Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 678
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું પિતાના હૃદયમાં ધમધપણાને સ્થાન નહોતું આપ્યું. એમણે તો ખુદાએ સર્જેલા, માલીકે પેદા કરેલા નાના મોટાં બધાંને સરખા ગયાં. એમણે તે જુદા જુદા ધર્મો અને જુદી જુદી માન્યતાઓ, એ પ્રભુની સ્વાભાવિક લીલા છે એમ માની લીધું હતું. આજે એ બાદશાહની મમતા અને દયાવૃત્તિ, તેમની સહિષ્ણુતા અને તેમની ઉપકારવૃત્તિ, એ બધાં તેમના સ્મારક તરીકે જમાનાના ઇતિહાસના પાનાઓ ઉપર સુવર્ણાક્ષરે ચમકી રહ્યા છે. ઉપર જણાવેલા ત્રણ મહાન બાદશાહના પવિત્ર હેદો માટે નાના મોટા સમસ્ત માનવજાતના દિલમાં પ્રાર્થના અને પ્રશંસાના કુઆર ફૂટી રહ્યા છે. અભ્યદય એ માણસની શુભ વાંછનાનું પરિણામ છે એટલે જ આ શહેનશાહની કારકીર્દિ દરમિયાન પ્રભુના બધા બાળકને શાન્તિ અને સલામતીના પારણામાં સુખે મીઠી નિદ્રા મળવાનું સદ્દભાગ્ય સાંપડતાં એ બાદશાહનો યશવૈભવ વધ્યો અને તેમનું શુભ નામ વિશ્વમાં વ્યાપી રહ્યું, પણ શહેનશાહ ! આપના રાજ્યમાં કેટલાએ કિલ્લાઓ અને પ્રાંત આપના હાથમાંથી જતા રહ્યા છે. બાકીના પ્રદેશની પણ એજ દશા નિર્માઈ છે કારણ કે તમારા એ દેશે જીતી લેવાના મારા પ્રયાસમાં હું જરાએ શિથિલ બનવાને નથી. આપના દરેક ગામની ઉપજ ઘટી ગઈ છે. એક લાખની જગાએ આજે તે માંડ માંડ એક હજાર વસુલ કરી શકાય છે. જ્યાં એક હજાર લેવાના હોય છે ત્યાં બહુ જ મુશ્કેલીથી દસ મેળવી શકાય છે. ગરિબાઈ અને લાચારીએ જ્યારે શહેનશાહ અને શાહજાદાઓના મહેલમાં વાસ કર્યો છે ત્યારે અમલદારે, અધિકારીઓ અને અમીરોની શી દશા હશે તેને ખ્યાલ આવી શકે છે. આપનું રાજ્ય એ અરાજકતા અને અંધાધુધીનો નમન બની રહ્યું છે, જેમાં શહેનશાહી સિપાહીઓ ઉશ્કેરાઈને લૂંટ ચલાવી રહ્યા છે, રાજ્યના વેપારીઓ પાર પાડી રહ્યા છે અને હિંદુઓ જુલમની ચક્કીમાં પલાઈ રહ્યા છે. રાજ્યમાં અસંખ્ય માણસ આખે દિવસ કાળી મજૂરી કર્યા પછી રાત્રે પેટ પૂરતું ખાવાનું ન પામવાથી નિરાશામાં ભીંત સાથે માથાં પછાડી રહ્યાં છે અને દિવસે તમાચા મારી માં લાલ રાખી ફર્યા કરે છે. શહેનશાહ આલમગીર! તમારા રાજ્યની આ હાલતમાં હિંદુઓ ઉપર જઝિયાને કર લાદવાનું આપને કેમ સુઝી શકે છે ? આ કહ્યથી આપની અપકીર્તિ ચારે દિશામાં વીજળીવેગે પ્રસરી જશે અને તવારીખમાં લખાઈ જશે કે હિંદુસ્તાનને આલમગીર બાદશાહ બ્રાહ્મણ અને જૈન સાધુઓ પાસેથી, સંન્યાસી અને વૈરાગીઓ પાસેથી, કંગાળ અને ભીખારીઓ પાસેથી, અરે ભૂખે મરતા સુધાતુરો પાસેથી, દુકાળપીડિતો અને બેહાલ પ્રજાજનો પાસેથી જઝિયા વેરે ઉઘરાવે છે ! તવારીખની કાળી કટારોમાં કાળા અક્ષરોએ કોતરાઈ જશે કે શહેનશાહ આલમગીર ભૂખ્યા તરસ્યા માણસના મેંમાંથી અનાજનો કોળિયો ઝુંટાવી લેવામાં પિતાનું શૌર્ય બતાવી રહ્યો છે ! ઔરંગઝેબ! તારા આ કૃત્યથી તૈમુરકુળના નામ અને કીર્તિને ઝાંખપ લાગશે, કાળા ડાઘ લાગશે. શહેનશાહ સલામત! આપ જે કુરાનમાં માનતા હે, આપને જે પયગમ્બરના વચનમાં વિશ્વાસ હેય તે તેમાં લખ્યું છે કે ખુદા ખુલ–આલમીન છે અને નહિ કે રખુલ-મુસલમીન. ખુદાને સર્વ માણસોને ખુદા છે નહિ કે એકલા મુસલમાનોને અને મુસલમાન તથા હિંદુ એ બન્ને શું છે ? એ બન્ને જુદા જુદા શબ્દો જ છે. ખરું જોતાં ખુદા નામના ચિતારાએ તેની આ દુનિયાની છબીને, જુદા જુદા રંગેની મેળવણીથી પિતાની આબાદ તસ્વીર બનાવવા યોજેલા એ જુદા જુદા રંગે છે. મસજિદ હોય તો એ તેના નામની જ બંદગી થાય છે અને મંદિર હોય તો પણ તેના નામ સ્મરણાર્થે વાજીંત્ર વાગી રહે છે, એટલે કે કોઈ એક ધર્મ અથવા માન્યતા માટે અંધ પક્ષપાત બતાવો એ ખુદાના પાક ફરમાનનો ભંગ કરવા સમાન છે. ખુદાની એ છબી ઉપર નવી રેખાઓ આંકવી કે નવા રંગે પૂરવા એ ખુદાની ભૂલ કાઢવા બરાબર છે. ન્યાયની દૃષ્ટિએ જોતાં પણ જઝિયારે એ ભારે અન્યાય છે. * * * * * * * કાને કચડવામાંજ ઈસ્લામની રક્ષા થશે એમ આપ માનતા હે અને હિંદુઓ ઉપર જુલમ ગુજારવામાંજ જે ઈસ્લામની રક્ષા રહેલી છે એમ આપ માનતા હે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720