Book Title: Chatrapati Shivaji Charitra
Author(s): Vaman Sitaram Mukadam
Publisher: Vaman Sitaram Mukadam

View full book text
Previous | Next

Page 670
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૨ મું ન કરી શકે અને માનવ આત્મા ઉન્નતિને શિખરે ન પહોંચી શકે. હિંદુઓના મનની શકિતને હાસ અને ઊંચા વર્ગના હિંદુઓની માનસિક અવનતિ એ હિંદુસ્થાનમાં મુસલમાની રાજયનું અધમમાં અધમ પરિણામ છે. મુસલમાની રાજ્યના વૃક્ષની પરીક્ષા એના ઉપરથી કરીએ તો એમ જ કહેવું પડે કે એ હિંદુસ્થાન માટે તે સંપૂર્ણ રીતે નુકશાનકર્તા જ નીવડયું છે. અત્યંત જ્ઞાનવાળા અને ખૂબ ફરેલા એક આધુનિક તત્વવેત્તા લખે છે કે “પિતાનું સર્વસ્વ ઈશ્વરને સોંપી દેવું અને ઈશ્વરના જ બનીને રહેવું એ ઈસ્લામને મૂળ સિદ્ધાંત છે પણ એ ગમે તે ઈશ્વર નહિ પરંતુ ખાસ ખાસિયતવાળો ઈશ્વર, પિતાની મરજી પ્રમાણે આપણી પાસે કાર્ય કરાવનાર અને શત્રુએની સામે નિરંતર લડવા કરવાનું ફરમાન કરનાર યુદ્ધ દેવતા. આ માન્યતાની વિધિને પરિણામે નિયંત્રણને વિચાર ઊભો થાય જ છે. દરરોજ અમુક નક્કી કરેલે વખતે મુસલમાન મજીદમાં હારબંધ નમાઝ પડે છે અને એકી વખતે એ જ પળે દરેક જણ સરખા જ હાવભાવ કરે છે તે હિંદુ ધર્મના આત્મદર્શનની વિધિ જેવું નથી, પણ કેસર સામે પ્રશિયન સિનિકે જે ભાવથી કવાયત કરતા હોય એ રીતે જ થાય છે. ઈસ્લામ એ લશ્કરી તાલીમ ઉપર ઘડાયો છે એ વસ્તુ જાણ્યા પછી મુસલમાનમાં કયા કયા ગુણ હોવા જોઈએ એ વસ્તુ તે સહેજે સમજાય એમ છે. એ ઉપરથી મુસલમાનમાં સ્વાભાવિક રીતે રહેલી નીચે પ્રમાણેની ખામીએ સહેજે દષ્ટિગોચર થયા વીના રહેતી નથી વિકાસના અભાવ, પરિસ્થિતિને અનુકુળ બનવાની અશક્તિ, નવી શોધ અને વિચારને અભાવ. સૈનિકે તે કેવળ હુકમો માનવાના જ હોય છે બીજું બધું તે અલ્લા પોતાની મેળે જ કરી લે છે.” (એચ. કૈસરલિંગની ટ્રાવેલ ડાયરી ઓફ એ ફિલૈં ઑફર” ૧૯૨૦ માં પ્રસિદ્ધ થયેલી.) મુલ્લાશાહીમાં રાષ્ટ્રનિર્માણ થવું અશક્ય : ગુણ પ્રમાણે નહિ પરંતુ જાત અને ધર્મને ધ્યાનમાં લઈને સરકારી નોકરીઓ આપવામાં આવે છે, રાજ્યના સેવકની લાયકાતમાં આવડતને નહિ પરંતુ નાતજાતને મુખ્ય ગણવામાં આવે છે ત્યારે એવી નોકરીઓ ખરી રીતે યુદ્ધની લુંટ જેવી જ ગણાય છે. નોકરશાહી એ પરંપરાગત લશ્કરી પેન્શન જેવી બની જાય છે અને ઓછામાં ઓછે ખર્ચે અને વધારેમાં વધારે શક્તિથી દેશની સેવા કરનાર યંત્ર બનતી નથી. તેથી બીનમુસ્લીમ પ્રજાઓના મનમાં તો એ વાત ચોક્કસપણે ઠસી ગઈ હતી કે રાજ્યની મેટી પદવીઓ તે આપણું નસીબમાં લખી જ નથી; મુસલમાની સત્તાને નાશ થાય એમાં પિતાને કંઈ ખવાપણું રહેતું જ નથી પણ કેટલાક સ્વાર્થસાધુઓને જ નુકસાન થવાનું છે એમ તેઓ સમજતા હતા. ઈસ્લામી મુલાશાહીને જે વિવિધ વસ્તીવાળી પ્રજા ઉપર રાજ્ય કરવાનું હોય તો પરિણામે વર્ગ સત્તા અને પરદેશી સત્તાના મિશ્રિત ખરાબમાં ખરાબ દુર્ગણે તેમાં આવ્યા વગર રહેતા નથી. વળી મુગલ રાજ્યમાં તે કેવળ એક તદ્દન નાના વર્ગનું જ આધિપત્ય હતું અને તેઓ રાજકીય રીતે દલિત થયેલી બહુમતીથી જાતિ અને સંસ્કૃતિથી ભિન્ન નહતા. કેવળ તેમને ધર્મ જ જુદો હતો. સકાઓ સુધી આંતરલગ્નો થવાથી સંપૂર્ણ રીતે પરદેશી લેહીવાળો એકપણ મુસલમાન રહ્યો નહતો (રાજ્યકર્તાઓ પણ). તેઓ બધા હિંદુસ્તાનમાં જન્મ્યા હતા. તેમની નસોમાં હિંદુ લેહી વહેતું હતું અને તેમની ભાષા રીતરિવાજ અને પિશાક હિંદુ પ્રજાના જેવો હતો. તેથી લઘુમતીને બળ અને અધિકાર રાખવાને ઈજારો કોઈપણ રીતે ન્યાય ન ગણાય. શારીરિક કે માનસિક ગુણે એક જાત તરીકે ભલેને ખરી બેટી રીતે ગમે તેટલા વધારે બતાવવામાં આવે તે પણ તેમને અમુક રાજકીય ખાસ હક અને સામાજિક જાલમ કરવાનો ઈજારો મળવો ન જોઈએ. આ બન્ને વર્ગોને જુદો પાડનાર ફક્ત ધર્મ જ હતું. આખા જગતમાં બને છે એમ ધાર્મિક મતાંતરથી ઉત્પન્ન થતા અધિકારની લાગણી સ્વાભાવિક રીતે જ બીનમુસ્લીમ પ્રજાના રાજ્ય તરફના વલણમાં દેખાઈ આવતી હતી. લેકના ભલા માટે સરકારને આપેલી સત્તા અને પ્રજાના સાધનોનો ઉપયોગ તેમના જ વિનાશને માટે પ્રયત્ન કરનાર ધર્મના પ્રચારને અર્થે વાપરવામાં આવે તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696 697 698 699 700 701 702 703 704 705 706 707 708 709 710 711 712 713 714 715 716 717 718 719 720