Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 676
________________ ૨૩૮ છે. શિવાજી ચરિત્ર 1 પ્રકરણ ૧૨ મું હિંદુઓ નોકરી કરી આજીવિકા મેળવતા. ઔરંગઝેબના જમાનામાં “મુસલમાન થાય તે નોકરી માટે એ એક કહેવત જેવું વાકય થઈ ગયું હતું. ૧૬૭૧માં એ કાયદો કરવામાં આવ્યું કે રાજ્યના મહેસૂલી અમલદારે મુસલમાનજ હેવા જોઈએ અને બધા સૂબાઓ તથા તાલુકદારોને પિતાના હિંદુ શિકાર (કારકુન) અને હિસાબનીશને કાઢી મૂકી તે જગ્યાઓએ મુસલમાનોને નીમવા હુકમ કર્યો. રાજાને તે વખતને ઇતિહાસકાર સાચી રીતે જણાવે છે કે “કલમને એક ઝપાટે” એણે પિતાની નેકરીમાંથી બધા હિંદુ કારકુનોને કાઢી મૂક્યા. (એમ. એ. પર૮). પ્રાતિક સૂબાઓના હિંદુ પેશકારોને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી રાજ્ય ચલાવવું અશક્ય લાગ્યું છતાં કેટલી જગાએ જિલ્લાના મહેસૂલી અમલદારની જગ્યાએ મુસ્લીમ અમલદારોની નિમણુક કરવામાં આવી. પાછળથી તે બાદશાહને જરૂરિયાત આગળ એટલું બધું નમતું આપવું પડ્યું કે મહેસૂલી ખાતામાં અને તીજોરીમાં અડધા પેશકારે હિંદુ અને અડધા મુસલમાન રાખવા પડ્યા, હિંદુઓને પિતાના ધર્મમાંથી ચલાવવાના બીજા પ્રલેશને હતાં. બાદશાહની આજ્ઞાથી કેટલાક વટલાઈ ગયેલા હિંદુઓને હાથી ઉપર બેસાડી નિશાન કંકા સાથે સરઘસના આકારમાં શહેરમાં ફેરવવામાં આવતા. બીજાઓને ઓછામાં ઓછા ચાર આના રોજ આપવામાં આવતી. નવા થયેલા મુસલમાનોમાંના ઘણા ખરાને વટલાઈ ગયા પછી એક મહીના સુધી રોટી ખર્ચ આપવામાં આવતું અને પછી સરપાવ આપી વિદાય આપવામાં આવતી. બધા પ્રાતોમાં આ જાતનો સામાન્ય નિયમ હતો. ૧૬૯૫ના માર્ચમાં રાજપૂત સિવાય બધા હિંદુઓને પાલખીમાં બેસવાની હાથી કે સાજ સજેલા ઘેડા ઉપર સવારી કરવાની અને હથિયાર ધારણ કરવાની મનાઈ કરવામાં આવી. હિંદુઓના મેળાઓ બંધ કર્યા : વર્ષના અમુક દિવસે એ સમસ્ત ભારતવર્ષમાં હિંદુઓ પોતાના ધાર્મિક સ્થાનોએ મેળાઓ ભરતા. પુરષો, સ્ત્રીઓ અને બાળકો પવિત્ર જળાશયોમાં નાહવા. મૂર્તિઓની પૂજા કરવા, ધાર્મિક વિધિઓ કરવા, મેટી સંખ્યામાં એકઠા થતા એ ખરું પણ મેળાઓમાં મુખ્ય વસ્ત તો એ હતી કે વેપારીઓએ દુકાનોમાં મૂકેલી વસ્તુઓની ખરીદી કરવી. ખાસ કરીને ગામડાંની સ્ત્રીઓ માટે આખા વર્ષમાં બહાર નીકળવાને અને જીવનના શ્રમમાંથી મુક્ત થવાને આજ એક પ્રસંગ હતો. અહીં તેઓ પોતાના દૂરના સગાં વહાલાં અને જ્ઞાતિલાને મળતાં અને આનંદ માનતા ની પેઠે મુસલમાને પણ આવા મેળામાં આવતા. તેઓ પણ આનંદ કરતા, વેપાર કરતા અને બંદગી પણ કરતાં, પરંતુ હિંદુઓ કરતાં કંઈક ઓછા પ્રમાણમાં. વેપારીઓનો વેપાર બહુ ધમધોકાર ચાલો. દરેક પ્રાંતમાં મોગલ સરકારને આવા પ્રસંગોએ ભયભાડા તથા બીજા કર તરીકે ભારે રકમ મળતી. આવી જાતને એક મેળો માળવાના એક ગામડા પાસેના તળાવ ઉપર ઈ. સ. ના ૧૪ મા શતક સુધી ભરાતે પણ ફીરોઝશા તઘલખે લોહીની છોળો ઉછળાવી એ બંધ કરી દીધો. ઔરંગઝેબે પણ એ રાજ્યનીતિને અનુસરી ૧૬૬૮માં પિતાને આખા રાજ્યમાં આવા મેળાઓ બંધ કર્યા હિંદના હોળી અને દિવાળીના તહેવારો બજાર બહાર અને તે અમુક સીમામાં રહીને જ ઉજવવા દેવામાં આવતા. ૬. બા. ઔરંગઝેબને શિવાજી મહારાજને પત્ર. જઝિયારે એ હિંદુઓને અપમાન કરનાર કર છે, હિંદુત્વને હણવા માટે એક ધર્માધ સત્તાધારીનું શસ્ત્ર છે અને એ ધર્માધ ઔરંગઝેબનો હિંદુઓને પડકાર હતો એમ શિવાજી મહારાજ માનતા હતા. હિંદુઓને આવી રીતનો છલ જોઈ મહારાજને ભારે દુખ થયું. હિંદુઓ ઉપરને આ જુલમ જોઈ મહારાજને ભારે ખેદ થયો અને એમણે મુગલ શહેનશાહ આલમગીરને આ કરેના સંબંધમાં એક પત્ર લખવાનો વિચાર કર્યો. ઈ. સ. ૧૯૭૯ની આખરમાં શિવાજી મહારાજે જઝિયાવેરાને વિરોધ કરતે પત્ર બાદશાહ ઔરંગઝેબને લખી મોકલ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720