________________
છે. શિવાજી ચરિત્ર
[ પ્રકરણ ૯ મું સમય એને જરાયે અનુકળ ન હતે. મનુષ્યની પરીક્ષા કરવામાં મહારાજ એક્કા હતા. માણસની નબળાઈઓ એ જાણી લેતા અને જ્યારે જરૂર પડે અને એ માણસની સાથે કંઈ કામ પડે ત્યારે એની નબળાઈઓ અને ગુણ નજર સામે રાખીને જ મહારાજ એની સાથે વર્તન કરતા. વિરોધીઓની નબળાઈઓ શોધી કાઢવામાં એ નિપુણ હતા અને એવી નબળાઈનો વખત આવે પિતાનું ધ્યેય સાધવામાં એ પૂરેપુરો લાભ લેતા. દક્ષિણના મુગલ સૂબેદાર બહાદુરશાહની સાથે મહારાજને ઘાડા પરિચય થયો હતો. અનેક વખતના અનુભવથી એનામાં કેટલું મીઠું છે તે એમણે જોઈ લીધું હતું. બહાદુરશાહ દિલેરખાનના જેવો કલહપ્રિય માણસ ન હતું, એટલું જ નહિ પણ એ લડાઈ એને રસીઓ પણ ન હતું, મરાઠાઓ સાથેના લાંબા વિગ્રહથી એ કંટાળી ગયો હતો એની મહારાજને ખબર હતી. મરાઠાઓને મસળી નાંખવાને મુગલોને અનુકુળ વખત ન હતું તે પ્રમાણે મુગલ સત્તા સામે જંગ જગાડી તેને દબાવી દેવાનો મરાઠાઓને પણ અનુકુળ સમય ન હતું. દુશ્મનને નાશ શક્ય ન હોય તો તેને દબાવીને કામ કાઢી લેવામાં પણ ડહાપણું છે એવું મહારાજ માનતા અને દબાવવાનું અશક્ય હોય તો એ વિરોધીને મનાવીને પોતાની મતલબ હાંસલ કરી લેતા. આ વખતે સંજોગો અને સ્થિતિ જોતાં યુગલને મનાવ્યા સિવાય બીજે રસ્તે જ નથી એની જ્યારે મહારાજને ખાતરી થઈ ત્યારે એમણે એ સાધવા પ્રયત્ન કરવા માંડ્યા.
બહાદુરખાન લેબી અને લાંચિયો હતો. એની એ નબળાઈ અને દુર્ગુણને લાભ લઈ મુગલેને કામ પુરતા મનાવી લેવાને મહારાજે વિચાર કર્યો. કર્ણાટકની ચડાઈમાં વિજય મેળવીને મહારાજ પાછા આવે ત્યાં સુધી મુગલે મહારાજના મુલક ઉપર ચડાઈ ન કરે એને પાક બંદોબસ્ત ક્ય પછી જ કર્ણાટકની ચડાઈની ગોઠવણ અને પાકી તૈયારી કરવાની હતી.
મહારાષ્ટ્રમાં મંગલ મરાઠાઓના ઝગડાને લીધે બહાદરખાનને માનસિક આરામ જરાએ મળતા ન હતું. એને ચડે ઘોડે રહેવું પડતું. એ મરાઠાઓ સાથે સુલેહ કરવા ઝંખી રહ્યો હતો. મરાઠાઓ પિતે સુખે ખાતા ન હતા અને મુગલને સુખેથી ખાવા દેતા ન હતા. તે જમાનાના મહારાષ્ટ્રના મરાઠાઓ મુસલમાનોને પેટે સુખેથી પાણી પણ પડવા દેતા નહિ. કેટલીક વખતે મરાઠાને ભાણું ઉપરથી ઉઠી જવું પડતું ત્યારે ઘણી વખતે મુગલોનાં રાંધ્યાં ધાન પડી રહેતાં. મરાઠા, માવળાઓનું જીવન સખત હતું. તેઓ સકે રોટલો અને મરચું ઉભા ઉભા ખાઈને સુખેથી જીવન ગુજારી શકતા. મુગલ લશ્કરની તેવી સ્થિતિ ન હતી એટલે આવી અડચણથી એ કંટાળી ગયા હતા. મુગલ અમલદારો આ સ્થિતિથી કાયર થઈ ગયા હતા. મુગલેની મનોદશાને મહારાજે બહુ ઝીણવટથી અભ્યાસ કર્યો હતા. મહારાજે જોયું કે મુગલ સૂબેદાર મરાઠાઓ તરફથી સુલેહની માગણીની ફક્ત રાહ જોઈ રહ્યો છે અને આ ટાંકણે મુગલે સાથે સુલેહની ખાસ જરૂર છે એટલે મહારાજે સુલેહ કરવાનો વિચાર કરી પિતાના ન્યાયાધીશ નિરાજીપંતને મુગલ સૂબેદાર પાસે સુલેહ અને સ્નેહ સંબંધ બાંધવા સંબંધી વાત કરવા મોકલ્યા. બહાદુરખાનના લાલચુ સ્વભાવને લાભ લેવાના ઈરાદાથી મહારાજે પિતાના વકીલની સાથે મુગલ સૂબેદાર માટે ભારે કિંમતનું જવાહિર અને કીમતી પિશાક, ભારે કિંમતના અલંકાર અને એનું દિલખુશ થાય એવી ચીજોનું નજરાણું મોકલ્યું. મહારાજે ધારેલી અસર આ નજરાણાથી બહાદુરખાન ઉપર થઈ. એ લોભાયો. લલચાયો અને એણે મરાઠાઓના મલકને કઈ જાતને ઉપદ્રવ નહિ પહોંચાડવાનું વચન આપ્યું. આ વખતે મુગલ બાદશાહને શાંત રાખવા માટે ખંડણી તરીકે નાણાં આપ્યાં. આ નાણું આપતી વખતે મહારાજે પિતાના માણસને કહ્યું કે “આ ખંડણી નથી આપતે પણ આતે હું દુઝણી ગાયને ચારે નીરૂં છું.” બહાદુરખાને આ ખબર બાદશાહને મોકલી. બાદશાહ આ વખતે પંજાબમાં પઠાણ સાથેના વિગ્રહમાં રોકાયેલો હતેા. મહારાજ સાથેના દક્ષિણના સૂબેદારે સુચવેલા તહનામાને એણે બહાલી આપી. સુબેદાર બહાદુરખાનને ધનથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com