Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 683
________________ પ્રકરણ ૧૨ મું] છે. શિવાજી ચરિત્ર નિમકહલાલ, વફાદાર, હિંમતબાજ, કાર્યદક્ષ, શૂરવીર, કુનેહબાજ અને હિંદુત્વ માટે વખત આ પ્રાણ આપવા તૈયાર થાય એવા ભાવનાવાળા પુરુષ ભેગા કર્યા છે. મારા રાજ્યના આવા હીરાઓ, મારા દરબારના રત્ન, સ્વરાજ્યના શણગાર અને હિંદુત્વના રક્ષક પુરના કામની કદર હું કરી શકો, હું એમને મે જાળવી શક્યો પણ મારી પછી આ રાજ્યમાં એમનું માન અને મે સચવાશે કે નહિ તેની મને શંકા છે. મારી પછી તમારે માથે કે રાજા સ્થપાશે તેની કલ્પનાથી મને ખેદ થાય છે. પ્રજાને દ્રોહ કરે તે રાજ્ય હોવા છતાં રાજા નથી, પ્રજાનું પુત્રવત પાલન ન કરે તે ગાદી હોવા છતાં રાજા નથી, પિતાની પ્રજા તરફ કુદષ્ટિ કરે એ સત્તા હોવા છતાં રાજા નથી, જે પ્રજાને દુખે દુખી થતું નથી તે રાજા હોવા છતાં રાજા નથી. શંભાજી ચારિત્રહીન છે, ઉદ્ધત છે એટલે રાજ્યના મુત્સદીઓને અને જોખમદાર અમલદારોને એને હાથે બહુ વેઠવું પડશે, એમ મને લાગે છે. છેવટની સૂચના તમને બધાને એ છે કે રાજા તરફ ન જોતાં સ્વરાજ્યની ઈજત તરફ જેજે. દુશમન ટાંપીને બેઠે છે તે તરફ નજર રાખજો. માથે પડે તે દુખે હિંદુત્વની ખાતર, પ્રજાની ખાતર સહન કરજે. તમે આ રાજ્યને ટકાવી રાખજે. આ રાજ્યને પડવા દેતા નહિ. માંહોમાંહે કજિયા કરતા નહિ. એક બીજાની ઈર્ષા કરતા નહિ. તેજોદ્વેષથી તમારું બળ તમે તમારે હાથે તેડતા નહિ. રાજ્યના મહેમાંહેના પક્ષથી મોટી સલ્તનત જમીનદોસ્ત થઈ ગઈ છે એ વાત ભૂલતા નહિ. મારી પ્રજાને દુખી કરતા નહિ. એમણે ઘણાં દુખ વેડ્યાં છે. મારી ખાતર તમે મારી પ્રજાની પડખે નિરંતર રહેજે. મારા રાજ્યમાં ગાય, સ્ત્રીઓ, ધર્મ, ધાર્મિકગ્રા અને ધાર્મિક સ્થળનું રક્ષણ પૂરેપુરું થવું જોઈએ. હિંદુ ધર્મના, હિંદુ દેવાલયના, હિંદુ ધર્મ પુસ્તકના અપમાન કરનાર, પવિત્ર મંદિર અને મુતિએને તેડનાર, હિંદુ સ્ત્રીઓને પકડી જોરજુલમથી ઘસડી જઈ તેમના ઉપર અત્યાચાર કરનાર, તેમને વટલાવનાર, તેમને ગુલામ બનાવનાર હિંદુત્વના દુશ્મનને નાશ કરવા માટે તેવાઓને અથવા તેવી સત્તાને જડમૂળથી ઉખેડી નાંખવા માટે હિંદુઓએ તૈયાર રહેવું જોઈએ પણ તેમ કરતાં કેઈ ધર્મનું, કઈ ધાર્મિક સંસ્થાનું, કઈ ધાર્મિક સ્થળનું કે કઈ ધાર્મિક ગ્રંથનું અપમાન મારા રાજ્યના અમલદારો-અધિકારીઓ કે બીજા કોઈ ન કરે એવી મારી હદયની, અંતરની ઈચ્છા છે. પારકા ધર્મનું અપમાન કરવું, અન્ય ધર્મનાં સ્ત્રીપુર ઉપર એ બીજા ધર્મનાં હેવાને કારણે અત્યાચાર ગુજારવા, પારકા ધર્મની સ્ત્રીઓને બળજબરીથી ઘસડી જઈ તેમને વટલાવી, જોરજુલમથી એના ઉપર અત્યાચાર કરવા, એનું શિયળ લૂંટવું એ બધાં કર્મો મનુષ્ય જાતિને શરમાવનારાં છે. આવાં કોને ધાર્મિક સેવા ગણવી એ અધમપણાની પરાકાષ્ટા છે. આપણે હિંદુ ધર્મ આવાં નીચ કલ્યો નથી સાંખતો. સાચે હિંદ આવાં નીચ કત્યો ન કરે. શંભાજી વ્યસની છે. વ્યભિચારી છે. એને હાથે કંઈ અપમાન થાય તે આત્મમાન સાચવવા ખાતર તમે ઘટતું કરજો પણ એના ઉપરના રોષ અને વેરની જવાળાથી જે ગાદી ઉપર એ બેસશે તે ગાદીને આંચ આવવા દેશો નહિ. સંભાજીએ મને જીવનમાં નાસીપાસ બનાવ્યો છે. ઈશ્વરની મરજી. એને ગમ્યું તે ખરું. મનુષ્યનું ધાર્યું નથી થતું. ધાર્યું તે ધણીનું થાય છે. મને રાજારામમાં ભારે આશા છે. એ છોકરો મારું નામ ઉજાળશે એમ મને લાગે છે. વ્યસની અને વ્યભિચારી રાજા પિતાના દુર્ગાને લીધે પિતે દુખી થાય છે, પોતાની પ્રજાને દુખી કરે છે અને આખા દેશને નુકસાન પહોંચાડે છે. શંભાજીની બાબતમાં એવું બનશે એવો મને ભય રહે છે. મારા રાજ્યના ખેડૂતો ઉપર ત્રાસ ન થાય એ ખાસ તમે જજે. ખેડૂતના સુખમાંજ રાજ્યની ચડતી છે. ખેડૂતોની આબાદીમાં જ રાજ્યની મજબૂતી છે. ખેડૂતના ઉદયમાંજ રાજ્યની ઉન્નતિ છે. ખેડૂતવર્ગ રીઝયે પ્રભુ રીઝયો માનજે. મારા રાજ્યના ગરીબ ખેડૂતને કઈ ન સતાવે, કઈ ન રંજાડે એ બંદોબસ્ત રાખજે. અમલદારો, અધિકારીઓ, જાગીરદારો, શાહકાર વગેરે સ્વાર્થ બુદ્ધિથી ખેડૂતોને Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720