Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 680
________________ ર . શિવાજી ચત્રિ [ પ્રકરણ ૧૨ મ શરૂ કરી. મુગલાએ પેાતાના લશ્કરના એ ભાગ કરી એ દિશાએ માકલ્યા અને મરાઠાના મુલકમાં તાકાન શરૂ કર્યાં. જનાર્દનપતને ખબર મળતાંજ એ મરાઠા લશ્કર લઈને નીકળ્યા અને એણે તથા હુબીરરાવે મળીને મરાઠા લશ્કરની એક ટાળાની સાથે લડાઈ કરી તેને પરાજય કર્યો. પછીથી એમણે ખીજી ટુકડીને પણ હરાવી. ૮. મહારાજે બિજાપુરની બગડી બાજી સુધારી. બિજાપુરને આક્રુતમાંથી ઉગારવા માટે મહારાજે તનતેાડ મહેનત કરી હતી. મહારાજની મદદ હતી તેથીજ આખરે ૧૬૮૦ની સાલમાં આદિલશાહી અને મુગલા વચ્ચે સલાહ થઈ. ભિન્નપુરની એમાં જીતજ હતી. બિજાપુરના સરદારાએ અને આદિલશાહી પ્રજાએ આ વિજયના ઉત્સવે કર્યાં. શિવાજી મહારાજને આદિલશાહી દરબાર તરફથી આભારદર્શક પત્ર લખાયા હતા. એ પત્રના સાર નીચે મુજબ છે ઃ— ‘અમારી પડતી વખતે આપ અમારી પડખે રહ્યા તે ઉપકાર અમારાથી ન ભૂલાય. અમેા અમારા શત્રુ મુગલાના કાળજડબામાંથી મુક્ત થયા એ પ્રતાપ બધા આપનાજ છે એવું અમે અમારા ખરા અંતઃકરણથી માનીએ છીએ. જે વખતે અમને મદદની ખરેખરી જરૂર હતી તે વખતે તમે અમને ખળ આપ્યું અને મદદ કરી એ આપની ઉદારતાને માટે આદિલશાહી આપને આભાર માને છે. આ રાજ્યના નામીચા વફાદાર સરદાર સિંહાજીના આપ પુત્ર છે અને આપના પિતાએ જે સલ્તનતની ઈજ્જત વધારી હતી તે સલ્તનતને આપે પડતી બચાવી આદિલશાહીનાં મન જીતી લીધાં છે. આપના સ્વવાસી પિતાએ આ સલ્તનતની ભારે સેવા કરી છે. એમણે રાજ્યની સત્તા વધારવા ખેહદ શ્રમ લીધા હતા. આપે ગઈ ગુજરી ભૂલીને તેના વિચાર કર્યાં એથી તે! આપ પિતાના ઋણમાંથી પશુ ધણું દરજ્જે મુક્ત થયા છે. આપની સાથે અમારે જે ખિયામાર્ં હતું તે હવે મટી ગયું છે. આપની સાથેના વિરાધને લીધે આ સલ્તનતે આપના પિતા ઉપર ભારે ત્રાસ ગુજાર્યાં હતા છતાં એ અપકાર ભૂલી જઈ આપે સલ્તનત ઉપર ભારે ઉપકાર કર્યાં એ આપની ખાનદાની અને હુંયની વિશાળતા ઉપર અમે આફરીન છીએ. આપ આ સલ્તનતના રક્ષક છે. આપના ઉપકાર અમેા કદાપિ ભૂલીશું નહિ. ’ આવી મતલબના પત્ર લખી બિજાપુર સરકારે પેાતાના વકીલ સાથે તે શિવાજી મહારાજ તરફ રવાના કર્યાં. આ પત્ર સાથે સુલતાને મહારાજને કીમતી પેાશાક, ઝવેરાત, હાથી, ઘોડા વગેરેનું નજરાણું મેકલ્યું હતું. આ આભારદર્શીકા પત્રના જવાબમાં મહારાજે જણાવ્યું કે ‘ મેં આપની બાદશાહીના ધણા પ્રાન્તા કબજે કરવા છતાં, મારા તીસ્વરૂપ પિતાજી મારા કા"માં સહાયભુત નહિ હૈાવાની આપની ખાતરી થયા પછી તેમને અર્પણુ કરેલી જાગીર અદ્યાપિપર્યંત આપે કાયમ રાખીને, તેમનું અને તેમના પુત્રનું સન્માન કર્યું છે તેથી અમારા કુટુંબ ઉપર આપના માટેા ઉપકાર થયા છે. આજ પત આપનાજ આશ્રયથી મારી ઉન્નતિ થઈ છે. મારી સંપત્તિ અને લશ્કર આપના ઉપયાગમાં આવશે તા મારા જીવનને ધન્ય માનીશ. આપની સરકારનું લશ્કરીબળ વિશેષ હાવાથી આપને વિજય પ્રાપ્ત થયા છે. મેં તેા બનતી મદદ કરી છે. ભવિષ્યમાં સંકટ સમયે સહાયતાની જરુર જણાતાં અવશ્ય લખશો, મનમાં જુદાઈ રાખશો નિહ.' આદિલશાહી સરદારાની ઈચ્છા શિવાજી મહારાજને પેાતાને ત્યાં ખેલાવી એમણે અણી વખતે જે મદદ કરી છે તે માટે એમને માન આપવાની હતી તેથી શિવાજી મહારાજને બિજાપુર ખેલાવવા એમણે સુલતાન સિકદરશાહને વિન ંતિ કરી. શિવાજી મહારાજે સૂચવેલી ક્ષરતાની બાદશાહી સનદ હજી એમને આપવામાં આવી ન હતી એટલે સુલતાને આ સનદ માટે તથા ખીજા કામેાને માટે બિજાપુર પધારવા મહારાજને આગ્રહનું આમંત્રણ માણ્યું. મહારાજે સુલતાનનું આમંત્રણ સ્વીકાર્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720