધાઓના સહકારથી આ મોટું રાજ્ય મૂકીને હું જાઉં છું. મારા વખતમાં જે નિષ્ઠાથી આ રાજ્યની તમે સેવા કરી તેજ તમારી નિષ્ઠા મારો પછી પણ આ રાજ્યના હિતમાં તેની મજબૂતીમાં કાયમ રાખજો. યુવરાજ શંભાજી નાલાયક નીવડશે તેનું મને બહુ દુખ થાય છે. રાજ્યમાં મેં કર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720